Posts by Jyotiben
નવપ્રભાવવાદ (neo-impressionism)
નવપ્રભાવવાદ (neo-impressionism) : પ્રભાવવાદે શોધેલા ચિત્ર-સિદ્ધાંતોના આધારે ઉદ્ભવેલી ફ્રેંચ ચિત્રકલાની ઝુંબેશ. તેમાં પ્રભાવવાદના સિદ્ધાંતોને એવી ચરમસીમાએ પહોંચાડવામાં આવ્યા છે કે નવપ્રભાવવાદ અને પ્રભાવવાદ વચ્ચે ભાગ્યે જ કોઈ સામ્ય જણાય. સર્શને નવપ્રભાવવાદના અગ્રણી ચિત્રકાર ગણી શકાય. આ ચિત્રશૈલીના નીતિનિયમો ઘણા ચોક્કસ અને ચુસ્ત છે અને એમાં સહજ અભિવ્યક્તિનું સ્થાન પછી આવે છે. આ શૈલીમાં ચાક્ષુષ મિશ્રણોની…
વધુ વાંચો >નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર
નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર : પૂર્ણ રોજગારીમાં આર્થિક સમતુલા તથા આર્થિક વૃદ્ધિનું પૃથક્કરણ કરતી, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની પરંપરામાં વિકસેલી, આર્થિક વિશ્લેષણની એક આગવી પદ્ધતિ. ઓગણીસમી સદીમાં અર્થશાસ્ત્રના ક્ષેત્રે સીમાવર્તી વિશ્લેષણની પદ્ધતિ અપનાવીને એક વિશિષ્ટ અભિગમ કેટલાક અર્થશાસ્ત્રીઓએ અપનાવ્યો હતો. તેમને અનુસરીને ઘણા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રના ક્ષેત્રે જે સિદ્ધાંતો વિકસાવ્યા તેમના સમૂહને નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રના આદ્ય…
વધુ વાંચો >નવપ્રશિષ્ટવાદ (neo-classicism)
નવપ્રશિષ્ટવાદ (neo-classicism) : અઢારમી સદીની મધ્યમાં રોમમાં ઉદ્ભવ પામીને સમસ્ત પશ્ચિમી જગતમાં પ્રસરેલો કલાવાદ. તેના ઉદ્ભવ, વિકાસ અને પ્રસાર માટે અતિ આલંકારિક તથા અતિ શણગારસજાવટવાળી બરોક અને રકોકો શૈલીઓનો અતિરેક અંશત: જવાબદાર ગણી શકાય. એ ઉપરાંત પ્રાચીન ગ્રીક અને રોમન કળાનું પુનરુત્થાન કરવાના એકનિષ્ઠ પ્રયાસો પણ આ વાદના ઉદ્ભવ માટે નિમિત્ત બન્યા એમ કહી શકાય.…
વધુ વાંચો >નવભારત ટાઇમ્સ
નવભારત ટાઇમ્સ : ભારતનું હિંદી ભાષાનું નોંધપાત્ર દૈનિક વર્તમાનપત્ર. બેનેટ કોલમૅન ઍન્ડ કંપનીના ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા જૂથનું પ્રકાશન. 1950માં દિલ્હીમાંથી તેનું પ્રકાશન શરૂ કરાયું. સમય જતાં સબળ સંસ્થાની વ્યવસ્થા તથા અદ્યતન મુદ્રણતંત્ર આદિનો તેને લાભ મળ્યો. જયપુર, પટણા, લખનૌ અને મુંબઈ જેવા દેશનાં અન્ય શહેરોમાંથી તેની આવૃત્તિઓ શરૂ કરાઈ. એમાંથી કેટલીક આવૃત્તિઓ પાછળથી બંધ…
વધુ વાંચો >નવમાનવવાદ (neo-humanism)
