Posts by Jyotiben
પગવોશ કૉન્ફરન્સીઝ ઑન સાયન્સ ઍન્ડ વર્લ્ડ અફેર્સ
પગવોશ કૉન્ફરન્સીઝ ઑન સાયન્સ ઍન્ડ વર્લ્ડ અફેર્સ (Pugwash Conferences on Science and World Affairs) : 1995માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર સંસ્થા. 1955માં રસેલ-આઇન્સ્ટાઇન દ્વારા પરમાણુ-નિ:શસ્ત્રીકરણ અંગે જાહેરનામું બહાર આવ્યા પછી 1957માં બર્ટ્રાન્ડ રસેલ અને જૉસેફ રોટબ્લાટ દ્વારા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પરમાણુ-નિ:શસ્ત્રીકરણ અંગે સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાને તેના સ્થાપક- સભ્ય જૉસેફ રોટબ્લાટ સાથે સંયુક્ત રીતે 1995નો શાંતિ…
વધુ વાંચો >પચમઢી (પંચમઢી)
પચમઢી (પંચમઢી) : મધ્યપ્રદેશનું જાણીતું ગિરિમથક, આરોગ્યધામ તથા રાજ્યનું ઉનાળુ પાટનગર. ભૌ. સ્થાન : 22° 30´ ઉ.અ. અને 78° 30´ પૂ.રે. તે રાજ્યના હોશંગાબાદ જિલ્લાના સોહાગપુર તાલુકામાં સાતપુડા પર્વતશ્રેણીમાં આવેલું છે. આશરે 60 ચોકિમી.માં વિસ્તરેલું, આરોગ્યધામ તરીકે વિકસેલું આ ગિરિમથક સમુદ્રસપાટીથી 1067 મીટર ઊંચાઈ પર વસેલું છે. ભૂપૃષ્ઠના ઊંચાણ-નીચાણની વિવિધતા ધરાવતું પંચમઢી સાતપુડાની ટેકરીઓથી બનેલા…
વધુ વાંચો >પચરંગિયો
પચરંગિયો : વનસ્પતિના પાનમાં વિષાણુપ્રવેશ થતાં, તેની નસોની વચ્ચેના ભાગમાં દેખાતા ઘેરા લીલા અને પીળા પટ્ટા કે ધાબાં. સાનુકૂળ વાતાવરણમાં નવા કૂંપળ-પાન પર આક્રમણ થતાં તેનામાં વિકૃતિ આવે છે. પાન નાનું રહે છે. તેનું ફલક જાડું અને સાંકડું તથા લીલી અને પીળી પટ્ટીવાળું થઈ જાય છે. કેટલીક વનસ્પતિમાં પાનની ડાળીની આંતરગાંઠ વચ્ચેની જગ્યા ઓછી થતાં…
વધુ વાંચો >પચૌરી, રાજેન્દ્ર
પચૌરી, રાજેન્દ્ર (જ. 20 ઑગસ્ટ 1940, નૈનિતાલ) : પર્યાવરણવિદ અને 2007માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર સંસ્થા આઇ.પી.સી.સી.ના અધ્યક્ષ. વર્ષ 2007નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અમેરિકાના પૂર્વઉપપ્રમુખ આલ્બર્ટ ગોર અને પર્યાવરણસંસ્થા ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ(આઇ.પી.સી.સી.)ને સંયુક્ત રીતે એનાયત થયો છે. આ સંસ્થાના વડા ડૉ. રાજેન્દ્રકુમાર પચૌરી ભારતીય છે. તેમણે પર્યાવરણક્ષેત્રે ધીમી પણ એકધારી અને…
વધુ વાંચો >પજવાણી, રામ પ્રતાપરાય
પજવાણી, રામ પ્રતાપરાય (જ. 20 નવેમ્બર 1911, લાડકાણા, સિંધ; અ. 31 માર્ચ 1987, મુંબઈ) : સિંધીના કવિ-લેખક, નાટકકાર, અભિનેતા, ગાયક અને સ્વાતંત્ર્ય-સૈનિક. મૅટ્રિક સુધીના અભ્યાસ દરમિયાન તેમને રાષ્ટ્રીય કવિ કિશનચંદ ‘બેવસ’ અને હુન્દરાજ દુખાયલના સંપર્કથી રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા મળી. કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાં અભ્યાસ દરમિયાન વિશાળ ફલક મળતાં તેમણે ગાંધીવાદી વિચારનાં કાવ્યો અને લોકગીતો…
