યથાર્થવાદ (realism) : ઓગણીસમી સદીના મધ્યમાં ફ્રાંસમાં પ્રકટેલ કલાપ્રવાહ. આ કલાપ્રવાહનો પ્રણેતા ચિત્રકાર ગુસ્તાફ કૉર્બે (Gustave Corbet, 1819–1877) સમકાલીન બે મુખ્ય કલાપ્રવાહો – રંગદર્શિતાવાદ (romanticism) અને નવપ્રશિષ્ટતાવાદ-(neoclassicism)થી કંટાળ્યો હતો. રંગદર્શિતાવાદના માનવમનને બહેકાવતી લાગણીઓના સ્વપ્નિલ વિહાર તેમજ નવપ્રશિષ્ટતાવાદમાં અંકિત થતાં ગ્રેકોરોમન વીરનાયકો, નાયિકાઓ અને દેવદેવીઓનાં ચિત્રો અને શિલ્પો નિહાળી-નિહાળીને તે થાક્યો હતો. તે માનતો હતો કે…

વધુ વાંચો >

યદુઓ : ઋગ્વેદના સમયની પ્રસિદ્ધ જાતિ (tribe). પરૂષ્ણી નદીના કાંઠે થયેલ દાશરાજ્ઞ યુદ્ધમાં યદુઓએ ભરતોની વિરુદ્ધ ભાગ લીધો હતો અને તેમાં ત્રિત્સુ પરિવારના ભરતોના રાજા સુદાસનો વિજય થયો હતો. ઋગ્વેદમાં યદુઓનો ઉલ્લેખ અનુઓ, ધૃહ્યુઓ, પુરુઓ તથા તુર્વસુઓ સાથે થયો છે. તેઓ ભરતોની વિરુદ્ધમાં એકબીજાને મદદ કરતા હતા. યદુઓ દક્ષિણ પંજાબમાં વસ્યા હતા. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

યદૃચ્છાવાદ : ભારતીય તત્વજ્ઞાનનો એક મત. જગતના કારણની, વિશ્વવૈચિત્ર્યના કારણની ખોજ કરતાં કેટલાક ભારતીય ચિંતકોએ કર્મવાદના સ્થાને અન્ય વાદોની સ્થાપના કરી. ઉપનિષદોમાં, પાલિ પિટકોમાં અને જૈન આગમોમાં આ વાદોના ઉલ્લેખો છે. આ વાદો છે  કાલવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ, યચ્છાવાદ, ભૂતવાદ અને પુરુષવાદ. શ્વેતાશ્વતરોપનિષદના મંત્રમાં પણ તે ઉલ્લેખાયેલા છે : काल: स्वभावो नियतिर्यदृच्छा भूतानि योनि: पुरुष इति…

વધુ વાંચો >

યમન : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો કલ્યાણ થાટનો પ્રચલિત રાગ. તે ‘યમન’, ‘ઇમન’, ‘કલ્યાણ’ એમ જુદા જુદા નામે ઓળખાય છે. તે એક સંપૂર્ણ રાગ છે, એટલે કે તેના આરોહ તથા અવરોહ બંનેમાં સાતે સ્વરોનો ઉપયોગ થાય છે. તેની વિસ્તારક્ષમતા ઘણી છે અને ત્રણેય સપ્તકમાં યથેચ્છ ગાઈ શકાય છે. આ રાગ રાત્રિના પ્રથમ પ્રહરમાં ગવાય છે. તેમાં…

વધુ વાંચો >

યમી વૈવસ્વતી : ઋગ્વેદ અનુસાર સૂર્યવિવસ્વત્ની પુત્રી. ઋગ્વેદ 10–17–1, 2માં કથા છે, તે મુજબ ત્વષ્ટાએ પોતાની પુત્રી સરણ્યુને વિવસ્વત્ (સૂર્ય) સાથે પરણાવી હતી. તેનાથી વિવસ્વત્ને સંતાનયુગ્મ પ્રાપ્ત થયું : યમ અને યમી. આ રીતે યમી વિવસ્વત્ની પુત્રી હોવાથી યમી વૈવસ્વતી તરીકે પ્રસિદ્ધ થઈ. શ્રીમદભાગવત 6–6–40માં એની માતાનું નામ ‘સંજ્ઞા’ આપ્યું છે. યમી ઋષિકા હતી, મંત્રદર્શિની…

