Posts by Jyotiben
પણ્યાવર્ત (turnover)
પણ્યાવર્ત (turnover) : ઉદ્યોગ અને વેપાર ધંધામાં માલ અથવા સેવાના વેચાણથી પ્રાપ્ત થયેલી એકત્ર રકમ વકરો. વિક્રય પરથી આવેલો ‘વકરો’ શબ્દ પણ વેચાણનો જ સંકેત કરે છે. મોટેભાગે વાર્ષિક ગાળા માટે ગણતરી કરાય છે. વેપારમાં માલના વેચાણથી જ આવક થાય તેનું પરિમાણ વેપાર, વેચાણ અને આવકના પ્રમાણનો તેમજ લાભની માત્રા વગેરેનો નિર્દેશ કરે છે. શાસનની…
વધુ વાંચો >પતઝડ કી આવાઝ
પતઝડ કી આવાઝ (1965) : ઉર્દૂ લેખિકા કુર્રતુલઐન હૈદર (જ. 1928)ની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. તેમાં કુલ આઠ વાર્તાઓ છે જે પૈકીની ‘હાઉસિંગ સોસાયટી’ને લેખિકાએ લઘુનવલ (novelette) તરીકે ઓળખાવી છે. આ વાર્તાઓની ઘટનાસૃષ્ટિનાં સ્થળો અનેકવિધ છે. એમાં પ્રયાગરાજ, લખનૌ, કાનપુર, દિલ્હી, મુંબઈ, લાહોર, કરાંચી તથા ભારત-પાકિસ્તાનનાં બીજાં કેટલાંક શહેરો અને પરદેશનાં લંડન આદિ છે. એમાં ભારતના…
વધુ વાંચો >પતન-સ્તર
પતન–સ્તર : પર્ણપતન દરમિયાન જીવંત પેશીઓને કોઈ પણ જાતની ઈજા પહોંચાડ્યા સિવાય પ્રકાંડ પરથી પર્ણને છૂટું પાડતું સ્તર. પર્ણપાતી વૃક્ષોમાં પર્ણપતનની ક્રિયા જટિલ હોય છે અને ક્રમશ: થાય છે. સમશીતોષ્ણ પ્રદેશની બહુવર્ષાયુ વનસ્પતિઓમાં શિયાળાની શરૂઆતમાં અને ઉષ્ણપ્રદેશમાં ઉનાળાની શરૂઆતમાં આવર્તક રીતે આ ક્રિયા થાય છે. આ ક્રિયા જે ચોક્કસ પ્રદેશમાં થાય છે તેને છેદન(abscission)પ્રદેશ કે…
વધુ વાંચો >પતરંગો (Bee Eater)
પતરંગો (Bee Eater) : ભારતનું નિવાસી પંખી. તેનું કદ આમ તો લીલી ચકલી જેવું, 17 સેમી.નું ગણાય; પરંતુ એની ઝીણી પાતળી વળેલી ચાંચ અને પૂંછડી સહેજ લાંબી હોવા ઉપરાંત એનાં વચલાં બે પીંછાં લોખંડના કાળા તાર જેવાં હોવાથી તેની પૂરી લંબાઈ લગભગ 22 સેમી. જેટલી થાય છે. તે દેખાવે ગિલ્લી જેવું હોય છે. તેનું વૈજ્ઞાનિક…
વધુ વાંચો >પતંગ
પતંગ : પતંગ ચગાવવાની રમત વિશ્વના ઘણા દેશોમાં લોકરમત તરીકે પ્રચલિત છે. વાંસની સળીમાંથી બનાવેલા કમાન અને ઢઢ્ઢા ઉપર ડાયમંડ (ચોરસ) આકારનો પાતળો કાગળ ચોટાડી તથા નીચે ફૂમતું લગાવી પતંગ બનાવવામાં આવે છે; અને તેને કન્ના બાંધી દોરી વડે ચગાવવામાં આવે છે. પતંગ બનાવવાનો વિચાર તો ઈ. સ. પૂર્વે ચોથા સૈકામાં ગ્રીક વિજ્ઞાની એરોક્રાઇટસને સૂઝ્યો…
વધુ વાંચો >પતંગ-1
