ન્યૂમોકોકસ : મનુષ્યમાં મુખ્યત્વે ગળા અને શ્વાસનળીના ન્યુમોનિયા તેમ જ ફેફસાના લોબર ન્યુમોનિયા રોગ ઉત્પન્ન કરતો જીવાણુ. વૈજ્ઞાનિક નામ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિ. પહેલાં આ જીવાણુ ડિપ્લોકોકસ ન્યુમોનિ તરીકે જાણીતો હતો. આ જીવાણુની શોધ 1881માં પાશ્ચર અને સ્ટનબર્ગે કરી. લૅક્ટોબૅસિલેસી કુળની સ્ટ્રેપ્ટોકોક્સ પ્રજાતિનો આ જીવાણુ ગ્રામધની(gram positive) ગ્રામ પૉઝિટિવ હોય છે. તેનો આકાર ગોળ અને બેની જોડમાં…

વધુ વાંચો >

ન્યૂયૉર્ક (રાજ્ય) : આટલાન્ટિક મહાસાગરના પશ્ચિમ કિનારા પર આવેલું યુ.એસ.નું સંલગ્ન રાજ્ય. તે દેશના પૂર્વ કિનારા પર 40° 40´ થી 45° 0´ ઉ. અ. અને 73° 30´થી 79° 0´ પ. રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ આશરે 1,41,300 ચોકિમી. જેટલું છે, તે પૈકી ભૂમિવિસ્તાર 1,22,310 ચોકિમી. છે. વિસ્તારની દૃષ્ટિએ યુ.એસ.નાં સંલગ્ન રાજ્યોમાં તેનો ક્રમ…

વધુ વાંચો >

ન્યૂયૉર્ક (શહેર) : યુનાઇટેડ સ્ટેટ્સનું મોટામાં મોટું શહેર. દુનિયાનાં દસ મોટાં મહાનગરો પૈકી છઠ્ઠા ક્રમે આવતું મહાનગર તથા ધીકતું બંદર. તે ન્યૂયૉર્ક રાજ્યની દક્ષિણે વિસ્તરેલા ભૂમિભાગમાં અગ્નિ છેડે હડસન નદીના મુખ પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 40° 43´ ઉ. અ. અને 74° 01´ પ. રે.. આ સ્થળે જ હડસન નદી આટલાન્ટિક મહાસાગરને મળે છે.…

વધુ વાંચો >

ન્યૂયૉર્ક ટાઇમ્સ : અમેરિકાના ન્યૂયૉર્કથી પ્રસિદ્ધ થતું દૈનિક વર્તમાનપત્ર. વિશ્વનાં મહાન વર્તમાનપત્રોમાં તેની ગણના થાય છે. શરૂઆત 1851ના સપ્ટેમ્બરની 18મીએ થઈ. એ વખતે એનું નામ ‘ન્યૂયૉર્ક ડેઇલી ટાઇમ્સ’ હતું. હેન્રી જે. રેમન્ડ અને જ્યૉર્જ જોન્સ તેના પ્રકાશકો હતા. એ વખતે અમેરિકામાં જે અખબારો પ્રગટ થતાં હતાં તે ‘પેની પ્રેસ’ તરીકે ઓળખાતાં હતાં. એની કિંમત ખૂબ…

વધુ વાંચો >

ન્યૂ સાઉથ વેલ્સ : ઑસ્ટ્રેલિયા ખંડનાં છ રાજ્યો પૈકી અગ્નિખૂણે આવેલું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય. તે 28° 10´ દ. અ.થી 37° 30´ દ. અ. અને 141° 0´ પૂ. રે.થી 153° 30´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તરે ક્વીન્સલૅન્ડ, પૂર્વે પૅસિફિક મહાસાગર, દક્ષિણે વિક્ટોરિયા રાજ્ય અને પશ્ચિમે દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્ય આવેલાં છે. તેનું ક્ષેત્રફળ…

