Posts by Jyotiben
નન્નેચોડ
નન્નેચોડ (સમય : 1080થી 1125) : તેલુગુના વીરશૈવ સંપ્રદાયના પ્રથમ કવિ. એ ઓસ્યુરુના સૂર્યવંશી ક્ષત્રિય રાજા હતા. એમને એમની કવિપ્રતિભાને લીધે ‘કવિરાજશિખામણિ’ તથા વીરતાને લીધે ‘ટેંકણાદિત્યુડુ’ની ઉપાધિ મળી હતી. એ સંસ્કૃતના પંડિત હતા. તેઓ એવા કવિ હતા કે તેમની કવિતામાં તેમણે કન્નડ અને તમિળ ભાષાના શબ્દો પ્રયોજ્યા હતા. એમણે શૈવમતના પ્રચાર માટે શિવવિષયક કાવ્ય ‘કુમારસંભવમુ’…
વધુ વાંચો >નર્ન્સ્ટ, વાલ્થેર હૅરમાન
નર્ન્સ્ટ, વાલ્થેર હૅરમાન (જ. 25 જૂન 1864, બ્રિસેન, જર્મની; અ. 18 નવેમ્બર 1941, મસ્કાઉ, જર્મની) : ભૌતિક રસાયણશાસ્ત્રના સ્થાપકો પૈકીના એક વૈજ્ઞાનિક. સનદી અધિકારીના પુત્ર. ઝુરિક, ગ્રાઝ (ઑસ્ટ્રિયા), વુર્ઝબર્ગ અને બર્લિન ખાતે વિજ્ઞાનનો અભ્યાસ કર્યા બાદ 1887માં તેઓ ઓસ્વાલ્ડના સહાયક તરીકે જોડાયા. 1895માં ગોટિન્જન અને 1905માં બર્લિન યુનિવર્સિટીમાં ભૌતિક રસાયણના પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક થઈ.…
વધુ વાંચો >નપુંસકતા (impotence)
નપુંસકતા (impotence) : જાતીય સમાગમ પરિપૂર્ણ કરવા માટે શિશ્નનું ઉત્થાન કરવાની કે જાળવી રાખવાની ક્ષમતા ન હોવી તે. આ પ્રકારની ફરિયાદ ઘણી વ્યાપક છે અને કોઈ રોગવાળી પુખ્ત વ્યક્તિઓના 10 % થી 35 % વ્યક્તિઓ તથા ઉંમર વધતાં, તેથી પણ વધુ સંખ્યામાં વ્યક્તિઓ આ તકલીફથી પીડાય છે. પુરુષોની ઇન્દ્રિય જાતીય સમાગમ સમયે મોટી થાય છે,…
વધુ વાંચો >નફો
નફો : માલની ખરીદકિંમત અથવા ઉત્પાદન-ખર્ચ તથા વેચાણકિંમત વચ્ચેનો તફાવત. સામાન્ય વ્યવહારમાં હિસાબનીસો નફાની ગણતરી જે રીતે કરે છે તેની સમજૂતી આ રીતે આપી શકાય : માલની પડતર-કિંમત તથા વેચાણકિંમત વચ્ચેના તફાવતને નફો ગણવામાં આવે છે. જો વેચાણકિંમત પડતરકિંમત કરતાં વધારે હોય તો નફો થાય છે એમ કહેવાય અને જો વેચાણકિંમત પડતરકિંમત કરતાં ઓછી હોય…
વધુ વાંચો >નભોમંડળનો નકશો
નભોમંડળનો નકશો : જુઓ, ખગોળશાસ્ત્ર.
