રૉબિન્સન, શુગર રે (જ. 1920, ડેટ્રૉઇટ, મિશિગન; અ. 1989) : અમેરિકાના વ્યવસાયી મુક્કાબાજ. મૂળ નામ વૉકર સ્મિથ. 1946થી 1951 સુધી તેઓ વેલ્ટર વેટ (67 કિગ્રા. સુધીના વજનની) સ્પર્ધાનું વિશ્વપદક (world title) ધરાવતા રહ્યા. 1950–51માં તેઓ મિડલ વેટ સ્પર્ધાનું વિશ્વપદક ધરાવતા થયા. 1951માં તેઓ મિડલ વેટ પદકની સ્પર્ધામાં રૅન્ડૉલ્ફ ટર્પિન સામે હારી ગયા, પણ થોડા જ…

વધુ વાંચો >

રૉબિન્સન, હરક્યુલીસ (સર) (જ. 19 ડિસેમ્બર 1824, રોઝમીડ, આયરલૅન્ડ; અ. 28 ઑક્ટોબર 1897, લંડન) : કેપ કૉલોનીના ગવર્નર અને દક્ષિણ આફ્રિકાના બ્રિટિશ હાઈ કમિશનર. તેમના આ વહીવટી સત્તાકાળ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલ પ્રદેશમાં હિંદી વસાહતીઓ કે જે કૂલી તરીકે ઓળખાતા હતા, તેમના માટે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા અને તેમના પર અન્યાયી અંકુશો મૂકવામાં આવ્યા…

વધુ વાંચો >

રૉબિન્સ, ફ્રેડ્રિક ચૅપમૅન (જ. 25 ઑગસ્ટ 1916, ઑવર્ન ઍલબામા, યુ.એસ.) : આ અમેરિકી તબીબ વૈજ્ઞાનિકે સન 1954માં જૉન ફ્રૅન્કલિન ઍન્ડર્સ તથા ટૉમસ હકલ વેલર સાથે તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. તેમણે બાળલકવો કરતા ધૂલિવર્ણમજ્જાશોથી વિષાણુ-(poliomyelitis virus)ને વિવિધ પેશીઓ પર ઉછેરવાની પદ્ધતિ વિકસાવી હતી. પેશીઓમાં થતા સંવર્ધનને ઉતકસંવર્ધન અથવા પેશીસંવર્ધન (tissue…

વધુ વાંચો >

રૉબિન્સ, લિયોનેલ (જ. 1898; અ. 1984) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અંગ્રેજ અર્થશાસ્ત્રી. તેમણે અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકેની કામગીરી ન્યૂ કૉલેજ, ઑક્સફર્ડ ખાતેથી શરૂ કરેલી (1924, 1927–1929). 1929માં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે તેઓ લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાં જોડાયા, જ્યાં તેમણે નિવૃત્તિ (1961) સુધી કામ કર્યું. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન તેમની ઇંગ્લૅન્ડના મંત્રીમંડળમાં આર્થિક બાબતોના નિયામક તરીકે નિમણૂક થઈ…

વધુ વાંચો >

રૉબેસ્પિયરી, મૅક્સિમિલિયન ફ્રાંસ્વા (જ. 1758, અરાસ, ફ્રાન્સ; અ. 28 જુલાઈ 1794, પૅરિસ) : ફ્રેન્ચ રાજ્યક્રાંતિના વિખ્યાત અને વિવાદાસ્પદ નેતા. આખું નામ મૅક્સિમિલિયન મારી ઇસિડોર. ગરીબ પરિવારમાં જન્મ. શિષ્યવૃત્તિ મળતાં પૅરિસ ખાતે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પોતાના વતન અરાસમાં વકીલાત શરૂ કરી. દરમિયાન લોકશાહી રાજ્યવ્યવસ્થા અંગેના રૂસોના સિદ્ધાંતથી પ્રભાવિત થયા. 1789માં રાષ્ટ્રીય બંધારણ સભા માટે ચૂંટાયા (1789–91),…

