Posts by Jyotiben
પત્રો
પત્રો : જુઓ, પત્રસાહિત્ય.
વધુ વાંચો >પથરી, પિત્તજ (gall stones)
પથરી, પિત્તજ (gall stones) પિત્તમાર્ગમાં ખાસ કરીને પિત્તાશય(gall bladder)માં બનતી પથરીઓનો રોગ. ખોરાકમાંના ઘી, તેલ અને ચરબીને પચાવવાનું કાર્ય પિત્ત કરે છે. તે યકૃત(liver)માં બને છે અને પિત્તમાર્ગની નળીઓ દ્વારા પિત્તાશયમાં સંગ્રહાય છે તથા સાંદ્રિત (concentrated) થાય છે. જો પિત્તાશયમાંનું પિત્ત (bile) કૉલેસ્ટીરોલ અને કૅલ્શિયમથી અતિસંતૃપ્ત (supersaturated) થાય તો તેઓ અલગ પડીને ઠરે છે. તેઓ…
વધુ વાંચો >પથરી, મૂત્રમાર્ગીય
પથરી, મૂત્રમાર્ગીય : મૂત્રપિંડ, મૂત્રપિંડનલિકા, મૂત્રાશય વગેરેમાં પથરી થવી તે. શરીરમાં બનતી પથરીને શાસ્ત્રીય રીતે અશ્મરી (calculus) કહે છે અને તેનાથી થતા વિકારને અશ્મરિતા (lithiasis) કહે છે. મૂત્રમાર્ગમાં પથરી થવાના વિકારને મૂત્રપિંડી અશ્મરિતા (nephrolithiasis) કહે છે. તેનું ઘણું વ્યાપક પ્રમાણ જોવા મળે છે. યુ.એસ.માં 12 % વસ્તી તેનાથી કોક ને કોક સમયે પીડાય છે. ગુજરાતમાં…
વધુ વાંચો >પથેર પાંચાલી (ચલચિત્ર)
પથેર પાંચાલી (ચલચિત્ર) (1955) : ભારતીય ચલચિત્ર પણ વિશ્વના કોઈ પણ દેશના ચલચિત્રની બરાબરી કરી શકે છે એ પુરવાર કરતું, જબ્બર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલું ચલચિત્ર. આ પ્રથમ ચલચિત્રે જ સત્યજિત રાયને વિશ્વના ટોચના ચિત્રસર્જક પ્રસ્થાપિત કરી દીધા. શ્વેત અને શ્યામ, ભાષા : બંગાળી, નિર્માણસંસ્થા : પશ્ચિમ બંગાળ સરકાર, દિગ્દર્શક-પટકથા : સત્યજિત રાય, કથા :…
વધુ વાંચો >પથેર પાંચાલી (1928) (નવલકથા)
પથેર પાંચાલી (1928) (નવલકથા) : સુપ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર વિભૂતિભૂષણ બંદ્યોપાધ્યાયની વિશ્વવિખ્યાત નવલકથા. એ ‘વિચિત્રા’ સામયિકમાં હપતાવાર છપાઈ હતી. ખરું જોતાં એક જ કથાવસ્તુની નવલકથાત્રયીમાંની આ પ્રથમ નવલકથા છે. એ ત્રણે નવલકથાઓનો સંપુટ ‘અપુત્રયી’ નામે ઓળખાય છે. ‘પથેર પાંચાલી’નું પ્રથમ પ્રકાશન 1928માં થયું. તે પછી તો તેની સંખ્યાબંધ આવૃત્તિઓ છપાઈ. આ નવલકથાનો કિશોરો માટેનો સંક્ષેપ પણ…
વધુ વાંચો >પથ્યાદિ ક્વાથ
