Posts by Jyotiben
પડધરી
પડધરી : રાજકોટ જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. તે ડોંડી નદીના પૂર્વ કિનારે 22° 20´ ઉ. અ. અને 70° 30´ પૂ. રે. પર રાજકોટથી વાયવ્યમાં 25.6 કિમી. દૂર, રાજકોટ-જામનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છે. તે વિરમગામ-ઓખા બ્રૉડગેજ રેલમાર્ગ પરનું મથક પણ છે. આ તાલુકામાં 200 કિમી. લંબાઈના રસ્તા છે. આ તાલુકાની પૂર્વ તરફ રાજકોટ તાલુકો, પશ્ચિમ…
વધુ વાંચો >પડોસી (1941)
પડોસી (1941) : હિન્દી ચલચિત્ર. તે કોમી સદ્ભાવના નમૂનારૂપ છે. શ્વેત અને શ્યામ; ભાષા : હિંદી; નિર્માણવ્યવસ્થા : પ્રભાત ફિલ્મ્સ; દિગ્દર્શક : વી. શાંતારામ; કથા : વિશ્રામ બેડેકર; સંવાદ અને ગીત : સુદર્શન; છબિકલા : વી. અવધૂત; સંગીત : માસ્ટર કૃષ્ણરાવ; મુખ્ય કલાકારો : ગજાનન જાગીરદાર, મઝહરખાન, અનીસખાતૂન, બલવંતસિંહ, કશ્યપ. કલાગુરુ વી. શાંતારામે બનાવેલાં હેતુપૂર્ણ…
વધુ વાંચો >પઢિયાર, અમૃતલાલ સુંદરજી
પઢિયાર, અમૃતલાલ સુંદરજી (જ. 3 એપ્રિલ 1870, ચોરવાડ, જિ. જૂનાગઢ; અ. 2 જુલાઈ 1919, મુંબઈ) : વિચારપ્રધાન ગદ્યના લેખક. માત્ર ગુજરાતી છ ધોરણ સુધીનો અભ્યાસ અને 19 વર્ષની ઉંમરે મુંબઈ આવી નોકરીમાં જોડાયા તે વચ્ચે થોડો થોડો સમય વતન ચોરવાડમાં આવતા રહ્યા, જ્યાં વૈદ્ય તરીકેની કારકિર્દી આરંભી; પણ મુખ્યત્વે એક સમાજસુધારક તરીકે કામ કરતા રહ્યા…
વધુ વાંચો >પણજી
પણજી : ભારતને પશ્ચિમ કિનારે આવેલા ગોવા રાજ્યની રાજધાની, તેનું સૌથી મોટું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 15° 29´ ઉ. અ. અને 73° 50´ પૂ. રે. પર તે માંડોવી નદીના મુખ પર દક્ષિણ કાંઠે વસેલું છે. મુંબઈથી દક્ષિણે તે 360 કિમી. અંતરે આવેલું છે. બંદરના ઉતરાણ સ્થળને ‘પાણ’ કહેવાતું હોવાથી આ શહેરનું નામ ‘પાણજી’…
વધુ વાંચો >પણ લક્ષાંત કોણ ઘેતો
પણ લક્ષાંત કોણ ઘેતો (1890થી 1893) : પ્રસિદ્ધ મરાઠી લેખક હરિનારાયણ આપટે(1860થી 1911)ની નવલકથા. આ કૃતિ મરાઠી સાહિત્યની પહેલી નવલકથા છે, જેમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં, હિન્દુ સ્ત્રી ત્રસ્ત અવસ્થામાં બંદિની હોય એ રીતે જીવતી હતી અને રૂઢિગ્રસ્ત રીતરિવાજો એનું જીવન ઝેર કરી દેતા હતા તે પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્રણ છે. નવલકથાની નાયિકા યમુના છોકરી હોવાથી એને…
વધુ વાંચો >પણિ
