Posts by Jyotiben
નમ્મયાસુંદરીકહા (નર્મદાસુંદરીકથા)
નમ્મયાસુંદરીકહા (નર્મદાસુંદરીકથા) : મહેન્દ્રસૂરિએ 1131માં પ્રાકૃત ગદ્યપદ્યમાં રચેલી કથા. આમાં नम्मया એટલે નર્મદાસુંદરીના ચરિત્રનું વર્ણન છે. આનો ગદ્ય-પદ્ય ભાગ સરલ અને રોચક છે. જૈન ધર્મમાં અત્યંત શ્રદ્ધાશીલ શ્રેષ્ઠી સહદેવની પત્ની સુંદરીએ નર્મદાસુંદરીને જન્મ આપ્યો હતો. નર્મદાસુંદરીના સૌન્દર્યથી આકર્ષિત થઈ મહેશ્વર દત્તે જૈન ધર્મનો સ્વીકાર કર્યો. શેઠે મહેશ્વરને જૈન સમજીને તેની સાથે નર્મદાસુંદરીનો વિવાહ કરી દીધો.…
વધુ વાંચો >નમ્યદંડ (flexible shaft)
નમ્યદંડ (flexible shaft) : શાફ્ટ બે પ્રકારની છે. નમ્ય અને અનમ્ય. શાફ્ટનું કાર્ય મુખ્યત્વે મશીનમાં એક જગાએથી બીજી જગાએ ગતિ કે યાંત્રિક શક્તિનું પરિવહન કરવું તે છે. શાફ્ટ પર ગરગડી કે દાંતાચક્રો લગાવાય છે અને તેની દ્વારા ગતિનું પરિવહન એક શાફ્ટથી બીજી શાફ્ટ પર થાય છે. જરૂરિયાત પ્રમાણે શાફ્ટને એક છેડે કપલિંગ કે ક્લચ પણ…
વધુ વાંચો >નયગાંધી, જયરામદાસ જેઠાભાઈ
નયગાંધી, જયરામદાસ જેઠાભાઈ (જ. 26 ઑગસ્ટ 1904, અંજાર, જિ. કચ્છ; અ. 20 ડિસેમ્બર 1974) : કચ્છના ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી. જયરામદાસનો જન્મ કચ્છના ભાટિયા પરિવારમાં થયો હતો. તેમના પિતાનાં ત્રણ વહાણો તૂણા બંદરે હતાં. જયરામદાસને કિશોર વયથી વાચનલેખનનો શોખ હતો અને તેમણે મૅટ્રિકની પરીક્ષા કૉલકાતાથી પસાર કરી હતી. શરૂઆતમાં વહાણવટાનો વ્યવસાય સ્વીકાર્યા બાદ તે વીમાના વ્યવસાયમાં…
વધુ વાંચો >નયનસુખ
નયનસુખ (જ. આશરે 1710થી 1724, ગુલેર, ઉત્તરાખંડ; અ. આશરે 1763, બશોલી, ઉત્તરાખંડ) : પહાડી લઘુચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા સેઉ અને ભાઈ મણાકુ બંને પ્રસિદ્ધ પહાડી ચિત્રકારો. ચિત્રકલાનો વ્યવસાય અપનાવ્યો હોવાથી સમગ્ર પરિવારે પોતાને બ્રાહ્મણને બદલે સુથાર ગણાવવાનું પસંદ કર્યું હતું. પરિવારની મૂળ અટક ‘મિશ્રા’ પણ તેમણે તજી દીધી અને ત્રણેય ચિત્રકાર પ્રથમ…
વધુ વાંચો >નયનંદી (દસમી સદી)
નયનંદી (દસમી સદી) : જૈનોની દિગંબર પરંપરાના આચાર્ય. તેમનો સમય દસમી સદીનો ઉત્તરાર્ધ અને અગિયારમી સદીનો પૂર્વાર્ધ મનાય છે. તેઓ રાજા ભોજદેવના સમકાલીન હતા, એ સ્પષ્ટ ઉલ્લેખ ભોજદેવના શિલાલેખમાં મળે છે. મહાન દિગંબર આચાર્ય કુંદકુંદની શિષ્યપરંપરામાંના તેઓ એક હતા. તેમના ગુરુનું નામ માણિક્યનંદી ત્રૈવિધ હતું. નયનંદી ધર્મોપદેશક અને તપસ્વી હતા. તેઓ બાર આગમ અને તેનાં…
