યશ:પાલ, કવિ : मोहराजपराजय સંસ્કૃત નાટકના લેખક. ગુજરાતના શંકરભક્ત રાજા કુમારપાલે (ઈ. સ. 1143 –1172) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી ઈ. સ. 1160 (વિ. સં. 1216)માં જૈનધર્મ અંગીકાર કર્યો. ત્યારબાદ થોડાં વર્ષ પછી, કવિ યશ:પાલે આ નાટકની રચના કરી. એ ગુણ-દોષનાં રૂપક-પાત્રો ધરાવતું નાટક છે. આ નાટકમાં કુમારપાલે મોહરાજનો કેવી રીતે પરાજય કર્યો અને કૃપાસુંદરી પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

યશોદા રેડ્ડી, પખાલા (શ્રીમતી) (જ. 8 ઑગસ્ટ 1929, બિજિનાપલ્લી, જિ. મહેબૂબનગર, આંધ્રપ્રદેશ) : તેલુગુનાં વિદુષી. તેઓ ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી તેલુગુમાં અને સંસ્કૃતમાં એમ.એ. અને પીએચ.ડી. થયાં. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી ડી. લિટ્.ની ડિગ્રી પણ મેળવી. ઓસ્માનિયા યુનિવર્સિટીમાં તેલુગુ વિભાગનાં પ્રાધ્યાપિકા તરીકે નિવૃત્તિ પર્યંત કાર્ય કર્યું. 1990–93 દરમિયાન તેમણે રાજભાષાનાં અધ્યક્ષા તરીકે સફળ કામગીરી કરી. વળી આંધ્રપ્રદેશ સાહિત્ય…

વધુ વાંચો >

યશોધર્મન, વિષ્ણુવર્ધન (ઈ. સ.ની છઠ્ઠી સદીનો પૂર્વાર્ધ) : ઉત્તર ભારતનો પરાક્રમી રાજા અને મહાન વિજેતા. હૂણો તથા વાકાટકોનાં આક્રમણોના કારણે તથા ગુપ્તોનો અંકુશ નબળો પડવાથી ઈ. સ.ની છઠ્ઠી સદીમાં માળવા પ્રાંત મુશ્કેલીઓમાંથી પસાર થતો હતો. આ પરિસ્થિતિનો લાભ લઈને યશોધર્મન નામના એક સ્થાનિક રાજાએ પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપી. થોડા સમયમાં તે હૂણોના શાસક મિહિરકુલને પરાજિત…

વધુ વાંચો >

યશોવર્મા (શાસનકાળ : આશરે ઈ. સ. 700–740) : કનોજનો પ્રતાપી રાજા અને મહાન વિજેતા. તેના પૂર્વજો તથા તેનો પૂર્વ ઇતિહાસ જાણવા મળતો નથી; પરંતુ તેના દરબારના પ્રસિદ્ધ રાજકવિ વાક્પતિરાજે પ્રાકૃત ભાષામાં લખેલ ‘ગૌડવહો’ નામના કાવ્યગ્રંથમાંથી તેનું જીવન, શાસન તથા વિજયોની માહિતી પ્રાપ્ત થાય છે. તેમાં કરેલા વર્ણન અનુસાર રાજા યશોવર્મા વર્ષાઋતુના અંતે વિજયયાત્રા કરવા નીકળ્યો.…

વધુ વાંચો >

યશોવિજયજી (જ. આશરે 1619; અ. 1687, ડભોઈ) : જૈન ધર્મ અને તત્વજ્ઞાનના પ્રકાંડ પંડિત સાધુ. કવિ આચાર્ય સિદ્ધસેન દિવાકર, કુંદકુંદાચાર્ય, સમંતભદ્ર, હરિભદ્રસૂરિ, અકલંક, વિદ્યાનંદ અને હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ જૈન વિદ્વાનોની શ્રેણીમાં વિક્રમની સત્તરમી સદીમાં થઈ ગયેલા ઉપાધ્યાય યશોવિજયજીનાં નામ અને કામ યશસ્વી છે. તેઓ જૈન ધર્મ અને દર્શનના પ્રતિભાસંપન્ન વિદ્વાન, પ્રચંડ સત્યશોધક, દાર્શનિક પુરુષ, ષડ્દર્શનવેત્તા,…

