Posts by Jyotiben
નરનસબંધી અને તેની પુનર્રચના
નરનસબંધી અને તેની પુનર્રચના : કુટુંબનિયોજન માટે પુરુષોની શુક્રપિંડનલિકા(vasdeferance)ને કાપવી તથા પાછળથી જરૂર પડ્યે સાંધીને ફરીથી કાર્યક્ષમ કરવી તે. કુટુંબનિયોજન કરીને કુટુંબને નાનું રાખવા માટે કાયમી વંધ્યીકરણ (sterilization) કરવાનું સૂચવાય છે. તે માટેની શસ્ત્રક્રિયા સ્ત્રીઓ તથા પુરુષો બંનેમાં થાય છે. સ્ત્રીઓની અંડનલિકા અથવા અંડવાહિની(fallopian tube)ને કાપવાની ક્રિયાને અંડનલિકા-પૂર્ણછેદન (tubectomy) કહે છે. પુરુષોમાં શુક્રપિંડનલિકા પર કરાતી…
વધુ વાંચો >નરપતિજયચર્યા
નરપતિજયચર્યા (1097) : રાજાની દૈનિક વાર્ષિક ચર્યા, તેનાં કાર્યો અને યુદ્ધમાં મળનાર જય-પરાજય માટેના ભવિષ્યકથનના સિદ્ધાંતોનો ગ્રંથ. શકુનશાસ્ત્રોનો ગ્રંથ. લેખક નરપતિ. પિતા આમ્રદેવ ગુજરાતના ધારાનગરના વિદ્વાન જૈન. જૈનશાસ્ત્રમાં તેમની વિદ્વત્તા અપ્રતિમ હતી. નરપતિએ આ ગ્રંથ ગુજરાત પ્રદેશના તે વખતના પાટનગર અણહિલવાડ પાટણમાં રચ્યો છે. નરપતિ પણ પિતાની માફક જૈનશાસ્ત્ર, દર્શન વગેરેમાં પારંગત હતા. એ યુગમાં…
વધુ વાંચો >નરવર્ધન
નરવર્ધન (ઈ. સ. 500 આશરે) : પુષ્યભૂતિ વંશનો થાણેશ્વરનો મહારાજા. સ્થાણ્વીશ્વર(થાણેશ્વર-થાણેસર)ના પુષ્યભૂતિ વંશમાં એકાધિક રાજાઓ થયા. મુદ્રાઓ અને તામ્રપત્રોમાંનાં લખાણો ઉપરથી આ વંશના રાજાઓની માહિતી ઉપલબ્ધ થાય છે. તે અનુસાર ઈ. સ. 500ના અરસામાં મહારાજા નરવર્ધન થઈ ગયા. સરસ્વતીના કાંઠે થાણેશ્વર હતું અને ત્યાં રાજ્ય સ્થાપનાર પુષ્યભૂતિ હતો. આ રાજાઓ મૂળ વૈશ્ય વર્ણના હતા. નરવર્ધનની…
વધુ વાંચો >નરવર્મા
નરવર્મા (ઈ. સ. 1095 આશરે) : ભારતમાં માળવાના પરમાર વંશનો રાજા. તેના મોટા ભાઈ લક્ષ્મણદેવ પછી ધારની ગાદીએ ઈ. સ. 1095માં કે તે પૂર્વે આવેલો. એના 38 વર્ષના રાજ્યકાલ દરમિયાન એ સમકાલીન ચંદેલા રાજા સલક્ષણવર્મા, ચોળ રાજા વિક્રમ અને ગુજરાતના ચૌલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે અથડામણમાં આવેલો અને સિદ્ધરાજે તેને સખત હાર આપી હતી. એણે…
વધુ વાંચો >નરસિંહ
નરસિંહ (આશરે પંદરમી સદી) : પ્રસિદ્ધ ગુજરાતી ભક્તકવિ. નરસિંહનો જીવનકાળ નક્કી કરવા માટેનો મુખ્ય આધાર ‘હારમાળા’ની આ કડી છે : ‘‘સંવત પંનર બારોતર, સપતમી અને સોમવાર રે; વૈશાખ અજુઆલિ પખે નરસિંનિ આપ્યો હાર રે.’’ એ કડીવાળું પદ જો નરસિંહનું રચેલું હોય તો માંડળિકવાળો હાર-પ્રસંગ સં. 1512(ઈ. સ. 1456)માં બન્યો એમ કહી શકાય. નરસિંહની આત્મચરિત્રાત્મક રચનાઓ,…
