યર્કિસ ઑબ્ઝર્વેટરી (Yerkes Observatory), શિકાગો : શિકાગો યુનિવર્સિટીના ખગોળ અને ખગોળભૌતિક વિભાગ સાથે સંકળાયેલી, શિકાગોથી સોએક કિલોમીટરના અંતરે આવેલી અમેરિકાની એક પ્રમુખ વેધશાળા. આ વેધશાળા વિલિયમ્સ બે, વિસકૉન્સિન-(Williams Bay, Wisconsin)માં આશરે 334 મીટરની ઊંચાઈએ જિનીવા લેક(Lake Geneva)ના ઉત્તરી કિનારે આવેલી છે. આ વેધશાળાની સ્થાપના જ્યૉર્જ એલરી હેલ (George Ellery Hale : 1868–1938) નામના અમેરિકાના ખગોળશાસ્ત્રીએ…

વધુ વાંચો >

યર્બી, ફ્રૅન્ક (જ. 5 સપ્ટેમ્બર 1916, ઑગસ્ટા) : અમેરિકાના ઐતિહાસિક નવલકથાકાર. તેમને ‘હેલ્થ કાર્ડ’ (1944) નામક વાર્તાસંગ્રહ માટે ઓ’ હેનરી સ્પેશ્યલ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમની નવલકથા ‘ધ ફૉક્સિસ ઑવ્ હૅરો’(1946)એ તેમને વ્યાપક પ્રસિદ્ધિ અપાવી હતી. તે નવલકથાનું ધૂમ વેચાણ થયું હતું. 1947માં તેના આધારે ફિલ્મનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. તેમની અન્ય નવલકથાઓમાં…

વધુ વાંચો >

યલાઇડ (ylide અથવા ylid) : બે પાસપાસેના (adjacent) પરમાણુઓ સૂત્રગત (formal) ધન અને ઋણ વીજભાર ધરાવતા હોય અને જેમાં બંને પરમાણુઓનાં ઇલેક્ટ્રૉન-અષ્ટક પૂર્ણ હોય તેવાં વિવિધ કાર્બનિક સંયોજનો. આ સંયોજનોમાં ધન વીજભારની ઉચ્ચ માત્રા ધરાવતો હોય તેવા વિષમ પરમાણુ (heteratom) સાથે કાર્બએનાયન જોડાયેલો હોય છે : યલાઇડ તટસ્થ સંયોજન છે, જે સંસ્પંદન દ્વારા સ્થાયિત્વ પામે…

વધુ વાંચો >

યલો બુક, ધ (1894–’97) : આકર્ષક દેખાવનું પણ અલ્પજીવી નીવડેલું અંગ્રેજી સાહિત્યિક સામયિક. પ્રકાશનના પ્રારંભકાળથી જ તેણે અંગ્રેજી સાહિત્યજગતને અરૂઢ પ્રકારના વિષયોને લગતા લેખોથી ભડકાવવા ધાર્યું હતું અને થોડા જ સમયમાં તે નામચીન બની ગયું હતું. સાહિત્ય તેમ કલાને વરેલા આ સામયિકના પ્રકાશક જે. લેર્ન હતા અને તેના તંત્રી હતા હાર્ટલૅન્ડ. તેના પ્રથમ અંક(જેમાં બીજા…

વધુ વાંચો >

યલોસ્ટોન નૅશનલ પાર્ક : યુ.એસ.ના વ્યોમિંગ રાજ્યમાં આવેલો દુનિયાનો જૂનામાં જૂનો નૅશનલ પાર્ક. ભૌગોલિક સ્થાન : 44° 30´ ઉ. અ. અને 110° 00´ પ. રે. આ રાષ્ટ્રીય ઉદ્યાન ઘણી બધી કુદરતી અજાયબીઓ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામેલો છે. અહીં દુનિયાના કોઈ પણ અન્ય પ્રદેશમાં જોવા મળતા હોય તે કરતાં ઘણી સંખ્યામાં ગરમ પાણીના ફુવારા (geysers) અને…

