નાગાર્જુન (જ. 30 જૂન 1911, સતલાખા વિલેજ મધુબની, બિહાર; અ. 5 નવેમ્બર 1998, ખ્વાજા સરાઈ દરભંગા, બિહાર) : મૈથિલી અને હિંદીના પ્રગતિવાદી સાહિત્યકાર. મૂળ નામ બૈજનાથ મિશ્ર. મૈથિલી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ક્યારેક સ્વાધ્યાય અર્થે તો ક્યારેક આજીવિકા અર્થે પંજાબ, રાજસ્થાન, ગુજરાત, કાઠિયાવાડ, સિંધ, હિમાચલ પ્રદેશ, બંગાળ, તિબેટ અને છેક લંકા સુધી ફરતા રહ્યા. અઢારમે વર્ષે…

વધુ વાંચો >

નાગાર્જુન (આશરે આઠમી સદી) : રસવિદ્યાના વિખ્યાત ભારતીય કીમિયાગર (alchemist). નાગાર્જુન વિશે ઘણાં મતમતાંતર પ્રવર્તે છે. તેમણે તંત્રજ્ઞાનનો વિખ્યાત ગ્રંથ ‘રસરત્નાકર’ લખવા ઉપરાંત સુશ્રુતનું સંપાદન કર્યું છે. એક નાગાર્જુન બૌદ્ધ તત્વજ્ઞાનના માધ્યમિકા સંપ્રદાયના સ્થાપક તથા મહાયાન શાખાના સ્થાપક બીજી સદીના અંતથી ત્રીજી સદીની શરૂમાં થયા હોવાનું મનાય છે. કહેવાય છે કે પ્રજ્ઞાપારમિતાએ સ્વપ્નમાં નાગાર્જુનને રસાયણ…

વધુ વાંચો >

નાગાર્જુનકોંડા : આંધ્રપ્રદેશમાં આવેલ નૂતન પાષાણયુગની વસાહત. આંધ્રપ્રદેશના ગંતૂર જિલ્લાના પલ્નડ તાલુકાના કૃષ્ણા નદીના દક્ષિણ કિનારા પર ‘નાગાર્જુનકોંડા’ એટલે કે નાગાર્જુનની ટેકરી આવેલ છે. આ પ્રાચીન વસાહતની ભાળ સને 1926માં મળી. ઇજિપ્તમાં આવેલ નાઈલ નદી પર આસ્વાન બંધ બાંધવાની યોજનાથી અબુ સિંબેલનાં સ્મારકો પર જે ભય ઊભો થયો હતો તેવો જ ભય કૃષ્ણા નદી પર…

વધુ વાંચો >

નાગાર્જુન સિદ્વ (ઈ. સ. બીજી સદી) : ગુજરાતના રસાયણવિદ્યાના જાણકાર. જૈનશાસનના પ્રસિદ્ધ સિદ્ધયોગી. ઢંકાપુરીમાં ક્ષત્રિય જાતિના સંગ્રામ તથા એમની પત્ની સુવ્રતાના પુત્ર ઔષધિઓ દ્વારા પાદલેપથી આકાશગામી વિદ્યા તથા સુવર્ણરસની સિદ્ધિ મેળવવા, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ શોધવા તે જંગલોમાં ભમ્યા હતા. તે એક પ્રભાવક જૈન આચાર્ય પાદલિપ્તસૂરિને સૌરાષ્ટ્રમાં ઢંકાપુરીમાં મળ્યા. ‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા મુજબ, આચાર્યશ્રીના કહેવાથી એમણે કાન્તિનગરના…

વધુ વાંચો >

નાગાર્જુનસૂરિ (ઈ. સ. ની ચોથી શતાબ્દીનો પૂર્વાર્ધ) : જૈન આગમોને વ્યવસ્થિત કરનાર, નાગાર્જુની વાચનાના પ્રવર્તક. એમના સમયમાં ભયંકર દુકાળ પડ્યો. તેને કારણે જૈન શ્રમણોને અહીંતહીં છૂટા પડી નાના નાના સમૂહોમાં રહેવું પડ્યું. શ્રુતધર સ્થવિરો એકબીજાથી દૂર દૂર વિખૂટા પડી જવાને કારણે તેમજ ભિક્ષાની દુર્લભતાને કારણે જૈન શ્રમણોમાં અધ્યયન-સ્વાધ્યાય ઓછાં થઈ ગયાં. અનેક શ્રુતધર સ્થવિરોનું દેહાવસાન…

