Posts by Jyotiben
યારેન
યારેન : ઑસ્ટ્રેલિયા તેમજ ન્યૂ ગિનીથી ઈશાનમાં આવેલા ટાપુદેશ નાઉરુનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 0° 45´ દ. અ. અને 166° 55´ પૂ. રે.. પૅસિફિક મહાસાગરમાં આવેલા આ ટાપુદેશના જિલ્લાઓ પૈકીનો એક. યારેન નાઉરુના નૈર્ઋત્ય કાંઠા પર આવેલું છે. નાઉરુ અહીંની સત્તાવાર ભાષા છે, તેમ છતાં અંગ્રેજી ભાષાનો પણ અહીં ઉપયોગ થાય છે. અહીં કૅથલિક…
વધુ વાંચો >યાલ્ટા પરિષદ
યાલ્ટા પરિષદ : બીજા વિશ્વયુદ્ધ (1939–1945) પછીની વિશ્વવ્યવસ્થા અંગેની વિચારણા હાથ ધરવા માટે યોજાયેલી પરિષદ. કાળા સમુદ્રમાં વસેલા દેશ ક્રીમિયાના હવા ખાવાના સ્થળ યાલ્ટા ખાતે આ પરિષદ 4થી 11 ફેબ્રુઆરી 1945 દરમિયાન મળી હતી. મિત્ર દેશોના ત્રણ માંધાતાઓએ તેમાં સક્રિય ભાગ લીધો હતો. અમેરિકાના પ્રમુખ એફ. ડી. રૂઝવેલ્ટ, ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અને સોવિયેત…
વધુ વાંચો >યાશિન લેવ
યાશિન લેવ (જ. 22 ઑક્ટોબર 1929, મૉસ્કો; અ. 21 માર્ચ 1990, મૉસ્કો) : ફૂટબૉલના રશિયન ખેલાડી. સોવિયેત સૉકરના એક મહાન અને તેજસ્વી ખેલાડી. 1963ના વર્ષના યુરોપિયન ફૂટબૉલર તરીકેનું સન્માન પામનાર એકમાત્ર ગોલકીપર. તેમણે મૉસ્કો ડાઇનમો સંસ્થા તરફથી આઇસ હૉકીના ખેલાડી તરીકે આરંભ કર્યો અને 1951માં સૉકરની રમતમાં ગંભીરતાપૂર્વક ઝંપલાવ્યું; એમાં 1954થી ’67 દરમિયાન યુ.એસ.એસ.આર. માટે…
વધુ વાંચો >યાસ્પર્સ, કાર્લ
યાસ્પર્સ, કાર્લ (જ. 1883; અ. 1969) : વીસમી સદીના યુરોપીય અસ્તિત્વવાદી વિચાર-આંદોલનના અગ્રણી જર્મન મનોવૈજ્ઞાનિક અને તત્વચિંતક. જોકે, પોતાના અભિગમને અસ્તિત્વવાદી તત્વચિંતન તરીકે ઘટાવવા સામે તેમને વાંધો હતો. 1901થી 1908 સુધી યાસ્પર્સે જર્મનીની હાઇડલબર્ગ, મ્યૂનિક, બર્લિન અને ગૉટિંગન યુનિવર્સિટીઓમાં કાનૂની અને તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કર્યો હતો. એમ.ડી. થયા પછી 1908થી 1915 તેમણે હાઇડલબર્ગ યુનિવર્સિટીના માનસિક…
વધુ વાંચો >યાહ્યાખાન, મોહમ્મદ
યાહ્યાખાન, મોહમ્મદ (જ. 4 ફેબ્રુઆરી 1917, પેશાવર; અ. 10 ઑગસ્ટ 1980, રાવલપિંડી, પાકિસ્તાન) : પાકિસ્તાનના પ્રમુખ (1969–1971). 1966માં પાકિસ્તાનના લશ્કરના સરસેનાપતિ. ઈરાનના શાસક નાદિરશાહના વંશમાં યાહ્યાખાન જન્મ્યા હતા. પંજાબ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધા બાદ દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાંથી તે પ્રથમ વર્ગ સહિત સ્નાતક થયા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ઇટાલી અને મધ્ય પૂર્વમાં સેવા આપી તથા ભારતના…
