Posts by Jyotiben
પદુકોણ, પ્રકાશ રમેશ
પદુકોણ, પ્રકાશ રમેશ (જ. 10 જૂન 1955, બૅંગાલુરુ) : વિશ્વના ઉત્કૃષ્ટ ખેલાડીઓમાં ગણના પામેલો બૅડમિન્ટનની રમતનો ભારતનો સર્વશ્રેષ્ઠ ખેલાડી. બૅંગાલુરુના માલેશ્વરમની નજીક આવેલા કેનેરા યુનિયન ક્લબના અત્યંત સામાન્ય સિમેન્ટ કૉર્ટ પર રમવાની શરૂઆત કરી. છ વર્ષની વયે પ્રકાશ પદુકોણેએ ખેલવાનો પ્રારંભ કર્યો. 1962ની 22મી સપ્ટેમ્બરે મૈસૂર રાજ્યની સબજુનિયર ચૅમ્પિયનશિપમાં પ્રકાશ ખેલવા આવ્યો ત્યારે સહુને આશ્ચર્ય…
વધુ વાંચો >પદ્મન
પદ્મન : દક્ષિણ ભારતીય સ્થાપત્યમાં પ્રચલિત કમળાકાર ઘાટ. ખાસ કરીને દીવાલના નીચલા થરના ઘાટ કમળની પાંખડીઓના આકારમાં કંડારવામાં આવતા અને તેથી આ થરને પદ્મન કહેવામાં આવતો. કમળ અને તેના ફૂલના બીજકોશનું ભારતીય સ્થાપત્યમાં ઘણું મહત્ત્વ છે અને તેને સર્જન સાથે સાંકળવામાં આવે છે. આથી સ્તંભો, દીવાલના નીચલા થર અથવા પીઠના થરોને કમળની પાંખડીઓના આકારમાં કંડારવાની…
વધુ વાંચો >પદ્મનાભ
પદ્મનાભ (1456માં હયાત) : મધ્યકાલીન ગુજરાતી કવિ. ઇતિહાસનો આધાર લઈને ગુજરાતી ભાષામાં રચાયેલાં કાવ્ય ઓછાં મળે છે. એમાં પણ જૈનેતર કવિઓએ લખેલાં તો થોડાં જ મળે છે. શ્રીધર વ્યાસના ‘રણમલ્લ છંદ’ પછી ગુજરાતી ભાષાના મધ્યકાલીન સ્વરૂપને સંપૂર્ણ રીતે સાચવી રાખતું તેમજ ઇતિહાસની કેટલીક વિગતોને બરોબર નોંધી રાખતું અને સાથોસાથ તત્કાલીન દેશ-કાલ-રીતરિવાજો પર સારો પ્રકાશ પાડતું…
વધુ વાંચો >પદ્મનાભન્, ટી.
પદ્મનાભન્, ટી. (જ. 5 ફેબ્રુઆરી 1931, પલ્લીકુન્નુ, કુન્નુર, કેરળ) : મલયાળમના સાહિત્યકાર. ટૂંકી વાર્તા અને નિબંધનાં સ્વરૂપોમાં તેમનું પ્રદાન. શિક્ષણ મૅંગલોર આર્ટ્સ કૉલેજ તથા મદ્રાસ લૉ કૉલેજમાં. કુન્નુરમાં એક દશકો વકીલાતના વ્યવસાયમાં. ત્યારપછી ઉદ્યોગસંચાલનમાં જોડાયા. કેરળ ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ (ત્રાવણકોર) લિમિટેડમાં ઉપ-મહાપ્રબંધકના પદેથી તેઓ પછી સ્વેચ્છાએ નિવૃત્ત થયા. ‘મખ્ખન સિંહિન્ટે મરણમ્’ (મખ્ખનસિંહનું મોત એમની જાણીતી)…
વધુ વાંચો >પદ્મનાભપુરમ્ મહેલ
પદ્મનાભપુરમ્ મહેલ : તમિળનાડુમાં કેરળની સરહદ પાસે આવેલ ત્રાવણકોરના રાજવીઓનો મહેલ. આ પ્રદેશની સમૃદ્ધ કાષ્ઠ-સ્થાપત્યકલાનો તે ઉત્કૃષ્ટ નમૂનો છે. આ મહેલનું બાંધકામ ક્યારે શરૂ થયું એ વિશે કોઈ પ્રમાણભૂત નોંધ નથી, પણ એમાંની જૂની ઇમારતો 1400થી 1500માં બંધાઈ હોવાનું મનાય છે. કાળક્રમે રાજવંશના જુદા જુદા રાજવીઓ દ્વારા એમાં ઉમેરો થતો રહ્યો જણાય છે. ભગવાન પદ્મનાભન્ના…