વધુ વાંચો >

યવતમાળ : મહારાષ્ટ્રના પૂર્વભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 19° 30´થી 20° 40´ ઉ. અ. અને 77° 20´થી 79° 10´ પૂ. રે. વચ્ચેનો લગભગ 13,584 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો વસ્તીની દૃષ્ટિએ નાનો પણ વિસ્તારની દૃષ્ટિએ પ્રમાણમાં મોટો છે. તેની ઉત્તરે અમરાવતી અને વર્ધા…

વધુ વાંચો >

યવન દેશ : પ્રાચીન કાળ દરમિયાન યવનો (ગ્રીકો) દ્વારા શાસિત ભારતીય અને તેને અડીને આવેલા પ્રદેશ કે વિસ્તાર માટે પ્રાચીન ભારતીય સાહિત્ય તેમજ ઉત્કીર્ણ લેખોમાં વપરાયેલો શબ્દ. મૌર્ય સમ્રાટ અશોક(ઈ. પૂ. 273–236)ના શિલાલેખમાં તેમજ બૌદ્ધ પાલિગ્રંથ ‘મઝ્ઝીમનીકાય’માં પ્રાકૃતમાં અનુક્રમે ‘યોન દેશ’ અને ‘યોનનો પ્રદેશ’ એમ ઉલ્લેખ મળે છે. આ યોન (Yon) શબ્દ સંસ્કૃત શબ્દ ‘યવન’નું…

વધુ વાંચો >

યવાની ખાંડવચૂર્ણ : આયુર્વેદના ‘શાર્ડ્ંગધર સંહિતા’ તથા ‘યોગરત્નાકર’ ગ્રંથમાં ‘અરોચક-ચિકિત્સા’ માટે દર્શાવેલ ઉપચાર. યવાની ખાંડવચૂર્ણનો પાઠ : (યોગરત્નાકર) : અજમો (યવાની), આંબલી, સૂંઠ, અમ્લવેતસ, દાડમના સૂકા દાણા તથા ખાટાં બોરની (સૂકી ઉપલી) છાલ – આ દરેક દ્રવ્ય 10-10 ગ્રામ લઈ પછી સૂકા ધાણા, સંચળ, જીરું અને તજ – આ દરેક 5-5 ગ્રામ લઈ પછી સૂકી…

વધુ વાંચો >

યશ પાલ (જ. 26 નવેમ્બર 1926, ઝંગ [હાલ પાકિસ્તાનમાં]; અ. 24 જુલાઈ 2017, નોઈડા) : ભારતના ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની. પંજાબ યુનિવર્સિટીમાંથી 1948માં બી.એસસી. અને 1949માં એમ.એસસી. થયા બાદ યશ પાલે 1950માં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR), મુંબઈ ખાતે કૉસ્મિક કિરણો અને ઉચ્ચ-ઊર્જા ભૌતિકી ઉપર સંશોધનકાર્ય શરૂ કર્યું હતું. 1958માં તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની…

વધુ વાંચો >

યશપાલ (જ. 3 ડિસેમ્બર 1903, ફીરોઝપુર; અ. 27 ડિસેમ્બર 1976 ?) : હિંદીના જાણીતા સાહિત્યકાર અને પ્રખર સમાજવાદી ચિંતક. મૂળ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના વતની. પિતા હીરાલાલ વતનમાં એક નાનકડી દુકાન ચલાવતા. માતા પ્રેમદેવી ફીરોઝપુર છાવણીમાં અધ્યાપિકા હતાં. તેઓ આર્યસમાજના અનુયાયી હોવાથી યશપાલનું પ્રાથમિક શિક્ષણ ગુરુકુલ, કાંગડી ખાતે અને માધ્યમિક શિક્ષણ ડી. એ. વી. સ્કૂલ,…

વધુ વાંચો >