પણિ : ઋગ્વેદકાલીન એક જાતિ. આ પ્રજા વેપાર-ધંધાઓ સાથે જોડાયેલી હતી. તેમના માટે આર્યોને આદર ન હતો, કારણ કે પણિઓને વૈદિક કર્મકાંડ, યજ્ઞ વગેરે અનુષ્ઠાન અને વૈદિક દેવતાઓમાં શ્રદ્ધા ન હતી. પરિણામે વેદના ઋષિઓ તેમને ‘અક્રતુ’ અને ‘અયજ્ઞ:’ (યજ્ઞ નહિ કરાવનારા), ‘મૃધવાક્’ (મીઠાબોલા), ग्रथिन् (સંપત્તિ એકઠી કરનારા), ‘અશ્રદ્ધ’ (શ્રદ્ધા વિનાના) તેમજ આર્યપરંપરા-વિરોધી હોવાથી ‘દસ્યુ’ કહેતા…
વધુ વાંચો >પણિકર, (ડૉ.) કે. અય્યપ્પા
પણિકર, (ડૉ.) કે. અય્યપ્પા (જ. 12 સપ્ટેમ્બર 1930, કેરળ; અ. 23 ઑગસ્ટ 2006, તિરુવનંતપુરમ્) : કેરળના સમર્થ કવિ. કવિતા માટે 1975માં તેમને કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ ઉપરાંત કૃષ્ણ મેનન ઍવૉર્ડ પણ મળ્યો હતો. વડાકેલ ઍવૉર્ડ, રાઇટર્સ કોઑપરેટિવ સોસાયટી ઍવૉર્ડ (1978), સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, ભારતીય ભાષા પરિષદ ઍવૉર્ડ (1989), મહાકવિ કુટ્ટનાથ ઍવૉર્ડ (1990); મહાકવિ ઉલતૂર ઍવૉર્ડ…
વધુ વાંચો >પણિક્કર, કે. એમ.
પણિક્કર, કે. એમ. (જ. 3 જૂન 1895, કોવલમ, કેરળ; અ. 10 ડિસેમ્બર 1963, મૈસૂર) : જાણીતા ભારતીય લેખક, કવિ, નવલકથાકાર, નિબંધકાર અને અનુવાદક, ઇતિહાસવેત્તા, કુશળ વહીવટી અધિકારી, મુત્સદ્દી, રાજદૂત અને કેળવણીકાર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કોવલમમાં. તેમના ઉચ્ચશિક્ષણની શરૂઆત ત્રિવેન્દ્રમમાં; પરંતુ પછી 1914માં ઇતિહાસના વધુ અધ્યયન માટે તેઓ ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ ગયા. તે દિવસોમાં સુપ્રસિદ્ધ મલયાળમ…
વધુ વાંચો >પણિક્કર, શંકર
પણિક્કર, શંકર (આશરે ચૌદમી સદીનો ઉત્તરાર્ધ અને પંદરમી સદીનો પૂર્વાર્ધ) : તમિળ કવિ. જે કણ્ણશ કૃતિઓ આજે ઉપલબ્ધ છે, તેમાં શંકર પણિક્કરનું કર્તૃત્વ નોંધપાત્ર છે. તેમની જન્મભૂમિ તિરુવલ્લા તાલુકાનો નિરણમ્ નામનો પ્રદેશ હતો. ‘મણિપ્રવાલમ્’ શૈલી તેમણે અપનાવી હતી. કણ્ણશ કૃતિઓમાં તેમની ‘ભારતમાલા’ મહત્ત્વની કૃતિ છે. તે કેવળ અનુવાદ નથી બલકે ઔચિત્યસભર સારાંશ છે. મહાભારતનો આધાર…
વધુ વાંચો >પણ્ણવણા
પણ્ણવણા : ચોથું ઉપાંગ ગણાતો જૈન-આગમ ગ્રંથ. શ્વેતાંબર જૈનોના આગમ-ગ્રંથોને અંગ અને ઉપાંગ જેવા બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તેમાં પ્રાકૃત ગદ્યમાં રચાયેલા ‘પણ્ણવણા’ને (સં. પ્રજ્ઞાપના : ‘ગોઠવણી’, ‘વિતરણ’) ચોથા ઉપાંગ તરીકે સ્થાન આપ્યું છે. જૈન પરંપરામાં આગમોના અંગ-ઉપાંગ જેવા વિભાગોની પ્રક્રિયા પાછળ પણ પ્રાચીન બ્રાહ્મણ-પરંપરાનું અનુકરણ થયું છે. ‘પ્રજ્ઞાપના’ને કોઈ વાર ‘પ્રજ્ઞાપના-અધ્યયન’ પણ કહેવામાં…
વધુ વાંચો >