Posts by Jyotiben
પડખવાણ (exfoliation)
પડખવાણ (exfoliation) : ખડકની બાહ્યસપાટી પરથી પડ છૂટાં પડવાની ક્રિયા. ભૌતિક કે રાસાયણિક પરિબળોની ક્રિયા વાતાવરણમાં ખુલ્લા રહેલા ખડકો પર થાય છે. તે ઉપરાંત દૈનિક તાપમાનના ગાળા દરમિયાન વારાફરતી એ ખડકો ગરમ અને ઠંડા થતા હોય છે. એ કારણોથી ખડકોની બાહ્ય સપાટીમાં જુદા જુદા પ્રમાણમાં પ્રસરણ-સંકોચન થાય છે અને તેથી તે સપાટી ભીંગડાં સ્વરૂપે, પતરીઓ…
વધુ વાંચો >પડગાંવકર, પ્રકાશ દામોદર
પડગાંવકર, પ્રકાશ દામોદર (જ. 1948, મુંબઈ) : વિશિષ્ટ શૈલી ધરાવતા કોંકણી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘હન્વ મોનિસ અશ્વત્થામો’ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પણજી-ગોવામાં શિક્ષણ લીધું હતું. હાલ (2002માં) તેઓ વાસ્કો-ડ-ગામા, ગોવા ખાતે એમ. એમ. ટી. સી. ઑવ્ ઇન્ડિયા લિ.માં કામગીરી કરી રહ્યા છે. તેઓ છેલ્લાં 20 વર્ષથી કાવ્યરચનાઓ…
વધુ વાંચો >પડતર (costing)
પડતર (costing) : ઉત્પાદિત માલ કે સેવાની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા અને પ્રવિધિ. કોઈ પણ વસ્તુ અથવા સેવાના ઉત્પાદન માટે અનેક પ્રકારનાં સાધનો પર ખર્ચ કરવો પડે છે. ઉત્પાદન કરવા માટે થયેલા કુલ ખર્ચને ઉત્પાદિત થયેલા એકમો વડે ભાગવાથી એકમદીઠ અથવા સરેરાશ પડતર કિંમત નક્કી કરી શકાય છે. માલ કે સેવાનું ઉત્પાદન પુલ કે મકાન…
વધુ વાંચો >પડતર-અન્વેષણ (cost-audit)
પડતર–અન્વેષણ (cost-audit) : પડતર-કિંમત નક્કી કરવા માટે રાખવામાં આવેલા હિસાબકિતાબોની સચ્ચાઈની તથા નિશ્ચિત કરેલી યોજનાને અનુરૂપ પડતર-ખર્ચ થયું છે કે કેમ તેની ચકાસણી. નફાનુકસાન અને સરવૈયાનાં પત્રકો કાયદેસરની જરૂરિયાત પ્રમાણે તૈયાર કરેલાં છે કે કેમ અને તે ધંધાકીય ઉપક્રમનું સાચું અને વાજબી ચિત્ર રજૂ કરે છે કે કેમ તેની ચકાસણી કરવા માટે થતી તપાસને નાણાકીય…
વધુ વાંચો >પડતર-કેન્દ્રો (cost-centres)
પડતર–કેન્દ્રો (cost-centres) : કારખાનાના જુદા જુદા ઘટકોમાં થતા ઉત્પાદન-ખર્ચમાંથી જે ઘટકનો ખર્ચ કુલ ઉત્પાદન-ખર્ચમાંથી અલગ તારવી શકાય તેવો ઘટક. ઉત્પાદિત માલ અથવા સેવાનો એકમ નિશ્ચિત કરીને તેની પડતર નક્કી કરાય છે. ઉત્પાદનને ભૌતિક સ્વરૂપે નિરૂપી શકાય તો તેનો એકમ વજન અથવા કદથી નક્કી કરાય છે; દા. ત., એક ટન સિમેન્ટ, એક કિલોલિટર પેટ્રોલ વગેરે. જો…
વધુ વાંચો >પડતર-નિયમન (cost-control)