વધુ વાંચો >

રૉબ્બિયા, લૂચા દેલ્લ (Robbia, Lucca Della) (જ. 1400, ફ્લૉરેન્સ, ઇટાલી, અ. 1482, ફ્લૉરેન્સ, ઇટાલી) : ઇટાલીનો રેનેસાંસ-શિલ્પી. દોનાતેલ્લોના મૃત્યુ પછી ફ્લૉરેન્સના બે પ્રમુખ શિલ્પીમાંનો એક. બીજો તે ઘીબર્તી. શરૂઆતમાં તેણે રેનેસાં-શિલ્પી નેની દી બૅન્ચો Nanni di Banco સાથે કામ કર્યું હોય તેવું અનુમાન તેણે પોતે સર્જેલ શિલ્પ પરથી વિદ્વાનો કરે છે, કારણ કે બંને શૈલી…

વધુ વાંચો >

રોબ્લિંગ, જૉન ઑગસ્ટસ (જ. 12 ઑગસ્ટ 1806, જર્મની; અ. 1869) : ઝૂલતા પુલની બાંધકામ-કલાનો વિશ્વવિખ્યાત ઇજનેર. તેણે બર્લિનની રૉયલ પૉલિટૅકનિક ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી, આગળના સ્નાતક-કક્ષાના અભ્યાસમાં 1826માં બેમ્બર્ગ, બેવેરિયામાં પરીક્ષાના ભાગરૂપે ‘સાંકળના ઝૂલતા પુલ’ (chain suspension bridge) વિષય પર મહાનિબંધ લખ્યો, ત્યારથી જ તેને આ વિષયમાં રસ જાગ્રત થયો હતો. ચાર વર્ષ રોડ-એન્જિનિયર તરીકે…

વધુ વાંચો >

રૉબ્સન પર્વત : બ્રિટિશ કોલંબિયા(કૅનેડા)ના પૂર્વ ભાગમાં આવેલું શિખર. ભૌગોલિક સ્થાન : 53° 07´ ઉ. અ. અને 119° 09´ પ. રે. આ શિખર જાસ્પર(આલ્તા)થી પશ્ચિમી વાયવ્ય દિશામાં આશરે 80 કિમી.ને અંતરે આવેલું છે. રૉકિઝ પર્વતમાળાના આ ભાગ માટેનું તે સર્વોચ્ચ શિખર છે. તેની ઊંચાઈ 3,954 મીટર જેટલી છે. કિન્ની સરોવર નજીકથી જ આ પર્વત તેની…

વધુ વાંચો >

રોમ ઇટાલીનું પાટનગર. દુનિયાનાં મહાન ઐતિહાસિક તેમજ સુંદર શહેરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 41° 54´ ઉ. અ. અને 12° 29´ પૂ. રે.ની આજુબાજુનો 1,508 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આ શહેર ટાઇબર નદીને કાંઠે વસેલું છે. એ નદી શહેરને બે ભાગમાં વહેંચી નાંખે છે. તે કૅમ્પાગ્ના નામના સમતળ મેદાની પ્રદેશમાં આવેલું છે. આ…

વધુ વાંચો >

રોમન કલા : પ્રાચીન રોમન સામ્રાજ્યમાં ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય-કળાનું પ્રવર્તન. પ્રાચીન રોમનોએ ગ્રીસ જીત્યું, પરંતુ કલા અને સૌંદર્યશાસ્ત્ર-(aesthetics)ના ક્ષેત્રે સમરાંગણના વિજેતાઓએ હારેલા ગ્રીકો આગળ ભાવપૂર્વક માથાં નમાવ્યાં. ગ્રીસની શાખ સંસ્કારક્ષેત્રે એટલી વ્યાપક હતી કે રોમન સેનાપતિઓ ગ્રીસ જીતી લેવા ઉત્સાહભેર યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે તેઓ ગ્રીક કલાકૃતિઓ લૂંટવામાં એકબીજા સાથે હોડમાં ઊતર્યા હતા.…

વધુ વાંચો >