Posts by Jyotiben
પટવર્ધન, વસુંધરા
પટવર્ધન, વસુંધરા (જ. 18 એપ્રિલ 1917; અ. 3 સપ્ટેમ્બર 2010, પુણે) : મરાઠી લેખિકા. મરાઠી સાત ધોરણ તથા અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. ઉપરાંત તેમણે મરાઠીમાં ‘સાહિત્ય-વિશારદ’ની પદવી પ્રાપ્ત કરી હતી. બાળવાર્તાસંગ્રહો ઉપરાંત બે નવલકથાઓ ‘પ્રીતીચી હાક’ (1951) અને ‘નેત્રા’ (1967), ત્રણ નાટકો ‘ચારમિનાર’, ‘પુત્રવતી ભવ’ અને ‘હિરકણી’ (1954), અમેરિકાની મુલાકાત પર લખાયેલું પ્રવાસવર્ણન ‘હા….ય’…
વધુ વાંચો >પટવર્ધન, વિનાયકરાવ
પટવર્ધન, વિનાયકરાવ (જ. 22 જુલાઈ 1898, મીરજ; અ. 23 ઑગસ્ટ 1975, પુણે) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. પં. વિષ્ણુ દિગંબર પળુસકરના અગ્રણી શિષ્યોમાં આદરથી તેમનું નામ લેવાય છે. સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમણે સાત વર્ષની ઉંમરથી કાકા કેશવરાવ પટવર્ધન પાસે લીધું. થોડા સમય પછી 1907માં તેઓ પં. વિષ્ણુ દિગંબરના શિષ્ય બન્યા. પં. વિષ્ણુ દિગંબર…
વધુ વાંચો >પટવાઓની હવેલી, જેસલમેર
પટવાઓની હવેલી, જેસલમેર (ઓગણસમી સદી) : રાજસ્થાનમાં આવેલી બેનમૂન આવાસ-ઇમારત. અત્યંત ધનિક વેપારી પટવા ગુમાનચંદ શેઠના પાંચ પુત્રોની આ પાંચ હવેલી 1835થી 1860 દરમિયાન બની હતી. હવેલીઓમાં અત્યારે કોઈ રહેતું નથી. બધા ઓરડામાં લીંપણ હતું. તે પર અત્યારે ધૂળ જામતી રહે છે. રાજ્યના શ્રીમંત વેપારીઓ તથા મંત્રીઓના વિશાળ આવાસોમાં અનન્ય કોતરણીવાળી પટવાની હવેલી અનોખું સ્થાન…
વધુ વાંચો >પટવારી, પ્રભુદાસ બાલુભાઈ
પટવારી, પ્રભુદાસ બાલુભાઈ (જ. 24 જુલાઈ 1909, ધંધૂકા; અ. 20 નવેમ્બર 1985, અમદાવાદ) : ગાંધીવાદી કાર્યકર તથા રાજપુરુષ. પિતા બાલુભાઈ ગોરધનદાસ. માતા મણિબહેન. પત્ની સવિતાબહેન; સંતાનમાં એક પુત્રી. અમદાવાદમાં પ્રીતમનગરમાં નિવાસ. પાછળથી પરિમલ સોસાયટીમાં રહેવા ગયા. ગાંધીજી પ્રત્યે તેમનું આકર્ષણ સ્વાભાવિક હતું, કારણ કે નાની વયથી સત્ય માટે આગ્રહી સ્વભાવના હતા. 1929માં ગુજરાત કૉલેજના આચાર્ય…
વધુ વાંચો >પટેરિયા, રમેશ
પટેરિયા, રમેશ (જ. 1938, જબલપુર અ. 1987) : આધુનિક કળાના શિલ્પી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી તેઓ શિલ્પ વિષયમાં 1966માં સ્નાતક થયા તથા ત્યાંથી જ 1969માં ‘મકરાણા પથ્થરમાં કોતરકામ’ – એ વિષયમાં અનુસ્નાતક થયા. તેમણે દિલ્હીમાં 1969માં અને મુંબઈમાં 1969, ’70, ’71, ’73, ’75 અને ’76માં પોતાનાં શિલ્પોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં. 1967થી…
વધુ વાંચો >પટેલ, અમૃતા