વધુ વાંચો >નરસિંહગુપ્ત બાલાદિત્ય
નરસિંહગુપ્ત બાલાદિત્ય (સને 495–510) : મગધનો અંતિમ મહાન ગુપ્ત સમ્રાટ. સ્કન્દગુપ્તના અવસાન બાદ ગુપ્ત સામ્રાજ્યનું વિઘટન થયું અને સ્કન્દગુપ્તના વારસદારો ઉત્તર ભારતના જુદા જુદા પ્રદેશોમાં સ્વાયત્ત કે ખંડિયા રાજાઓ તરીકે શાસન કરતા હતા. નરસિંહગુપ્ત-બાલાદિત્ય પાંચમી સદીના અંતે અને છઠ્ઠી સદીના પ્રારંભે મગધમાં રાજ્ય કરતો હતો. ‘બાલાદિત્ય’ તેનો ખિતાબ હતો. માળવામાં મંદસોર પાસેના બે સ્તંભ-લેખોના વિવરણ…
વધુ વાંચો >નરસિંહપુર
નરસિંહપુર : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. તે આશરે 23° 0´ ઉ. અક્ષાંશવૃત્ત અને 79° 0´ પૂ. રેખાંશવૃત્ત પર સિન્ગ્રી નદીના કિનારે આવેલું છે. આ શહેરી વસાહત એક કાળે ‘છોટા ગડરવાડા’ તરીકે ઓળખાતી હતી, પણ લગભગ ઈ. સ. 1800માં અહીં વિષ્ણુના ચોથા અવતાર ભગવાન નરસિંહનું મંદિર બાંધવામાં આવ્યા પછીથી તે ‘નરસિંહપુર’ તરીકે ઓળખાતું થયું…
વધુ વાંચો >નરસિંહ મહેતા
નરસિંહ મહેતા (ચલચિત્ર : 1932) : ગુજરાતી ભાષાનું પ્રથમ બોલતું ચલચિત્ર. નિર્માતા : સાગર મૂવીટોન, દિગ્દર્શક : નાનુભાઈ વકીલ, કથા : ચતુર્ભુજ દોશી, સંગીત : રાણે, છબીકલા : ફરેદૂન ઈરાની, મુખ્ય કલાકારો : મારુતિરાવ (નરસિંહ મહેતા), મોહન લાલા (રા’માંડલિક), ઉમાકાંત દેસાઈ, મનહર, બચુ, ત્રિકમદાસ, જમના, દેવી, મહેતાબ. 1931માં ભારતનું પ્રથમ બોલતું ચલચિત્ર ‘આલમઆરા’ ઊતર્યું, તેના…
વધુ વાંચો >નરસિંહ મહેતો
નરસિંહ મહેતો (નાટક : 1905) : ભક્તિરસનું ત્રિઅંકી નાટક. આ નાટકના લેખક હતા પોપટલાલ માધવજી ઠક્કર. શ્રી વાંકાનેર આર્યહિતવર્ધક નાટક કંપનીએ ઈ. સ. 1905માં આ નાટક ભજવ્યું હતું. આ નાટક છપાયું નથી. પ્રેમભક્તિરસના આ નાટકની ભાષા રસમય અને ભભકવાળી છે. લેખકની શૈલી નાટકી (theatrical) છે. નાટક જોઈ પ્રેક્ષકોને સદબોધ મળે એ પ્રકારના સંવાદો લેખકે ગોઠવ્યા…
વધુ વાંચો >નરસિંહાચાર, ડી. એલ.
નરસિંહાચાર, ડી. એલ. (જ. જૂન 1906, હુળિળુ, કર્ણાટક; અ. 1971) : કન્નડ લેખક. શરૂઆતનું શિક્ષણ ટુંકુર અને ઉચ્ચશિક્ષણ બૅંગાલુરુ અને મૈસૂરમાં. એમ.એ. અને પીએચ.ડી. ઉપાધિઓ મૈસૂર યુનિવર્સિટીમાંથી મેળવી તે જ યુનિવર્સિટીમાં કન્નડ-વિભાગમાં પંડિત તરીકે નિયુક્ત થયા. જુદા જુદા હોદ્દા પર મૈસૂર અને ઓસમાનિયા યુનિવર્સિટીઓમાં અને રાજ્યના શિક્ષણવિભાગમાં કાર્ય કર્યું. 1969માં મૈસૂર યુનિવર્સિટીએ તેમને ડી. લિટ્.ની…
વધુ વાંચો >