પથ્યાદિ ક્વાથ : આંખ, કાન, દાંત વગેરેની પીડામાં, માથા-લમણાંના દુખાવા-આધાશીશીમાં, જીર્ણજ્વર, વિષમજ્વર વગેરેમાં વપરાતી આયુર્વેદિક ઔષધિ. હરડે અને બહેડાંની છાલ, આમળાં, કરિયાતું, હળદર અને લીમડાની ગળો – આ છ ઔષધોને સરખા પ્રમાણમાં લઈ સૂકવી ખાંડણી-દસ્તા વડે અધકચરો ભૂકો તૈયાર કરવામાં આવે છે. આ ભૂકો 20થી 25 ગ્રામ જેટલો લઈ તેમાં સોળગણું પાણી નાખી ઉકાળવામાં આવે…
વધુ વાંચો >પદ
પદ ગુજરાતી સાહિત્યમાં રાગ, ઢાળ, તાલ, પદબંધ અને વિષયવૈવિધ્ય સાથે પ્રાચીન સમયથી પ્રયોજાતો આવેલો એક પદ્યપ્રકાર. તેમાં સંક્ષિપ્ત સઘન કાવ્ય રૂપ, સહજ-સરળ-અભિવ્યક્તિ, ભાવ-વિચારની એકસૂત્રતા, નાટ્યાત્મકતા, સંવાદ-સંબોધન જેવી નિરૂપણરીતિઓ, વર્ણનાત્મકતા, ચિત્રાત્મકતા, ધ્રુવપદ, ધ્રુવપંક્તિ વગેરેનું વૈવિધ્ય, ગેયતાને અનુકૂળ અવનવા પદબંધો જેવાં લક્ષણો ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળતાં હોય છે. ‘પદ’ શબ્દ પહેલાં તમામ પદ્યાત્મક કૃતિઓને સૂચિત કરતો હોય…
વધુ વાંચો >પદમસી, અકબર
પદમસી, અકબર (જ. 12 એપ્રિલ 1928, મુંબઈ; અ. 6 જાન્યુઆરી 2020, કોઈમ્બતુર) : ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ કરી તે પૅરિસ ગયા. ત્યાં તેમણે ચિત્રો અને પ્રદર્શનો કર્યાં. તે મુંબઈમાં રહેતા હતા અને જૂહુ પર તેમનો સ્ટુડિયો હતો. તેમનાં પ્રારંભિક ચિત્રોમાંની માનવ-આકૃતિઓ ભારતના શાસ્ત્રીય શિલ્પવિધાન સાથે સીધું અનુસંધાન ધરાવે છે.…
વધુ વાંચો >પદમસી, અલેક
પદમસી, અલેક (જ. 5 માર્ચ 1931; અ. 17 નવેમ્બર 2018) : ભારતમાં પ્રવૃત્ત અંગ્રેજી રંગભૂમિના તથા વિજ્ઞાપનક્ષેત્રના રાષ્ટ્રીય કક્ષાના અગ્રણી. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી વિજ્ઞાપનક્ષેત્રે ઝંપલાવ્યું. લિન્ટાસ, લંડન ખાતે ફિલ્મ ટૅક્નિકનું પ્રશિક્ષણ મેળવ્યું. 1955-57માં જે. વૉલ્ટર ટૉમ્પસન નામની વિજ્ઞાપન કંપનીના ફિલ્મ્સ-એક્ઝિક્યુટિવ તરીકે, 1969માં લિન્ટાસ લિમિટેડ નામની વિજ્ઞાપન કંપનીના ક્રિયેટિવ કન્ટ્રોલર તરીકે તથા હિન્દુસ્તાન લીવર…
વધુ વાંચો >પદાર્થચિત્ર
પદાર્થચિત્ર : નાની નાની અને નજીવી જણાતી ચીજવસ્તુઓને એકલી કે સમૂહમાં આલેખવાનો એક ખાસ પશ્ચિમી ચિત્રપ્રકાર. પ્રાચીન વિશ્વમાં ગ્રીક અને રોમન કલાઓમાં પદાર્થચિત્રો મળી આવે છે અને તે ક્યારેક મોટાં મોઝેક સ્વરૂપે હોય છે. તે પછી મધ્યયુગની બાઇઝૅન્ટાઇન, રોમનેસ્ક, પ્રારંભિક ખ્રિસ્તી અને ગૉથિક શૈલીની કલાઓમાં પદાર્થચિત્ર લોપ પામ્યું. સોળમી સદીમાં પદાર્થચિત્રની પુન:સ્થાપના કરવામાં ડચ ચિત્રકારોએ…
વધુ વાંચો >