પટેલ, ઈશ્વરભાઈ જીવરામભાઈ (જ. 30 સપ્ટેમ્બર 1934, ઊંઝા; અ. 26 ડિસેમ્બર 2010, અમદાવાદ) : સમાજસેવાક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગાંધીવાદી રચનાત્મક કાર્યકર. માતાનું નામ મેનાબહેન. ખેડૂત પરિવારમાં જન્મ. શરૂઆતનું શિક્ષણ ઊંઝા ખાતે. ત્યાંની માધ્યમિક શાળાના વિદ્યાર્થી તરીકે મૅટ્રિકની પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવ્યો. ત્યારબાદ સમાજશાસ્ત્ર મુખ્ય વિષય સાથે એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે ગુજરાત યુનિવર્સિટીની વિનયનની સ્નાતક પદવી પ્રાપ્ત…

વધુ વાંચો >

પટેલ, ઈશ્વરભાઈ જેઠાભાઈ (જ. 2 નવેમ્બર 1924, પીજ, નડિયાદ; અ. 10 નવેમ્બર 1989, અમદાવાદ) : ગુજરાતી કેળવણીકાર તથા લેખક. પિતા જેઠાભાઈ દલાભાઈ પટેલ. માતા રૂપબા. લેઉવા પાટીદાર જ્ઞાતિમાં જન્મ. એમ.એ. બી.ટી. પદવીઓ પ્રાપ્ત કરી અમેરિકા ગયા. ત્યાં ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં શૈક્ષણિક સંચાલનનું વિશેષ પ્રશિક્ષણ લીધું. 1937માં આણંદની દા. ન. હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષક તરીકે જોડાયા. 1942માં…

વધુ વાંચો >

પટેલ, ઊર્મિલાબહેન ચીમનભાઈ (જ. 5 માર્ચ 1932, વડોદરા; અ. 21 એપ્રિલ 2016, અમદાવાદ) : ગુજરાતનાં જાણીતાં સામાજિક કાર્યકર, કેન્દ્રીય મંત્રીમંડળનાં ભૂતપૂર્વ સભ્ય તથા રાજ્યસભાનાં સભ્ય. પિતા પ્રેમાનંદ વ્યવસાયે ડૉક્ટર. માતાનું નામ નર્મદાબહેન. પ્રાથમિક શિક્ષણ વીસનગર તથા મહેસાણા ખાતે અને માધ્યમિક શિક્ષણ ટી. જે. હાઈસ્કૂલ, વડોદરામાં લીધું. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે જી.એ.ની પરીક્ષા પાસ કર્યા…

વધુ વાંચો >

પટેલ, એચ. એમ. (જ. 27 ઑગસ્ટ 1904, મુંબઈ; અ. 30 નવેમ્બર 1993, વલ્લભવિદ્યાનગર) : દક્ષ વહીવટકર્તા, સમાજસેવક અને રાજકીય નેતા. તેમનું આખું નામ હીરુભાઈ મૂળજીભાઈ પટેલ. વતન ખેડા જિલ્લામાં ધર્મજ. પિતા મૂળજીભાઈ પ્રાથમિક શાળાના શિક્ષક અને પછી મુંબઈમાં એસ્ટેટ બ્રોકર. કાકા ભૂલાભાઈએ વિદ્યાવ્યાસંગના સંસ્કાર આપ્યા. ગુજરાતના પ્રસિદ્ધ શિક્ષક કરુણાશંકર માસ્તરથી પ્રભાવિત. માધ્યમિક શિક્ષણ મુંબઈની સેંટ…

વધુ વાંચો >

પટેલ, કરશનભાઈ ખોડીદાસ (જ. 7 જાન્યુઆરી 1944, રૂપપુર, જિ. પાટણ) : માર્કેટિંગના ક્ષેત્રે અસાધારણ સૂઝ ધરાવનાર, કાબેલ વહીવટદાર તેમજ સાહસિક ઉદ્યોગપતિ. ખેડૂત પરિવારમાં જન્મ. માતા જેઠીબહેન. શાન્તાબહેન સાથે લગ્ન, 1956માં. પ્રાથમિક શિક્ષણ વતનમાં, માધ્યમિક શિક્ષણ ચાણસ્મામાં અને સાયન્સ ગ્રૅજ્યુએશન (બી. એસસી.) સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અમદાવાદમાં કર્યું. ગુજરાત સરકારના જિયૉલૉજી અને માઇનિંગ ખાતામાં લૅબોરેટરી આસિસ્ટંટ તરીકે…