પટેલ, અમૃતા (જ. 13 નવેમ્બર 1943, નવી દિલ્હી) : ભારતના ડેરીક્ષેત્રમાં ‘ઑપરેશન ફ્લડ’ નામથી જાણીતા બનેલા ડેરી વિકાસ-કાર્યક્રમને મૂર્તરૂપ આપનાર કર્મયોગિની તથા નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ(NDDB)નાં ચૅરપર્સન (2005). પિતા હીરુભાઈ (એચ. એમ. પટેલ) વરિષ્ઠ આઇ.સી.એસ. અધિકારી હોવા ઉપરાંત આઝાદી પછી કેન્દ્રના નાણાખાતામાં પ્રિન્સિપલ ફાઇનાન્સ સેક્રેટરી અને નિવૃત્તિ બાદ મોરારજી દેસાઈના મંત્રીમંડળમાં શરૂઆતમાં નાણાપ્રધાન તથા ત્યાર…
વધુ વાંચો >પટેલ, અંબાલાલ મૂળજીભાઈ (દાદા ભગવાન)
પટેલ, અંબાલાલ મૂળજીભાઈ (દાદા ભગવાન) (જ. 7 નવેમ્બર 1907, તરસાળી; અ. 2 જાન્યુઆરી 1988, વડોદરા) : ગુજરાતના એક આત્મધર્મી સંત. ‘દાદા ભગવાન’ તરીકે જાણીતા થયેલા આ સંતનું વતન ભાદરણ. માતાનું નામ ઝવેરબહેન. નાનપણથી જ અત્યંત વિચક્ષણ અને પરોપકારી હોવાથી સંતોની નિષ્ઠાપૂર્વક સેવા કરતા. શાળામાં નાનામાં નાની રકમ અને સર્વમાં અવિભાજ્ય રૂપે રહેલી રકમ શોધવાના લઘુતમ…
વધુ વાંચો >પટેલ, આઈ. જી.
પટેલ, આઈ. જી. (જ. 11 નવેમ્બર 1924, સુણાવ; અ. 17 જુલાઈ 2005, ન્યૂયૉર્કસિટી, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, કેન્દ્રીય નાણામંત્રાલયના ભૂતપૂર્વ સચિવ, રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર તથા વિશ્વવિખ્યાત લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સના ભૂતપૂર્વ ડિરેક્ટર. આખું નામ ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઈ પટેલ. માતાનું નામ કાશીબહેન. વડોદરા કૉલેજમાંથી 1944માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવ્યા પછી 1946માં…
વધુ વાંચો >પટેલ, આનંદીબહેન
પટેલ, આનંદીબહેન (જ. 21 નવેમ્બર 1941, ખરોડ, વિજાપુર તાલુકો, મહેસાણા જિલ્લો) : ગુજરાત રાજ્યનાં 15માં મુખ્યમંત્રી અને રાજ્યનાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી, તેમનો કાર્યકાળ 22 મે, 2014થી 7 ઑગસ્ટ, 2016નો રહ્યો. તેમણે એમ.એસસી. સુધીનો અભ્યાસ કર્યો અને સુવર્ણચંદ્રક મેળવ્યો. ત્યાર પછી એમ.ઍડ.ની પદવી પ્રાપ્ત કરી. ખેડૂત કુટુંબની કન્યા તરીકે અભ્યાસ માટે પરિશ્રમભરી જીવનરીતિથી તેમનું ઘડતર થયું.…
વધુ વાંચો >પટેલ, ઈશ્વરભાઈ ચતુરભાઈ
પટેલ, ઈશ્વરભાઈ ચતુરભાઈ (જ. 1 ઑગસ્ટ 1927, લાડોલ, ઉત્તર ગુજરાત) : ગુજરાતના ખ્યાતનામ કૃષિવિજ્ઞાનવિદ. મુંબઈ યુનિવર્સિટીમાંથી કૃષિ-સ્નાતક થયા બાદ તેઓ 1951માં ગુજરાત સરકારના કૃષિવિભાગમાં જોડાયા. દરમિયાન અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી એક્સટેન્શન એજ્યુકેશન કાર્યક્રમ હેઠળ અનુસ્નાતક અને ડૉક્ટરેટની પદવી મેળવી. ગુજરાતમાં તેમણે સતત 35 વર્ષ કૃષિક્ષેત્રે સેવાઓ આપી અને 1976થી 86 દરમિયાન ગુજરાત કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ…
વધુ વાંચો >