Posts by Jyotiben
નવગ્રહ
નવગ્રહ : ખાસ કરીને મંદિરોના સ્થાપત્યમાં – જૈન મંદિરોના ગર્ભગૃહના પ્રવેશદ્વારના ઉપલા ભાગમાં નવગ્રહનાં નવ ચિહનોની પ્રતિમા એક હારમાં ગોઠવવામાં આવે છે. દ્વારશાખામાં બંને બાજુએ ગંગા-યમુનાની પ્રતિમાઓ અને મથાળે નવ ગોખલામાં નવ ગ્રહોની પ્રતિમાની રચના કરવામાં આવતી અને આના વડે બારસાખને સુશોભિત કરવામાં આવતી. આમાં બરાબર વચ્ચેના ભાગમાં દ્વારની ઉપર મંદિરમાં બિરાજેલા દેવ અથવા તીર્થંકરની…
વધુ વાંચો >નવગ્વ
નવગ્વ : ‘નવ’ એ સંખ્યાવાચક શબ્દ પરથી બનેલો આ શબ્દ ઋગ્વેદમાં વપરાયેલો છે. ‘દશગ્વ’ શબ્દની સાથે તેનો પ્રયોગ ઋગ્વેદમાં 1/62/4, 2/34/12, 3/39/5 અને 5/29/2 – એ ચાર સ્થળોએ થયો છે. નવની સંખ્યામાં ઇન્દ્રની મદદે જનારા ઇન્દ્રનાં ભક્ત એવાં કુળો કે કુટુંબો આ ‘નવગ્વ’ શબ્દ વડે કહેવામાં આવ્યાં છે. નવગ્વ શબ્દ ત્રણે લિંગમાં વપરાયેલો હોવાથી તે…
વધુ વાંચો >નવચેતન
નવચેતન (1922) : વીસમી સદીનું પ્રથમ ગુજરાતી સાહિત્યિક માસિક. ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશીએ કૉલકાતાથી 1 એપ્રિલ, 1922ના રોજ પોતાના તંત્રીપદે આ માસિકનું પ્રકાશન શરૂ કર્યું હતું. ગુજરાતથી સેંકડો માઈલ દૂર બંગાળમાંથી ગુજરાતી સામયિક શરૂ કરવાના તેમના માર્ગમાં અનેક મુશ્કેલીઓ આવી હતી, પણ નિષ્ઠાને કારણે તે બધી મુશ્કેલીઓ પાર કરી ગયા હતા. આ માસિક ચાલુ રાખવા માટે…
વધુ વાંચો >નવજાગૃતિ (Renaissance)
નવજાગૃતિ (Renaissance) : યુરોપમાં પ્રાચીન યુરોપીય સંસ્કૃતિઓના પુનર્જન્મથી વિવિધ ક્ષેત્રે થયેલ પરિવર્તન. વિશ્વના ઇતિહાસમાં નવજાગૃતિ તરીકે ઓળખાયેલ આંદોલનનો પ્રારંભ યુરોપના ઇટાલીમાં ચૌદમી સદીમાં થયો હતો. તેનો સમયગાળો ચૌદમી, પંદરમી તથા સોળમી સદીનો ગણાય છે. આ સદીઓના તર્કશુદ્ધ વિચારકો અને સંતોએ નવજાગૃતિના આંદોલનનો પાયો નાખ્યો. આ આંદોલને રાજકીય, આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક દૃષ્ટિકોણોમાં…
વધુ વાંચો >નવજીવન
નવજીવન : ઇન્દુલાલ યાજ્ઞિકે શંકરલાલ બૅંકરના સહકારથી 1915ના જુલાઈ માસમાં શરૂ કરેલું અને પછીથી ગાંધીજીએ ચલાવેલું પત્ર. મૂળ નામ ‘નવજીવન અને સત્ય’ હતું. 1919ના માર્ચ-એપ્રિલમાં ગાંધીજીએ એ જ નામથી તે માસિકને સાપ્તાહિક રૂપે ચલાવેલું. ગાંધીજીએ રૉલેટ ઍક્ટ વિરુદ્ધ આંદોલન ચલાવેલું તેનાથી પ્રભાવિત થઈને ઇન્દુલાલે તે પત્ર ગાંધીજીને સોંપેલું. ગાંધીજીના તંત્રીપદે ‘નવજીવન’નો પહેલો અંક પ્રગટ કરતાં…