વધુ વાંચો >

યમુના (નદી) : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલી ઉત્તર ભારતની અગત્યની પ્રસિદ્ધ નદી. તે ‘જમુના’ નામથી પણ ઓળખાય છે. આ નદી હિમાલયના જમનોત્રી સ્થળેથી નીકળે છે. ત્યાંથી હિમાલયની તળેટીમાં તે દક્ષિણ તરફ વહે છે. તે ઉત્તરપ્રદેશ અને હરિયાણા રાજ્યોની સીમા રચે છે અને ઉત્તર ભારતનાં મેદાનોમાં પ્રવેશે છે. આ વિસ્તારમાં તેનાં જળ પશ્ચિમી અને પૂર્વીય યમુના નહેરોને…

વધુ વાંચો >

યમુનાનગર : હરિયાણા રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 15´ ઉ. અ. અને 77° 15´ પૂ. રે.ની આજુબાજુનો 1,756 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હિમાચલ પ્રદેશ રાજ્ય, પૂર્વ અને અગ્નિ તરફ ઉત્તરાંચલ રાજ્ય, નૈર્ઋત્યમાં કર્નલ અને કુરુક્ષેત્ર જિલ્લા તથા પશ્ચિમ તરફ અંબાલા…

વધુ વાંચો >

યમુનાપર્યટન (1857) : મરાઠીમાં શરૂઆતની કેટલીક નવલકથાઓ પૈકીની બાબા પદ્મનજીકૃત નવલકથા. લેખકે 1854માં ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો, પરંતુ તેમનાં પત્નીએ તેનો અસ્વીકાર કર્યો અને તેમના પર કૉર્ટમાં કેસ દાખલ કર્યો. કૉર્ટના આ ખર્ચને પહોંચી વળવા બાબાએ આ નવલકથા લખી હોવાનું મનાય છે. બાબા હિંદુ સમાજમાં સ્ત્રીઓની – ખાસ કરીને વિધવાઓની – સમસ્યાઓમાં ઘણો રસ ધરાવતા હતા.…

વધુ વાંચો >

યયાતિ (1959) : મરાઠી લેખક વિ. સ. ખાંડેકરની નવલકથા. તેને મળેલા અનેક ઍવૉર્ડોમાં રાજ્ય સરકારનો ઍવૉર્ડ, કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1960) અને જ્ઞાનપીઠ ઍવૉર્ડ (1974) મુખ્ય છે. વિકાસશીલતાના મહાકાવ્ય જેવી આ નવલકથાનું વિષયવસ્તુ રાજા યયાતિની પૌરાણિક કથામાંથી લેવામાં આવ્યું છે. યયાતિ પોતાના પુત્રનું યૌવન મેળવીને શાશ્વત તારુણ્ય ઝંખતો હતો. આ કથામાં ખાંડેકરે કેટલાક ફેરફારો કરી…

વધુ વાંચો >

યયાતિ (Perseus) : આકાશના ઉત્તરી ગોળાર્ધનું એક જાણીતું તારામંડળ. તેનો અધિકાંશ ભાગ આકાશગંગાના પટમાં આવેલો છે; પરિણામે તેની પશ્ચાદભૂમિકામાં અસંખ્ય તારાઓ દેખાય છે. તેનો આકાર ફૂલછોડ જેવો ધારીએ, તો તેની ત્રણ તારાસેરોને છોડની ત્રણ ડાળીઓ માની શકાય. તેની વચલી તારાસેરથી સહેજ ઊંચે નજદીકના વૃષભ તારામંડળમાંનો કૃત્તિકા (Pleiades) નામનો અત્યંત જાણીતો તારાપુંજ આવેલો છે, જેની મદદથી…

વધુ વાંચો >