નવમાનવવાદ (neo-humanism) : માનવને કેન્દ્રમાં રાખીને સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે વ્યવસ્થાઓ અને વ્યવહારોનું કેવી રીતે નિર્માણ કરવું એની વ્યવસ્થિત વિચારણા કરતી વિચારધારા. એથીય વિશેષ માનવવાદ જગતને જોવાનો, સમજવાનો એક પરિપ્રેક્ષ્ય અથવા અભિગમ પણ છે. આમ તો, માનવવાદ માનવઇતિહાસ જેટલો જૂનો છે પણ એની ખાસ અભિવ્યક્તિ પ્રાચીન ગ્રીક ચિંતક પ્રોટાગોરાસના ‘‘મનુષ્ય જ બધી વસ્તુઓનો માપદંડ…
વધુ વાંચો >નવરથ દેઉલ
નવરથ દેઉલ : મંદિરનિર્માણના નકશાનો એક પ્રકાર. ઓરિસાની આગવી સ્થાપત્યશૈલી મૂળભૂત હિંદુ સ્થાપત્યની ધારામાં હોવા છતાં એક અલગ પ્રકારની પ્રતિભા ઊભી કરે છે. આ મંદિરોના બાંધકામમાં એક ચોક્કસ પ્રકારનો દેખીતો ફરક જણાય છે. ઓરિસાનાં મંદિરોના નકશા તથા ઇમારતી ઢાંચા સમગ્ર હિંદુ શૈલીથી જુદા પડે છે. મંદિરો માટે પણ પ્રચલિત શબ્દ ‘દેઉલ’ વપરાય છે અને મંદિરોના…
વધુ વાંચો >નવરસનામા
નવરસનામા : ભારતીય સંગીત વિશે સોળમા સૈકામાં પ્રાચીન ઉર્દૂ ભાષામાં રચાયેલો ગ્રંથ. તેનું મૂળ નામ ‘કિતાબે નવરસ’ હતું, પરંતુ તે ‘નવરસનામા’ના નામે વિશેષ ઓળખાય છે. તે દખ્ખણી કવિતામાં છે. તેની રચના 1598–99માં દક્ષિણ ભારતના બીજાપુર શહેરમાં થઈ હતી. તેના કર્તા બીજાપુરના આદિલશાહી વંશના સમ્રાટ ઇબ્રાહીમ આદિલશાહ બીજા (1580થી 1628) છે. સમ્રાટ પોતે લલિતકલાઓના શોખીન હતા.…
વધુ વાંચો >નવરંગ
નવરંગ : ચાલુક્ય અથવા હોયસળ શૈલીનાં મંદિરોમાં (1050થી 1300) સામાન્ય રીતે મંદિરના ગર્ભગૃહ સાથે સાંકળવામાં આવેલ મંડપ. તે સ્તંભો દ્વારા રચાયેલ હોય છે. સ્તંભોની ગોઠવણી ઘણી વખત અત્યંત નજીક રખાયેલ હોવાથી મંડપનો ખ્યાલ ન આવે. દરેક સ્તંભની રચના અલગ અલગ કારીગરોને સોંપવામાં આવતી અને તેની કોતરણી અને શિલ્પ દાતાની ઇચ્છા પ્રમાણે કરાતાં. બેબુરના કેશવ મંદિરનો…
વધુ વાંચો >નવરાત્રી
નવરાત્રી : હિંદુ તિથિપત્ર અનુસાર મુખ્યત્વે આસો માસના પ્રથમ નવ દિવસો દરમિયાન ચાલતો હિંદુઓનો શક્તિપૂજાનો તહેવાર. તાંત્રિકો અને શાક્ત સંપ્રદાયના લોકો હિંદુ 12 મહિનાઓમાં બેકી માસના પ્રથમ નવ દિવસો દરમિયાન પણ નવરાત્રી માને છે. નવરાત્રીમાં દેવી પાર્વતીના એક સ્વરૂપ દુર્ગાની પૂજા અને આરાધના કરવામાં આવે છે. પરિણામે બંગાળમાં તેને ‘દુર્ગાપૂજા’ કે ‘પૂજા’ એવા શબ્દથી ઓળખવામાં…
વધુ વાંચો >નવરોઈન રાધા
નવરોઈન રાધા (જ. સત્તરમી સદી) : મધ્યકાલીન કાશ્મીરી સંત કવિ. એમના જીવન અને કાવ્ય વિશે ‘ઋષિનામા’ પ્રમાણભૂત ગ્રંથ મનાય છે. તેમાં જણાવ્યા મુજબ નાનપણમાં જ એમનાં લગ્ન થયાં હતાં. ગૃહસ્થજીવનમાં નિરાશા સાંપડતાં એમણે એકાંત ગુફામાં જઈને યોગસાધના કરી અને કાશ્મીરનાં સાધ્વી કવયિત્રી લલ્લેશ્વરીના એ શિષ્ય બન્યા. એમનાં કાવ્યો ‘નુંદદ્રેશિ’ નામે પ્રગટ થયાં છે. એમનાં કાવ્યોમાં…
વધુ વાંચો >