વધુ વાંચો >પટણા
પટણા : બિહાર રાજ્યના 38 જિલ્લાઓમાંનો એક જિલ્લો, જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 25 25´ ઉ. અ. અને 85 10´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. જેનો વિસ્તાર 3,202 ચો.કિમી. છે. આ જિલ્લાનો સમાવેશ પટણા વિભાગમાં થાય છે. આ જિલ્લાની પશ્ચિમે શોણ નદી, ઉત્તરે ગંગા નદી, દક્ષિણે જહાનાબાદ અને પૂર્વે બેગુસરાઈ જિલ્લા…
વધુ વાંચો >પટનાયક, અખિલ મોહન
પટનાયક, અખિલ મોહન (જ. 18 ડિસેમ્બર 1927, ખુર્દા, જિ. પુરી, ઓરિસા; અ. 29 નવેમ્બર 1987) : ઊડિયા ભાષાના સાહિત્યકાર. તેમના ટૂંકી વાર્તાના સંગ્રહ ‘ઓ અંધાગલી’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે 1948માં બી.એ.ની અને 1953માં કાયદાની ડિગ્રીઓ મેળવી અને પછી વકીલાતનો વ્યવસાય અપનાવ્યો. તેઓ રાજકીય કાર્યકર પણ હતા અને આઝાદી પછી ઘણી…
વધુ વાંચો >પટનાયક, અનંત
પટનાયક, અનંત (જ. 12 જૂન 1914, છબ્નબત્તા, જિ. પુરી; અ. 1987) : ઊડિયા ભાષાના નામી કવિ. તેમના ‘અવાંતર’ નામના કાવ્યસંગ્રહને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. જીવનની શરૂઆતમાં જ અસહકારના આંદોલનમાં જોડાયા હોવાથી તેમનું વિધિસર શિક્ષણ અટવાઈ ગયું હતું; જોકે પાછળથી તેમણે કટકની રેવનશો કૉલેજમાંથી કાયદાની સ્નાતક ડિગ્રી મેળવી હતી. આઝાદીની લડત દરમિયાન…
વધુ વાંચો >પટનાયક, વસન્તકુમારી
પટનાયક, વસન્તકુમારી (જ. 1923, કટક) : ઊડિયા લેખિકા. ઉત્કલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એ. (પ્રથમ વર્ગમાં). 1951માં તેમની ટૂંકી વાર્તાઓનો પ્રથમ સંગ્રહ પ્રકાશિત. તેમની નવલકથા ‘અમડા બાટ’(1951)-એ તેમને સાહિત્યક્ષેત્રે પ્રતિષ્ઠિત કર્યાં. એ કથા પરથી ફિલ્મ પણ બની છે. 1956માં એમનો કાવ્યસંગ્રહ ‘ચિતાનલ’ પ્રગટ થયો. તેમની પાસેથી 1958માં ‘પાતાલ ઢેઉ’ તથા 1959માં ‘જીવનચિહ્ન’ – એ બે વાર્તાસંગ્રહો…
વધુ વાંચો >પટવર્ધન, અચ્યુત સીતારામ
પટવર્ધન, અચ્યુત સીતારામ (જ. 5 ફેબ્રુઆરી 1905, અહમદનગર; અ. 5 ઑગસ્ટ 1992, વારાણસી) : સ્વતંત્રતાસેનાની, સમાજવાદી નેતા અને અગ્રણી ચિંતક. પિતા હરિ કેશવ પટવર્ધન અહમદનગર ખાતે વકીલ હતા. તેમના છ પુત્રોમાં અચ્યુત બીજા ક્રમે હતા. અચ્યુત જ્યારે ચાર વર્ષના હતા ત્યારે નિવૃત્ત નાયબ શિક્ષણાધિકારી સીતારામ પટવર્ધને તેમને દત્તક લીધા. અચ્યુતનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અહમદનગર…
વધુ વાંચો >