વધુ વાંચો >નવતત્વગાથાપ્રકરણ
નવતત્વગાથાપ્રકરણ : જૈન દર્શનનાં નવ તત્વોની ચર્ચા ધરાવતો ગ્રંથ. જડ અને ચેતન એવાં બે તત્વોના બનેલા સંસારમાં તે બે સિવાય ત્રીજું કોઈ તત્વ નથી. અખંડ બ્રહ્માંડના સમગ્ર પદાર્થોનો આ બે તત્વમાં સમાવેશ થાય છે. જેનામાં લાગણી નથી તે જડ. તેથી વિપરીત તે ચૈતન્ય કે આત્મા. આત્મા એટલે જીવ. આમ જીવ એ ચૈતન્યનો પર્યાય છે. જડ…
વધુ વાંચો >નવદ્વીપ
નવદ્વીપ : ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના નદિયા જિલ્લામાં ભાગીરથી અને જલાંગી નદીઓના સંગમસ્થાન પર આવેલું નગર, ધાર્મિક કેન્દ્ર અને યાત્રાધામ. તે 23° ઉ. અ. અને 88° પૂ. રે. પર, રાજ્યના પાટનગર કૉલકાતાથી ઉત્તરે આશરે 160 કિમી. દૂર અને જિલ્લામથક કૃષ્ણનગરથી પશ્ચિમે આશરે 30 કિમી. દૂર આવેલું છે. આ નગર ભાગીરથી નદીના કાંપનિક્ષેપિત ફળદ્રૂપ મેદાનોમાં કિનારા…
વધુ વાંચો >નવનીત–સમર્પણ
નવનીત–સમર્પણ : ગુજરાતી માસિકપત્ર. શિષ્ટ સાહિત્ય પીરસતું અગ્રણી ગુજરાતી સાહિત્યિક સામયિક. સાહિત્યરસિક ગુજરાતી કુટુંબોનું તે પ્રિય માસિક છે. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તે પ્રદેશોમાં – વિદેશોમાં પણ તે સારી સંખ્યામાં વંચાતું આવ્યું છે. અગાઉ ‘નવનીત’ અને ‘સમર્પણ’ જુદાં જુદાં પ્રગટ થતાં હતાં. બંને સાહિત્યિક સામયિક હતાં. ઈ. સ. 1962ના જાન્યુઆરી માસમાં ‘નવનીત’નો પ્રથમ અંક…
વધુ વાંચો >નવપરિવેષ્ટિત ખડક – નવવિવૃતિ (inlier-outlier)
નવપરિવેષ્ટિત ખડક – નવવિવૃતિ (inlier-outlier) : ભૂસ્તરીય વયમાં નવા સમયના ખડકોથી બધી બાજુએ સંપૂર્ણપણે ઘેરાયેલા, પણ મર્યાદિત વિસ્તાર આવરી લેતા જૂના સમયના ઓછાવત્તા ગોળાકાર-લંબગોળાકાર સ્વરૂપવાળા વિવૃત ખડકોથી બનતી રચના. જુદા જુદા પ્રમાણવાળા ઘસારાની, અસંગતિની, સ્તરભંગની કે ઊર્ધ્વવાંકમય ગેડીકરણની ક્રિયાથી તે તૈયાર થાય છે. નવપરિવેષ્ટિત ખડકભાગો સામાન્ય રીતે ખીણવિસ્તારોમાં, ગર્ત કે થાળાવિભાગોમાં જોવા મળે છે. આજુબાજુ…
વધુ વાંચો >નવપાષાણ યુગ
નવપાષાણ યુગ : પ્રાગૈતિહાસિક કાળના અશ્મયુગનો એક પેટાવિભાગ. માનવઇતિહાસના વર્ગીકરણમાં ભાષા અને સાહિત્યની પરંપરા મળે છે ત્યારથી ઐતિહાસિક યુગ નામ આપવામાં આવે છે, તેની પહેલાંના કાળને આદ્યૈતિહાસિક અને તેની પહેલાંના યુગને પ્રાગૈતિહાસિક યુગ નામ આપવામાં આવે છે. આ પરંપરા બે સદીથી દૃઢ થઈ છે. તેમાં પ્રાગૈતિહાસિક યુગનું પાષાણ કે અશ્મ યુગ, તામ્ર યુગ અને લોહ…
વધુ વાંચો >