વધુ વાંચો >પદ્મપુરાણ
પદ્મપુરાણ : અઢાર પુરાણોમાંનું એક પુરાણ. પુરાણોમાં પદ્મપુરાણ અને સ્કંદપુરાણ ભૌગોલિક દૃષ્ટિએ સવિશેષ મહત્ત્વ ધરાવે છે. પદ્મપુરાણનો ઘણોખરો ભાગ ઈ. સ. 500ની આસપાસ રચાયો છે. ઉત્તરખંડ નામ પ્રમાણે પરવર્તી અંશ છે, જે ઈ. સ. 1600 પછી રચાયેલો મનાય છે. આ પુરાણના 55,000 શ્લોકો મનાય છે, પરંતુ ઉપલબ્ધ પદ્મપુરાણમાં એટલી સંખ્યા મળતી નથી. આ પુરાણના સૃષ્ટિ,…
વધુ વાંચો >પદ્મપ્રભ
પદ્મપ્રભ : જૈન ધર્મના 24 તીર્થંકરોમાંના છઠ્ઠા તીર્થંકર. પૂર્વજન્મમાં તેઓ અપરાજિત નામના મુનિ હતા. કઠોર તપ કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામી ગ્રૈવેયક નામના દેવવિમાનમાં ઉત્પન્ન થયા. દેવનું આયુષ્ય ભોગવીને એ પછી કૌશામ્બી નગરીના રાજા શ્રીધર અને રાણી સુસીમાને ત્યાં પુત્ર તરીકે અવતર્યા. રાણી સુસીમાને 14 મહાસ્વપ્નો એ પહેલાં આવેલાં. માતા સુસીમાનો કમળની શય્યામાં સૂવાનો કોડ દેવોએ…
વધુ વાંચો >પદ્માવત
પદ્માવત (આશરે 1540) : હિંદીના સૂફી કવિ મલિક મુહમ્મદ જાયસીરચિત પ્રેમાખ્યાન. તેને પ્રેમાખ્યાન પરંપરાનું શ્રેષ્ઠ કાવ્ય ગણવામાં આવે છે. તેની સંપૂર્ણ રચના દોહા-ચોપાઈમાં છે. એની શૈલી ફારસીની મસનવી શૈલીને મળતી આવે છે. તેમાં કુલ 657 ખંડ છે. કાવ્યમાં ચિતોડના રાજા રત્નસેન તથા સિંહલની રાજકુમારી પદ્માવતી વચ્ચેનો પ્રેમ, તેમનાં લગ્ન તથા ત્યારપછીના દામ્પત્યજીવનનું ચિત્રણ છે. કથાવસ્તુના…
વધુ વાંચો >પદ્માવતી
પદ્માવતી : તમિળના શરૂઆતના નવલકથાકાર તરીકે સુપ્રસિદ્ધ ડૉ. માધવૈયા(1874-1926)ની જાણીતી સામાજિક નવલકથા. આ કૃતિ ‘પદ્માવતી ચરિતિરમ્’ તરીકે પણ ઓળખાય છે. એમાં તમિળનાડુની તત્કાલીન સામાજિક પરિસ્થિતિનું તથા તે વખતે વ્યાપ્ત ક્રાન્તિની લહરનું અસરકારક નિરૂપણ છે. એમાં નાગમૈયર, એની પત્ની શાલા, ભાઈ ગોપાલન, પદ્માવતી, સાવિત્રી, સીદૈ અમ્માળ, કલ્યાણી ઇત્યાદિ પુરુષ તથા નારી પાત્રો દ્વારા એક પેઢીના રીતરિવાજો,…
વધુ વાંચો >પદ્માવતી (1)
પદ્માવતી (1) (ઈ. સ.ની પ્રથમ સદી) : ગુજરાતના શક રાજા નહપાનની રાણી. દક્ષમિત્રાની માતા અને ઉષવદત્તની સાસુ. ગુજરાતના સૌપ્રથમ સ્વતંત્ર રાજકીય એકમના શાસકો પશ્ચિમી ક્ષત્રપો તરીકે જાણીતા હતા. શક જાતિના આ શાસકોમાં પહેલું કુળ ક્ષહરાત તરીકે ઓળખાતું હતું. આ કુળનો બીજો અને પ્રાય: છેલ્લો રાજા નહપાન હતો. તેણે ઈ. સ. 38થી 78 સુધી સત્તાનાં સૂત્રો…
વધુ વાંચો >