વધુ વાંચો >નમનદર્શક (clinometer) નમનદર્શક હોકાયંત્ર (clinometer compass)
નમનદર્શક (clinometer) નમનદર્શક હોકાયંત્ર (clinometer compass) : કોઈ પણ પ્રકારના ભૂસ્તરીય ક્ષેત્રકાર્યમાં સ્તરનમન (નમનકોણ–નમનદિશા) દિશાકોણ અને દિશામાપન માટે ઉપયોગમાં લેવાતું સાધન. ઊંચાઈ માપવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. સાદા ઘડિયાળની જેમ જ ચપટા, ગોળાકાર આ સાધનમાં રેખાંકિત ચંદો (dial) જડેલો હોય છે. તેની બાહ્ય કિનારી 0°થી 360° સુધી ઘડિયાળના કાંટાઓની ફરવાની ઊલટી દિશામાં…
વધુ વાંચો >નમન, નમનકોણ (dip), નમનદિશા
નમન, નમનકોણ (dip), નમનદિશા : શૈલ સ્તરનો ક્ષૈતિજ સમતલ અધિકતમ ઢોળાવ, તેનો કોણ અને તેની દિશા. લગભગ બધા જ જળકૃત ખડકો અનુકૂળ સંજોગો હેઠળ ક્ષિતિજસમાંતર સ્થિતિમાં એક પછી એક કણજમાવટ પામીને પ્રત્યેક સ્તર અલગ પાડી શકાય એવા શ્રેણીબદ્ધ સ્તરસમૂહ રૂપે તૈયાર થતા હોય છે. પ્રત્યેક સ્તર તેના રંગ, ખનિજબંધારણ અને કણકદની ભિન્નતાને કારણે જુદા તારવી…
વધુ વાંચો >નમિનાથ
નમિનાથ : જૈન ધર્મના એકવીસમા તીર્થંકર. અનુશ્રુતિ અનુસાર પૂર્વજન્મમાં તેઓ કૌશાંબી નગરીના રાજા સિદ્ધાર્થ હતા. તેમણે સુદર્શન મુનિની પાસે દીક્ષા લઈને કઠોર તપ કર્યું અને તીર્થંકર બન્યા. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા – એ ચાર તીર્થો તેમણે સ્થાપ્યાં તેથી તેઓ તીર્થંકર કહેવાયા. સમાધિપૂર્વક દેહત્યાગ કરી અપરાજિત નામના સ્વર્ગમાં દેવ તરીકે જન્મ્યા. આ સિદ્ધાર્થ રાજાનો જીવ…
વધુ વાંચો >નમિસાધુ
નમિસાધુ (ઈ. સ. 1050–1150 આશરે) : આચાર્ય રુદ્રટે રચેલા ‘કાવ્યાલંકાર’ નામના કાવ્યશાસ્ત્રના સંસ્કૃત ગ્રંથ પરની ટીકાના લેખક. તેમનું બીજું નામ નમિપંડિત છે. તેઓ શ્વેતાંબર જૈન હતા એવું સૂચન તેમના નામની આગળ મૂકવામાં આવેલા ‘શ્વેતભિક્ષુ’ એવા શબ્દ વડે મળે છે. તેઓ શાલિભદ્રસૂરિ નામના ગુરુના શિષ્ય હતા એવો નિર્દેશ તેમણે પોતે જ કર્યો છે. ‘ષડાવશ્યકસૂત્ર’ પરની ટીકામાં…
વધુ વાંચો >નમુચિ
નમુચિ : બળવાન રાક્ષસનું નામ. ઇન્દ્રને હાથે તેનું મૃત્યુ થયાનો ઉલ્લેખ મહાભારત, સભાપર્વમાં (અધ્યાય 50ના શ્લોક 22) અને કાલિદાસના રઘુવંશમાં (9/22) થયો છે. બધા રાક્ષસોને ઇન્દ્રે હરાવ્યા, પરંતુ નમુચિએ ઇન્દ્રને કેદ કર્યો. એ પછી નમુચિએ ઇન્દ્ર તેને દિવસે કે રાતે, ભીની કે સૂકી વસ્તુથી મારી ના શકે એ શરતે ઇન્દ્રને છોડ્યો. ઇન્દ્રે સંધ્યાના સમયે પાણીનાં…
વધુ વાંચો >