વધુ વાંચો >

પટેલ, કાનજીભાઈ (જ. 31 જુલાઈ 1932, બાલીસણા, તા. પાટણ; અ. અમદાવાદ) : પ્રાકૃત-પાલિના પ્રાધ્યાપક. માતા ક્ષેમીબહેન અને પિતા મંછારામ. ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો. શ્રી કાનજીભાઈનું પ્રાથમિક કક્ષાનું અધ્યયન બાલીસણામાં અને માધ્યમિક કક્ષાનું અધ્યયન બાલીસણા અને પાટણમાં થયું. 1959માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અધ્યયન કરી ગુજરાત યુનિવર્સિટીની બી.એ.ની પદવી 1961માં પ્રાપ્ત કરી. તેમના અધ્યયનના…

વધુ વાંચો >

પટેલ, કાંતિભાઈ બળદેવભાઈ (જ. 1 જુલાઈ 1925, બૉર્નિયો, ઇન્ડોનેશિયા; અ. 8 જાન્યુઆરી 2019, અમદાવાદ) : ગુજરાતના પ્રતિભાસંપન્ન શિલ્પી. પિતાના દાક્તરી વ્યવસાય નિમિત્તે બાળપણ બૉર્નિયોમાં વિતાવ્યું. પ્રાથમિક શિક્ષણ વતન સોજિત્રામાં અને માધ્યમિક શિક્ષણ ગાંધીજી-સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં. ત્યાં દત્તા મહા પાસે શિલ્પશિક્ષણનો પ્રારંભ કર્યો. 1942ની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. તેમના કાર્યક્ષેત્રરૂપ સૂરત જિલ્લામાં બારડોલી કોર્ટનું પિકેટિંગ કરતાં છ…

વધુ વાંચો >

પટેલ, કેશુભાઈ (જ. 24 જુલાઈ 1930, રાજકોટ; અ. 29 ઑક્ટોબર 2020, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી રાજપુરુષ તથા રાજ્યના પૂર્વમુખ્યમંત્રી. કિસાન-પરિવારમાં જન્મ. પિતાનું નામ સવદાસભાઈ. માતાનું નામ પૂતળીબાઈ. રાજકોટ ખાતે અંગ્રેજી ધો. 9 સુધીનો અભ્યાસ. ઔપચારિક ભણતર ઓછું હોવા છતાં સમાજસેવા પ્રત્યેની કટિબદ્ધતાને લીધે નેતૃત્વના ગુણો સંપાદન કરી શક્યા. જાહેર જીવનની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અદના સ્વયંસેવક…

વધુ વાંચો >

પટેલ, ગોપાળદાસ જીવાભાઈ, ‘વાચક’ (જ. 28 એપ્રિલ 1905, કરમસદ, જિ. ખેડા; અ. 2 જુલાઈ 1996) : ગુજરાતી લેખક. ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક (વિનીત) અને આર્યવિદ્યાવિશારદ થયા બાદ મગનભાઈ દેસાઈની સાથે તે જ સંસ્થાના કાર્યમાં જોડાઈ ગયા. પ્રથમ પુરાતત્ત્વમંદિરના અને ત્યારપછી ગ્રંથાલય સમિતિના મંત્રી તરીકે સેવા આપી. ગાંધીજીના તેઓ સાચા સિપાઈ હતા. બધી લડતોમાં સક્રિય ભાગ લઈને…

વધુ વાંચો >

પટેલ, ચંદુલાલ બહેચરલાલ (જ. 5 ઑગસ્ટ 1889, શિહોર; અ. 28 નવેમ્બર 1964, ગોંડલ) : સમર્થ કોશકાર. પિતા બ્રહ્મનિષ્ઠ રાષ્ટ્રકવિ. તેઓ ‘વિહારી’ તરીકે પ્રસિદ્ધ હતા. માતા મણિબાઈ પણ સંસ્કારી. પ્રાથમિક શિક્ષણ ભાયાવદરમાં, માધ્યમિક શિક્ષણ ગોંડલમાં અને ઉચ્ચશિક્ષણ ભાવનગરની શામળદાસ કૉલેજમાં લીધું. આ સમયગાળામાં તેઓ હિંમતલાલ અંજારિયા, લલિત, કાન્ત, ભિક્ષુ અખંડાનંદ, મોતીભાઈ અમીન વગેરે મહાનુભાવોના સંપર્કમાં આવ્યા.…

વધુ વાંચો >