પતંગ–1 : વનસ્પતિઓના દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલ સીઝાલ્પિનિયેસી (પૂતિકરંજાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Haematoxylon campachianum Linn., syn. cymsepalum baronial Baker (સં. પતંગ, રક્તકાષ્ઠ, રક્તસાર, પત્રાંગ, રંજન, પટ્ટરંજક; હિં. પતંગ; બકમ, બં. બોક્કાન; બકમ, તે. ગબ્બી, બુક્કપુચેટ્ટુ; ક. પર્તંગા; અં. લૉગ્વૂડ, કૅમ્પીઅચી ટ્રી) છે. વિતરણ : પતંગ મૅક્સિકો (કૅમ્પેચીનો અખાત અને યુકેટેન દ્વીપકલ્પ) અને મધ્ય…
વધુ વાંચો >પતંગ-2 / પત્રાંગ
પતંગ–2 / પત્રાંગ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા સીઝાલ્પિનિયેસી(પૂતિકરંજાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia sappan Linn. (સં. રક્તકાષ્ઠ, પત્રાંગ; પટ્ટરંજક, કુચંદન, પત્રાધ્ય, રક્તસાર, રંજન; હિં. પતંગ; બકમ, બં. બકમ, મ. પતંગ; તા. સપંગ, બારતાંગી; પતુંગમ્; તે. બકમુ, મલા. ચપ્પનં.; સપ્પનમ, ક. પત્તંગ, સપ્પંગે; પર્શિયન બકમ, અ. બગ્ગમ; ઉર્દૂ બકમ, ઉ. બકોમો, ફા. બકમ, અં.…
વધુ વાંચો >પતંજલિ
પતંજલિ (ઈ. સ. પૂર્વે 150) : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં પાણિનિની અષ્ટાધ્યાયી પર વ્યાકરણમહાભાષ્યના લેખક. સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં સૂત્રકાર પાણિનિ, વાર્તિકકાર કાત્યાયન અને ભાષ્યકાર પતંજલિ એ ત્રિપુટી ‘મુનિત્રય’ (ત્રણ મુનિઓ) તરીકે પ્રસિદ્ધ છે; અને આમના દ્વારા સુગ્રથિત વ્યાકરણશાસ્ત્રને ‘ત્રિમુનિવ્યાકરણમ્’ (ત્રણ મુનિઓ દ્વારા નિર્મિત વ્યાકરણ) કહેવાય છે. આ ત્રણેયમાં પણ અંતિમ મુનિ પતંજલિની વાણીને સર્વાધિક પ્રમાણ રૂપે સ્વીકારાય છે.…
વધુ વાંચો >પતિયાલા
પતિયાલા : ભારતની વાયવ્ય દિશાએ પંજાબ રાજ્યના 33 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 38 47´ ઉ. અ.થી 39 41´ ઉ. અ. અને 115 58´ પૂ. રે.થી 116 54´ પૂ. રે.ની આસપાસ આવેલો જિલ્લો. જેની ઉત્તરે ફત્તેહગઢ, સાહિબ અને મોહાલી જિલ્લા, પશ્ચિમે ફત્તેહગઢ, સાહિબ અને સંગરુર જિલ્લા, પૂર્વે હરિયાણા રાજ્યના અંબાલા અને પંચકુલા,…
વધુ વાંચો >પતિયાલા ઘરાના
પતિયાલા ઘરાના : પતિયાલા રિયાસતના દરબારમાં ઉદ્ગમ પામેલા ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વિશિષ્ટ શૈલી માટે આગવું સ્થાન ધરાવતું ઘરાનું. ફતેહઅલી તથા અલીબક્ષ આ ઘરાનાના પ્રણેતા ગણાય છે. આ બેઉનાં નામ ઉપરથી આ ઘરાનું ‘આલિયા-ફત્તુ’ને નામે પણ ઓળખાય છે. કેટલાકનું માનવું છે કે તેમના પિતા બડેમિયાં કાલુખાંએ આ ઘરાનાનો પાયો નાંખ્યો હતો. છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુરશાહ…
વધુ વાંચો >