પતીલ (મગનલાલ ભૂધરભાઈ પટેલ) (જ. 8 ઑગસ્ટ 1906, અંકલેશ્વર; અ. 18 માર્ચ 1970, વડોદરા) : ‘ઇક્લેસરી’, ‘ધૂન ધૂન’, ‘જયસેના’, ‘નીલપદ્મ’, ‘યશોબાલા’, ‘સ્નેહનંદન’, ‘સ્નેહનૈયા’ અન્ય ઉપનામો. વતન અંકલેશ્વરમાં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ પૂરું કરી મહેસૂલ તથા કેળવણી ખાતામાં નોકરી કરી. 1946થી 1948 સુધી ‘ગુજરાત’ દૈનિકના સાહિત્યવિભાગનું સંપાદનકાર્ય કર્યું. નર્મદા વિશેનું તેમનું પ્રથમ કાવ્ય ‘પ્રસ્થાન’(1931)માં છપાયું. આત્મલક્ષી ઢબે…

વધુ વાંચો >

પતેતી : પારસી કોમનો અગત્યનો ઉત્સવ. પારસી પંચાંગમાં બાર મહિના અને ત્રીસ દિવસનાં નામો પરમકૃપાળુ પરમેશ્વર – દાદાર અહુરમઝદનાં તથા ઈશ્વરી નૂર ધરાવતા દૂતયઝદોનાં નામ છે. આ ગણતરીએ ત્રણસો સાઠ દિવસ સચવાય, ત્યારે ત્રણસો પાંસઠ દિવસોમાં પાંચ ખૂટે છે. એ કારણે છેલ્લે મહિને પાંચ પવિત્ર ગાથાનાં ધાર્મિક પર્વ ઉમેરાય છે, તેમાંનો છેલ્લો દિવસ તે પતેતીનો.…

વધુ વાંચો >

પત્તાં : પત્તાં અથવા ગંજીફો એ મૂળે ચીન દેશની રમત છે અને બારમી સદીમાં ચલણી નોટોથી આ રમત રમાતી એવા ઉલ્લેખ મળી આવે છે. તે પછી આ રમત વિવિધ સ્વરૂપે ઇટાલી, ફ્રાન્સ, હોલૅન્ડ, બ્રિટન વગેરે દેશોમાં પ્રચલિત બની. ઈરાનમાં સોળમી સદીમાં આ રમત ‘ગંજીફો’ તરીકે ઓળખાતી. અંગ્રેજી શાસન દરમિયાન ભારતમાં આ રમત પ્રચલિત બની. આબાલવૃદ્ધ…

વધુ વાંચો >

પત્રકારત્વ પરંપરાગત વ્યાખ્યા મુજબ સમાચારો એકત્ર કરવા, લખવા, સંપાદિત અને પ્રકાશિત કરવા તેને પત્રકારત્વ ગણાય છે. પત્રકારત્વને ઉતાવળે લખાયેલ સાહિત્ય પણ કહેવાય છે. ઈ. સ.ની પહેલી સદીમાં રોમન સમ્રાટ જૂલિઅસ સીઝરે Acta Diurna (દૈનિક ઘટનાઓ) – હસ્તલિખિત સમાચાર બુલેટિનો રોજેરોજ ચોક્કસ સ્થળોએ લગાડવાના આદેશો આપી પત્રકારત્વનો પ્રારંભ કર્યો તે પછી તે ક્રમશ: મુદ્રિત, શ્રાવ્ય અને…

વધુ વાંચો >

પત્રબંધ–રચના (foliated structure) : ખડકોમાં જોવા મળતી પત્રવત્ કે પર્ણવત્ ખનિજીય ગોઠવણી. કોઈ પણ ખડકના બંધારણમાં રહેલાં ખનિજો જ્યારે અન્યોન્ય સમાંતર પડસ્થિતિમાં સંકેન્દ્રિત થયેલાં હોય ત્યારે ઉદ્ભવતી ગોઠવણીને પત્રબંધ(પર્ણવત્) રચના કહેવાય. ખડકોમાં જોવા મળતી પ્રવાહરચના, ફાટ-સંભેદ, સ્લેટ-સંભેદ અને શિસ્ટોઝ સંરચના પત્રબંધ-રચનાના જ પ્રકાર ગણાય. ખડકો જ્યારે દાબનાં પ્રતિબળોની અસર હેઠળ આવે ત્યારે તેમના બંધારણમાં રહેલાં…