પડતર–નિયમન (cost-control) : ધંધાકીય એકમનું સુચારુ સંચાલન કરવા માટે વહીવટી અધિકારીઓ દ્વારા કરવામાં આવતું ઉત્પાદનના પડતર-ખર્ચનું નિયમન. સામાન્ય સંજોગોમાં ધંધાકીય એકમનો મૂળભૂત હેતુ મહત્તમ નફો મેળવવાનો હોય છે. નફાની ગણતરીમાં ઉત્પાદનની પડતર કિંમત અગત્યનો ભાગ ભજવે છે. તેથી ધંધાકીય એકમના દરેક વિભાગનું સંકલન કરીને તથા પદ્ધતિસરનાં અસરકારક પગલાં લઈને પડતર-ખર્ચ નિયંત્રિત કરવું અત્યંત જરૂરી હોય…
વધુ વાંચો >પડતર-પત્રક (cost sheet)
પડતર–પત્રક (cost sheet) : ઉત્પાદન-પડતર અથવા વિક્રય-પડતર નક્કી કરવા માટે પડતરના જુદા જુદા ઘટકોની વ્યવસ્થિત નોંધ રાખવાનું પત્રક. ઉત્પાદન અથવા સેવાના વેચાણમાં થતો નફો કે નુકસાન જાણવા માટે તેમના ઉત્પાદનમાં પડતર-કિંમત કેટલી થઈ તે જાણવું જરૂરી છે. તેથી પડતર-કિંમત નક્કી કરવા માટે પડતર-પત્રક તૈયાર કરવામાં આવે છે. આવું નમૂનારૂપ પડતર-પત્રક નીચે મુજબનું હોય છે :…
વધુ વાંચો >પડતર-પદ્ધતિઓ (costing methods)
પડતર-પદ્ધતિઓ (costing methods) : વસ્તુના ઉત્પાદન અથવા સેવાના પુરવઠા માટે થયેલા કુલ ખર્ચને વસ્તુ અથવા સેવાના કુલ એકમો વડે ભાગીને એકમદીઠ પડતર કાઢવાની પદ્ધતિ. પ્રત્યેક ઔદ્યોગિક સંગઠન ઉત્પાદન અથવા સેવાની પડતર વસૂલ કરવા માટે પોતાની પ્રવૃત્તિઓની વિશિષ્ટતા લક્ષમાં રાખીને પોતાની આગવી પડતર-પદ્ધતિ અપનાવે છે. તેમાંની કેટલીક પદ્ધતિઓ નીચે પ્રમાણે છે : (1) કાર્ય પડતર–પદ્ધતિ :…
વધુ વાંચો >પડતર-સંકલ્પનાઓ
પડતર–સંકલ્પનાઓ : ઉત્પાદિત માલ અને સેવાની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા અને પ્રવિધિની વિવિધ દૃષ્ટિકોણથી વિશ્લેષણ કરતી વિભાવનાઓ. પડતર-વિશ્લેષણનો ઉપયોગ દરેક ઉત્પાદન-પ્રવૃત્તિ માટે ખૂબ મહત્ત્વનો છે. આવું વિશ્લેષણ કરવા માટે અને ધંધાકીય નિર્ણયો લેવા માટે પડતર-સંકલ્પનાઓ (cost concepts) શું છે અને નિર્ણયો લેવામાં તે કેવી રીતે ઉપયોગી થઈ શકે તે સમજવું જરૂરી છે. જુદા જુદા પ્રકારની…
વધુ વાંચો >પડદાવેલ (curtain creeper)
પડદાવેલ (curtain creeper) : દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ છે Vernonia elaegnifolia. D. C. આ વેલ સારી એવી ઝડપથી વધે છે. એની મુખ્ય ડાળીઓ જમીનને સમાંતર આડી લંબાવવામાં આવે તો એમાંથી પડદાની ઝાલરની માફક નાની નાની અસંખ્ય ડાળીઓ લટકે છે. એને સમયાંતરે કાપતા રહેતાં ગીચ પડદા જેવું થઈ જાય છે. તેથી તેને…
વધુ વાંચો >