વધુ વાંચો >

નાગાલૅન્ડ : ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં મ્યાન્માર(બ્રહ્મદેશ)ની સરહદને સ્પર્શતું પહાડી રાજ્ય. 1962માં નાગાલૅન્ડની રચનાનો કાયદો ઘડાયો અને 1 ઑક્ટોબર, 1963માં નાગાલૅન્ડ રાજ્ય રચાયું. તે આશરે 25° 12´થી 27° ઉ. અ. અને 93° 20´ થી 95° 20´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલું છે. તેનો વિસ્તાર 16,579 ચોકિમી. છે. તે બ્રહ્મપુત્ર નદીની ઉપલી ખીણથી દક્ષિણમાં તેમજ મિકિર ટેકરીઓ અને…

વધુ વાંચો >

નાગાસાકી : જાપાનના નૈર્ઋત્ય ખૂણે આવેલો જિલ્લો તથા ક્યુશુ ટાપુનું વડું મથક, મહત્ત્વનું ઔદ્યોગિક કેન્દ્ર તેમજ બારું (બંદર). ભૌગોલિક સ્થાન : 32° 48´ ઉ. અ. અને 129° 55´ પૂ. રે.. જિલ્લાનો કુલ વિસ્તાર 9,931 ચોકિમી. અને શહેરનો વિસ્તાર 4095 ચોકિમી જેટલો છે, જેમાં ત્સુશીમા, ઈકી, હિરાડો અને ગોટો રેટો(ગોટો દ્વીપસમૂહ)નો પણ સમાવેશ થઈ જાય છે.…

વધુ વાંચો >

નાગેરકોઈલ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યના કન્યાકુમારી જિલ્લાનું મુખ્ય મથક. કન્યાકુમારીથી ઉત્તરે 16 કિમી. દૂર દરિયાકિનારાથી અંદરના ભાગમાં તિરુવનંતપુરમ–કન્યાકુમારી અને ચેન્નાઈ–તિરુવનંતપુરમ્ રાષ્ટ્રીય માર્ગ પર આવેલું નગર. તે અરનબોલી ઘાટથી લગભગ 18 કિમી. દૂર 8° 10´ ઉ. અ. અને 77° 26´ પૂ. રે. પર આવેલું છે. નાગેરકોઈલનો અર્થ સર્પમંદિર થાય છે. અહીં કાપડ-ઉદ્યોગ, ડાંગર છડવાની મિલો,…

વધુ વાંચો >

નાગેશ (જ. ઈ. સ. 1650, તાસગાંવ, જિ. સતારા, મહારાષ્ટ્ર; અ. 1730) : પ્રસિદ્ધ સંસ્કૃત વૈયાકરણ. તે નાગોજી ભટ્ટ એવા નામે ઓળખાય છે. પિતાનું નામ શિવભટ્ટ અને માતાનું નામ સતી હતું. કાશીમાં ભટ્ટોજી દીક્ષિતના પૌત્ર હરિદીક્ષિત પાસે તેઓ વ્યાકરણ ભણ્યા હતા. શૃંગવેરના (હાલનું સિંગરૌર) રાજા રામસિંહના તેઓ આશ્રિત વિદ્વાન હતા. વાગીશ્વરીની ઉપાસનાથી પ્રખર વિદ્વાન થયા હતા.…

વધુ વાંચો >

નાગોયા : ટોકિયો અને ઓસાકા પછીનું જાપાનનું ત્રીજા ક્રમે આવતું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 10´ ઉ. અ. અને 136° 55´ પૂ. રે.. એઈચી જિલ્લાનું પાટનગર. જાપાનના મુખ્ય ટાપુ મધ્ય હોન્શુના દક્ષિણ કિનારે આઈસે (Ise) ઉપસાગરના મુખ પર તે આવેલું છે. પ્રાચીન જાપાનમાં તે ઈમાગાવા–ઓડા કૌટુંબિક કિલ્લાની આજુબાજુ વસેલું એક નાનકડું ગામ હતું.…

વધુ વાંચો >