વધુ વાંચો >

પત્રબંધી (foliation) : ખડકોનો પાતળાં સમાંતર પડોમાં વિભાજિત થઈ શકવાનો ગુણધર્મ. કેટલાક ખડકો ઓછાંવત્તાં સમાંતર પડોમાં વિભાજિત થઈ શકવાનું લક્ષણ ધરાવતા હોય છે. કેટલાક ખડકોમાં આ લક્ષણ તેમની ઉત્પત્તિ વખતે જ તૈયાર થયેલું હોય છે, તેને પ્રાથમિક પત્રબંધી (primary foliation) કહે છે; જેમ કે, અંત:કૃત ખડકોના અંતર્ભેદન દરમિયાન સ્નિગ્ધ મૅગ્માપ્રવાહ જો વેગથી પસાર થતો હોય…

વધુ વાંચો >

પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ : શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જ્યારે શિક્ષણનું માધ્યમ પત્રવ્યવહાર બને ત્યારે પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ થયું એમ કહેવાય. ઉદ્ભવ : સામાન્યત: વિધિવત્ શિક્ષણ-સંસ્થાઓમાં શિક્ષણ આપવાની પ્રથા સમાજમાં પ્રચલિત હતી; પરંતુ જ્ઞાનવિસ્ફોટના આ યુગમાં શિક્ષણ માટેની વૃત્તિ અને શિક્ષણનો વ્યાપ વધતાં એક યા બીજા કારણસર સૌ કોઈને માટે આ શિક્ષણ સુલભ ન બની શક્યું.…

વધુ વાંચો >

પત્રસાહિત્ય પત્રસ્વરૂપનું સાહિત્ય. બહુધા તે ગદ્યાત્મક હોય છે. આમાં સાહિત્યિક સભાનતાથી લખાયેલા પત્રો ઉપરાંત સાહિત્યિક સભાનતાથી ન લખાયેલા છતાં એવી ગુણવત્તા ને મૂલ્યવત્તા ધરાવતાં પત્રરૂપ લખાણોનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમમાં પત્રસાહિત્ય અંગે – તેની લખાવટ, તેના પ્રકાર અને મૂલ્યાંકન વગેરે વિશે જૂના સમયથી જિજ્ઞાસા, સભાનતા અને વિચારવિમર્શ થતાં રહ્યાં છે. લૅટિનમાં વાગ્મિતાના આચાર્યોએ પત્રના…

વધુ વાંચો >

પત્રહીન નગ્ન ગાછ (1967) : મૈથિલી કવિ ‘યાત્રી’ (વૈદ્યનાથ મિશ્રા : જ. 1911; અ. 1998)નો કાવ્યસંગ્રહ. ‘યાત્રી’ મૈથિલી સાહિત્યના ગણનાપાત્ર ‘નવકવિ’ છે અને તેમનો અભિગમ પ્રયોગશીલતાનો છે. પ્રયોગશીલતાને તેમણે જે વિકાસ-તબક્કે પહોંચાડી છે ત્યાંથી નવી કવિ-પેઢીએ આગળ પ્રયાણ કર્યું છે. તે આધુનિક કવિ છે, પણ આધુનિકતાવાદી લેશ પણ નથી. તેમનાં કલ્પનો, તેમની કાવ્યબાની  શૈલી પરિપક્વ…

વધુ વાંચો >

પત્રાત્મક નવલકથા (Epistolary Novel) : એક કે તેથી વધુ પાત્રો દ્વારા, પરસ્પરને લખાયેલ પત્રોને આધારે રચાયેલી નવલકથા. સામાન્યત: તેનું સ્વરૂપ પત્રોમાં હોય છે; પરંતુ રોજનીશીમાં કરવામાં આવેલ નોંધ, છાપાની કાપલીઓ અને કેટલાક દસ્તાવેજોને આધારે પણ તે લખાતી હોય છે. હમણાં રેકૉર્ડિંગ્ઝ, રેડિયો, બ્લૉગ્ઝ (blogs) અને ઈ-મેઇલ જેવાં ઇલેક્ટ્રૉનિક મીડિયાનાં સાધનોની મદદથી પણ પત્રાત્મક નવલકથા રચાય…

વધુ વાંચો >