Posts by Jyotiben
નરોરા વિદ્યુત-મથક
નરોરા વિદ્યુત-મથક : જુઓ, પરમાણુ વિદ્યુત-મથકો
વધુ વાંચો >નર્મદ
નર્મદ (જ. 24 ઑગસ્ટ 1833, સૂરત; અ. 25 ફેબ્રુઆરી 1886, સૂરત) : અર્વાચીનોની યુગમૂર્તિ સમા ગુજરાતી સાહિત્યસર્જક. જન્મ વૈદિક નાગર બ્રાહ્મણ પરિવારમાં. પિતા લહિયા. પિતા ધંધાર્થે મુંબઈ રહેતા હોઈ નર્મદની બાલ્યાવસ્થા મુંબઈમાં. પાંચ વર્ષની વયે મુંબઈમાં ભૂલેશ્વરની ગામઠી શાળામાં વિદ્યારંભ. પછી સૂરતમાં ઇચ્છા મહેતા અને દુર્ગારામ મહેતાજીની શાળામાં અભ્યાસ. 1844માં નાનીગૌરી સાથે લગ્ન બાદ 1845માં…
વધુ વાંચો >નર્મદ સાહિત્ય સભા, સૂરત
નર્મદ સાહિત્ય સભા, સૂરત : છેલ્લા નવ દાયકાથી કાર્યરત રહેલી સૂરતની ગુજરાતી સાહિત્ય સંસ્થા. તેનું પ્રથમનું નામકરણ ‘ગુજરાતી સાહિત્ય સભા’ હતું; તે 1923માં સ્થપાઈ હતી ને તેના પ્રથમ પ્રમુખ વ્યોમેશચંદ્ર પાઠકજી હતા. 1939માં આ સંસ્થાનું નામ બદલી ‘નર્મદ સાહિત્ય સભા’ રાખવામાં આવ્યું છે. ત્યારે એના પ્રમુખ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી થયા ને કાર્યાલય પણ એમના નિવાસસ્થાન ‘મૈત્રી’માં…
વધુ વાંચો >નર્મદા
નર્મદા : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં થઈને વહેતી નદી. ભારતની સાત પવિત્ર નદીઓ પૈકીની એક. ‘નર્મ’ એટલે સુખ અથવા આનંદ અને ‘દા’ એટલે દેનારી, એ અર્થમાં ‘નર્મદા’ એવું એનું પ્રચલિત નામ પડેલું છે. તેનાં હજાર નામ મળે છે; પરંતુ તે ‘રેવા’, ‘અમરજા’, ‘રુદ્રકન્યા’, ‘મૈકલ-કન્યા’ એવાં નામોથી પણ જાણીતી છે. મધ્યપ્રદેશની મૈકલ પર્વતશ્રેણીના અમરકંટકના સપાટ…
વધુ વાંચો >નર્મદા (જિલ્લો)
નર્મદા (જિલ્લો) : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 21° 38´ ઉ. અ. અને 73° 35´ પૂ. રે.ની આજુબાજુનો 2755.5 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. જિલ્લાના ઉત્તર ભાગમાંથી નર્મદા નદી પસાર થતી હોવાથી જિલ્લાને ‘નર્મદા’ નામ અપાયું છે. તેની ઉત્તરે વડોદરા જિલ્લો, પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્યની સીમા, દક્ષિણે સૂરત જિલ્લો તથા પશ્ચિમે ભરૂચ…
વધુ વાંચો >નર્મ-મર્મ (wit and humour)
નર્મ-મર્મ (wit and humour) : અનુક્રમે નર્મયુક્ત વાક્ચાતુર્ય અને સમર્મ હાસ્યરસનો નિર્દેશ કરતાં પદો. હાસ્યની નિષ્પત્તિમાં સામાન્યત: નર્મ અને મર્મનો પ્રયોગ થાય છે. વ્યંગ કે કટાક્ષ કે અવળવાણીનો આશ્રય લઈને નર્મોક્તિ હાસ્ય નિષ્પન્ન કરે છે. મજાક કે મશ્કરીમાં વિશિષ્ટ કાકુથી ઉચ્ચારાતાં વચનો પણ નર્મોક્તિ જ છે. સુદામાને જોઈને મજાક કરતી નાગર સ્ત્રીઓની વાત કરતાં પ્રેમાનંદ…
વધુ વાંચો >નર્સ પૉલ એમ.
નર્સ પૉલ એમ. (જ. 25 જાન્યુઆરી 1949, ગ્રેટ બ્રિટન) : 2001ના વર્ષના નોબેલ પુરસ્કારનો સહવિજેતા કોષવિજ્ઞાની. તેમણે 1973માં યુનિવર્સિટી ઑવ્ ઈસ્ટ ઍન્જલિયા, નૉર્વિચ, ઇંગ્લૅન્ડમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર પછી ICRF (Imperial Cancer Research Fund) સેલ સાઇકલ્ લૅબોરેટરીના 1984–87 સુધી અધ્યક્ષ રહ્યા અને 1987–93 સુધી ફૅકલ્ટી ઑવ્ ધ યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાં સેવા આપી. 1996માં ICRFના…
વધુ વાંચો >નલદવદંતીરાસ
નલદવદંતીરાસ (1917) : જૈન સાધુકવિ સમયસુંદરરચિત કૃતિ. છ ખંડમાં વિભક્ત આ કૃતિની આશરે એક હજાર કડીઓ છે. સમયસુંદરે તે રચવામાં ‘પાંડવચરિત્ર’ અને ‘નેમિચરિત્ર’ – એ બે ગ્રંથોનો આધાર લીધો છે અને એ બંને રચનાઓમાં મળતા કથાવસ્તુમાં કવિએ ખાસ કોઈ મહત્ત્વના ફેરફાર કર્યા નથી. સમયસુંદરની આ રચના જૈન પરંપરાની નળકથાને બરાબર વળગી રહે છે. કવિએ કથાની…
વધુ વાંચો >નલવિલાસ
નલવિલાસ : આચાર્ય હેમચંદ્રના શિષ્ય રામચંદ્રે 12મી સદીમાં લખેલું સાત અંકનું નાટક. તેમણે મહાભારતની નલકથાને આ નાટ્યકૃતિમાં આલેખી છે. કવિએ ‘નાટ્યદર્પણ’માં 13 જગ્યાએ તેમાંથી ઉદ્ધરણો આપ્યાં છે. તેમની પ્રિય કૃતિઓમાં ‘રઘુવિલાસ’ પછી ‘નલવિલાસ’ છે. પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે રામ અને કૃષ્ણની વાર્તા જેવી નળની વાર્તા પણ આકર્ષક છે. પ્રથમ અંકમાં વિહાર-ઉદ્યાનમાં નળ રાજા પ્રાત:કાળે આવેલા સ્વપ્નમાં…
વધુ વાંચો >નલિયા
નલિયા : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં પશ્ચિમે આવેલા અબડાસા તાલુકાનું મુખ્ય મથક. સ્થાન 23° 20´ ઉ. અ. અને 68° 50´ પૂ. રે. કચ્છનાં મહત્ત્વનાં ગામો પૈકીનું એક છે; તે જિલ્લાનાં ગામો, તેમજ ભુજ, ભાવનગર, રાજકોટ, જામનગર, અમદાવાદ, ગાંધીનગર વગેરે સાથે રાજ્ય-માર્ગ-પરિવહનની બસોથી જોડાયેલું છે. અહીં તાલુકા-કક્ષાની વહીવટી કચેરીઓ આવેલી છે. અહીંથી 8 કિમી. અંતરે લશ્કરી…
વધુ વાંચો >