વધુ વાંચો >

ન્યૂ હૅમ્પશાયર : યુનાઇટેડ સ્ટેટ્સના ઈશાન ખૂણામાં આવેલું રાજ્ય. ન્યૂ ઇંગ્લૅન્ડ પ્રદેશમાં આવેલું છ રાજ્યો પૈકીનું આ રાજ્ય તેના અપ્રતિમ કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. આ પ્રદેશમાં ગ્રૅનાઇટના ખડકો પુષ્કળ પ્રમાણમાં મળતા હોવાથી તે ‘ગ્રૅનાઇટ રાજ્ય’ તરીકે પણ ઓળખાય છે. ઇંગ્લૅન્ડના મૂળ હૅમ્પશાયર પરગણાના કૅપ્ટન જૉન મેસને 1622માં  આ નામ આપેલું હોવાથી તે આ રાજ્યનો…

વધુ વાંચો >

ન્યેરેરે, જુલિયસ કે. (જ. 13 એપ્રિલ 1922, બુટિયામા, ટાન્ઝાનિયા અ. 14 ઑક્ટોબર 1999, લંડન, યુ. કે.) : ટાન્ઝાનિયાની સ્વાધીનતા- ચળવળના પિતા, તે દેશના નિવૃત્ત પ્રમુખ, આફ્રિકાના નિર્ભીક સ્વતંત્ર વિચારક તથા આફ્રિકન સમાજવાદના પ્રણેતા. તેમનો જન્મ વિક્ટોરિયા સરોવરના પૂર્વ કિનારા તરફના બુટિયોના નગરની બાજુના ગામડામાં થયો હતો. પિતા ઝાંકી આદિમ લોકજાતિના એક નાના જૂથના સરદાર હતા.…

વધુ વાંચો >

પઉમચરિઉ (પદ્મચરિત) : અપભ્રંશ ભાષાનું પ્રાચીનતમ ઉપલબ્ધ પૌરાણિક મહાકાવ્ય. રચયિતા મારુતદેવપદ્મિનીપુત્ર અતિકૃશકાય વિરલદન્ત કવિરાજ સ્વંયભૂદેવ, જે વરાડમાંથી કર્ણાટકમાં જઈ વસ્યા લાગે છે. કોઈ ધનંજયની પ્રેરણાથી તેને આશ્રયે 840-920 દરમિયાન તેની રચના થઈ. હસ્તપ્રતો : (1) પુણેની ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ક્રમાંક 1120/1884-87ની, કાગળની, 1464-65માં લખાયેલી; (2) સાંગાનેર(જયપુર)ના ગોદિકામંદિરના જૈન ભંડારની, કાગળની, 1718માં સોંપાયેલી; (3) આમેર(જયપુર)ના…

વધુ વાંચો >

પઉમચરિય (પદ્મચરિત્ર) : જૈન પુરાણસાહિત્યની પ્રાચીનતમ કૃતિ. પ્રાકૃત ભાષાનું આદિકાવ્ય. આ મહાકાવ્ય સર્વપ્રથમ યાકોબીએ 1914માં પ્રકાશિત કરેલું. તે 118 સર્ગોનું છે. તેના રચયિતા છે નાઇલકુલવંશના વિમલસૂરિ. રચના ગ્રંથપ્રશસ્તિ પ્રમાણે વીર સં. 530 = ઈ. સ. 4 કે 64માં થઈ, પરંતુ તે અંગે મતભેદ છે. યાકોબી, જિનવિજયજી, વી. એમ. કુલકર્ણી તેને ત્રીજા સૈકામાં મૂકે છે. તે…

વધુ વાંચો >

પઉમસિરિચરિઉ (પદ્મશ્રીચરિત) : અપભ્રંશ કાવ્ય. રચયિતા પાર્શ્વકવિસુત ધાહિલ કવિ. પાટણના જૈન ગ્રંથભંડારમાં સચવાયેલી હસ્તપ્રત 1135માં લખાયેલી છે અને ધાહિલ પોતાને મહાકવિ માઘનો વંશજ ગણાવે છે. તેથી તે આઠમી સદી પછી અને બારમી સદી પહેલાં થયો હશે. ભારતીય વિદ્યા ભવન તરફથી સિંઘી જૈન ગ્રંથમાળામાં તે 1948માં પ્રકાશિત થયેલું. તેના સંપાદકો હતા મધુસૂદન મોદી તથા હરિવલ્લભ ભાયાણી.…

વધુ વાંચો >