વધુ વાંચો >યાંગ, ચાંગ-ક્વાંગ
યાંગ, ચાંગ-ક્વાંગ (જ. 10 જુલાઈ 1933, તાઇતુંગ, તાઇવાન) : તાઇવાનના મેદાની રમતો(athletics)ના ખેલાડી. ડિકૅથ્લોન રમતોની સ્પર્ધામાં ખેલાડી તરીકેની કારકિર્દીના પ્રારંભે જ યાંગ 1954માં એશિયન રમતોત્સવના વિજયપદક(title)-વિજેતા બન્યા. તે વખતે તાઇવાનની મુલાકાતે આવેલા બૉબ મૅથિયાસે તેમને આ રમતોમાં વિશેષ પરિશ્રમ કરવા પ્રોત્સાહન આપ્યું. 1956ની ઑલિમ્પિક રમતોમાં તેમણે પોતાના જુમલા(score)માં 1,000 ઉપરાંત પૉઇન્ટનો ઉમેરો કરી આઠમો ક્રમ…
વધુ વાંચો >યાંગત્સે નદી
યાંગત્સે નદી : ચીનમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 26° 57´ ઉ. અ. અને 118° 23´ પૂ. રે.. દુનિયામાં ત્રીજા ક્રમે આવતી લાંબામાં લાંબી નદી. ચીની લોકો તેને ચાંગ જિયાંગ કે લાંબી નદીના નામથી ઓળખે છે. સમુદ્રસપાટીથી આશરે 4,880 મીટરની ઊંચાઈએ પશ્ચિમ ચીનમાં આવેલા કિંઘાઈ પ્રાંતના તાંગુલા પર્વતોમાંથી તે નીકળે છે. આ નદી મૂળથી મુખ…
વધુ વાંચો >યાંગ યાંગ
યાંગ યાંગ (જ. 8 ડિસેમ્બર 1963, સિચુઆન પ્રાંત, ચીન) : બૅડમિન્ટનના ચીની ખેલાડી. 1984માં ટૉમસ કપ સ્પર્ધાથી તેમણે તેમની કારકિર્દીનો સૌપ્રથમ વાર પ્રારંભ કર્યો. એમાં તેમણે આઇક્ક સુગિર્યાટો જેવા વિશ્વ-ચૅમ્પિયનને હાર આપી. જોકે ફાઇનલમાં ચીનની ઇન્ડોનેશિયા સામે હાર થઈ. આ બટકા અને સ્નાયુબદ્ધ ડાબેરી ખેલાડી વિશ્વ-બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં 1987 અને 1989માં એમ બે વખત એકલ વિજયપદક(singles…
વધુ વાંચો >યાંગ શાંગફુન
યાંગ શાંગફુન (જ. 1907, તોંગ્નાન, સિચૂન, ચીન; અ. 1989) : ચીનના પ્રજાસત્તાક રાજ્યના પ્રમુખ. તેમણે મૉસ્કો ખાતે અભ્યાસ કર્યો. 1956માં તેઓ પક્ષના સેક્રેટેરિયટમાં વારાફરતી સભ્યપદ ભોગવતા હતા; પરંતુ 1966 –1969ના ગાળાની ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ દરમિયાન, કહેવાતી સુધારણાવાદી નીતિ અપનાવવા બદલ પક્ષમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી. 1978માં તેમને પુનર્નિયુક્ત કરાયા હતા અને 1982માં પૉલિટબ્યુરોમાં પ્રવેશ અપાયો હતો.…
વધુ વાંચો >યાંત્રિક ઉતરાણ
યાંત્રિક ઉતરાણ : જુઓ વિમાન અને વિમાનવિદ્યા
વધુ વાંચો >