વધુ વાંચો >નયસુંદર
નયસુંદર (ઈ. સ.ની સોળમી સદીના ઉત્તરાર્ધથી સત્તરમી સદીનો પૂર્વાર્ધ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જૈન સાધુ કવિ. તેઓ વડતપગચ્છના ધનરત્નસૂરિની પરંપરામાં પંડિત ભાનુમેરુગણિના શિષ્ય હતા. એમણે ઉપાધ્યાયપદ પણ પ્રાપ્ત કર્યું હતું. નયસુંદરની રચનાઓ 1581થી 1629 સુધીનાં રચનાવર્ષો દર્શાવતી હોઈને આ કવિનો જીવનકાળ ઈશુની સોળમી સદીના ઉત્તરાર્ધથી સત્તરમી સદીના પૂર્વાર્ધ વચ્ચેનો નિશ્ચિત કરી શકાય છે. આ કવિનું…
વધુ વાંચો >નય્યર શફીઉદ્દીન
નય્યર શફીઉદ્દીન (જ. 1903, આત્રોલી, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1978, નવી દિલ્હી) : ઉર્દૂ લેખક, કવિ અને વાર્તાકાર. બાળપણમાં માબાપ ગુમાવતાં તેમણે દિલ્હીમાં ઉર્દૂ છાપાંના ફેરિયાનું કામ સ્વીકાર્યું. પાછળથી કેટલાક શિક્ષકોની મદદથી ઍંગ્લો-અરેબિક હાઈસ્કૂલમાં દાખલ થયા અને મેરિટ સ્કૉલરશિપ મળી. 15 વર્ષની વયે તેમનો એક લેખ ખ્યાતનામ લેખક અને પત્રકાર ખ્વાજા હસન નિઝામી દ્વારા સંપાદિત…
વધુ વાંચો >નરક
નરક : ધર્મશાસ્ત્ર અનુસાર મનુષ્યે કરેલાં પાપકર્મોની સજા ભોગવવાનું સ્થળ. ક્યારેક આ જગતમાં ખરાબ કાર્ય કરવા પીડા સહેવી પડે તો તે પીડાને પણ નરક કહે છે. ધર્મશાસ્ત્ર મુજબ મનુષ્ય પુણ્યકાર્યો કરે તો સ્વર્ગનાં સુખો મળે છે; પરંતુ પાપ કરે તો નરકનાં દુ:ખો ભોગવવાં પડે છે. ધર્મશાસ્ત્ર અને પુરાણો માને છે કે પાપી મનુષ્યનો સૂક્ષ્મદેહ જુદાં…
વધુ વાંચો >નરગિસ
નરગિસ (જ. 1 જૂન 1929, અલ્લાહાબાદ; અ. 3 મે 1981, મુંબઈ) : ભારતીય રજતપટની યશસ્વી તારિકા. મૂળ નામ ફાતિમા રશીદ. પિતાનું નામ મોહનબાબુ. માતાનું નામ જદ્દનબાઈ. પાંચ વર્ષની વયે ‘તલાશે હક’ ફિલ્મથી અભિનય શરૂ કરેલો. ફિલ્મ ‘તકદીર’માં મહેબૂબખાને મુખ્યપાઠમાં 1943માં ‘નરગિસ’ નામ સાથે રૂપેરી પરદે રજૂ કરી. નરગિસની અંતિમ ફિલ્મ હતી ‘રાત ઔર દિન’ જે…
વધુ વાંચો >નરજાતીય અંત:સ્રાવો (androgens)
નરજાતીય અંત:સ્રાવો (androgens) : પુરુષની વિશિષ્ટ શારીરિક અને લૈંગિક વૃદ્ધિ અને વિકાસ કરવા તથા જાળવી રાખવા માટે શરીરમાં બનતા અંત:સ્રાવો (hormones). તે શુક્રપિંડ અથવા વૃષણ(testicles)માં બને છે અને તેમાંથી સીધા લોહીમાં પ્રવેશીને શરીરનાં વિવિધ અંગોના કાર્યને અસર કરે છે. સામાન્ય શુક્રપિંડ 3.5થી 5.5 સેમી. લાંબો અને 2થી 3 સેમી. પહોળો હોય છે. ગર્ભમાં તે પેટની…
વધુ વાંચો >