વધુ વાંચો >

યસ્ટરડે, ટુડે ઍન્ડ ટુમૉરો : ઇટાલિયન ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964, રંગીન. ભાષા : ઇટાલિયન. નિર્માતા : કાર્લો પૉન્ટી. દિગ્દર્શક : વિટ્ટોરિયો દ સિકા. પટકથા : એડ્વર્ડો દ ફિલિપો, ઇસાબેલા ક્વેરેન્ટોટી, સીઝર ઝાવાટ્ટીની અને બિલ્લા બિલ્લા ઝાનુસો. છબિકલા : ગિસેપ્પી, રોટુન્નો. સંગીત : અર્માન્ડો ટ્રોવાજોલી. કલાનિર્દેશન : એઝિયો ફ્રિગેરિયો. મુખ્ય કલાકારો :  સોફિયા લૉરેન, માર્સેલો માસ્ટ્રોઇયાન્ની,…

વધુ વાંચો >

યહૂદીઓનું તિથિપત્ર : વિક્રમ સંવત મુજબના તિથિપત્ર સાથે સારું એવું સામ્ય ધરાવતું તિથિપત્ર. યહૂદીઓના તિથિપત્ર (calendar) અને વિક્રમ સંવત અનુસારના તિથિપત્ર વચ્ચે સારી એવી સમાનતા છે – બંને પદ્ધતિઓ ચાંદ્ર-સૌર (luni-solar) પ્રકારની છે. ચાંદ્ર-સૌર એટલે જેમાં મહિનાના દિવસો ચંદ્રની કળા અનુસારના હોય અને આવા 12 મહિનાનું એક વર્ષ ગણાય. પરંતુ અમાવાસ્યાથી અમાવાસ્યાનો ગાળો સરેરાશ 29.5…

વધુ વાંચો >

યહૂદી ધર્મ જગતના જાણીતા ધર્મોમાંનો એક ધર્મ. યહૂદી ધર્મનો પાયો ‘તોરાહ’ છે, જેનો અર્થ ‘law’, ‘કાયદો’, ‘નિયમ’ એવો કરવામાં આવે છે; પણ ‘ઉપદેશ’, ‘માર્ગદર્શન’ એ વધારે ઉચિત ગણાય. સંકુચિત અર્થમાં ‘તોરાહ’નો મતલબ સિનાઈ પર્વત પર મોશે (Moses) પયગંબરને ઈશ્વરનો આવિષ્કાર થયો અને તેમને ઉપદેશ મળ્યો, જે મોશેના પાંચ ગ્રંથોમાં સંગૃહીત છે. તે છે આ એક…

વધુ વાંચો >

યંગ ઇન્ડિયા : ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ લોકસંપર્ક માટે ચલાવેલું વિચારપત્ર. શ્રીમતી ઍની બેસન્ટે 1916ના સપ્ટેમ્બરની 1લીએ ચેન્નાઈમાં સ્થાપેલી ઑલ ઇન્ડિયા હોમરુલ લીગ(All India Home Rule League)ની મુંબઈની શાખાના પ્રમુખ અને થિયૉસૉફી સોસાયટીના સભ્ય દ્વારકાદાસ જમનાદાસે એ લીગના મુખપત્ર રૂપે અંગ્રેજી ભાષામાં ‘યંગ ઇન્ડિયા’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. ધ બોમ્બે ક્રૉનિકલ (The Bombay…

વધુ વાંચો >

યંગ, એડ્વર્ડ (જ. 1683, યુફામ, હૅમ્પશાયર, ઇંગ્લૅન્ડ; અ. 5 એપ્રિલ 1765) : અંગ્રેજી કવિ અને નાટ્યકાર. તેમણે ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો અને 1708માં તેઓ ‘ઑલ સોલ્સ, ઑક્સફર્ડ’ના ફેલો બન્યા. તે તેમના ‘ધ કમ્પ્લેઇન્ટ, ઑર, નાઇટ-થૉટ્સ ઑન લાઇફ, ડેથ ઍન્ડ ઇમ્મોર્ટાલિટી’ (1742–1746) નામક દીર્ઘ કાવ્યકૃતિથી ખૂબ જાણીતા બન્યા. તેમની સાવકી દીકરી, જમાઈ અને પત્નીનાં ક્રમશ: ઝડપથી…

વધુ વાંચો >