પકવાસા, પૂર્ણિમાબહેન (જ. 1 ઑક્ટોબર 1913, સુરેન્દ્રનગર; અ. 25 એપ્રિલ 2016, ડાંગ) : ગુજરાતના આદિવાસીઓ માટે કામ કરનાર મહિલા સેવિકા અને ઋતંભરા વિશ્વવિદ્યાપીઠનાં આદ્યસ્થાપક. ગાંધીયુગે દેશની મહિલાઓમાં અનન્ય ખુમારી પેદા કરેલી. આવાં એક સેવિકા પૂર્ણિમાબહેન પકવાસા, નિરાડંબરી, નિર્ભીક અને સેવાની લગન ધરાવતાં મહિલા. નાની વયે આઝાદીની લડતનું મનોબળ કેળવી, દારૂબંધી માટે પિકેટિંગ કરતાં. રેંટિયાપ્રવૃત્તિ, સ્વરક્ષણ…

વધુ વાંચો >

પક્સીનિયા : કિટ્ટ અથવા ગેરુ (rust) તરીકે ઓળખાતી રોગજનીય (pathogenic) ફૂગ. તે બેસીડિયોમાયસેટીસ્ વર્ગના યુરેડિનેલીસ ગોત્રમાં આવેલા પક્સીનિયેસી કુળની ફૂગ છે. તે ઘઉં, જવ, ઓટ, રાય, મગફળી, સફરજન, સફેદ ચીડ (white pine)  અને સ્નૅપડ્રૅગન જેવી આર્થિક અગત્યની વનસ્પતિઓ કે પાક ઉપર પરોપજીવન ગુજારે છે અને પાકને ઘણું આર્થિક નુકસાન પહોંચાડે છે. પક્સીનિયાનું જીવનચક્ર : ઘઉં…

વધુ વાંચો >

પક્ષપલટો : સામાન્ય રીતે પ્રત્યક્ષ અથવા પરોક્ષ લાભ માટે એક રાજકીય પક્ષનો ત્યાગ કરી બીજા પક્ષમાં જોડાવું તે. અલબત્ત, રાજકીય પક્ષની ફેરબદલી બે સ્વરૂપની હોઈ શકે : (1) સિદ્ધાંતનિષ્ઠ યા વિધેયાત્મક ફેરબદલી. વ્યક્તિ કોઈ એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલી હોય અને વ્યક્તિના રાજકીય વિચારોમાં પરિવર્તન આવે ત્યારે મૂળ પક્ષમાંથી રાજીનામું આપી તે અન્ય પક્ષમાં જોડાય…

વધુ વાંચો >

પક્ષી સામાન્યપણે ઊડવાની ક્ષમતા ધરાવતું પીંછાંવાળું પૃષ્ઠવંશી પ્રાણી. કીટકો અને ચામાચીડિયાં જેવાં પ્રાણીઓ પણ ઉડ્ડયન કરતાં હોય છે; પરંતુ પીંછાં માત્ર પક્ષીઓને હોય છે. ઉડ્ડયન કરવાની ક્ષમતા ધરાવતાં આ પક્ષીઓ અન્ય પ્રાણીઓ માટે અશક્ય એવી જગ્યાએ પણ જઈ શકે છે. તેથી તેઓ પૃથ્વી પર સર્વત્ર જોવા મળે છે. અતિઉષ્ણ એવા ઉષ્ણકટિબંધ પ્રદેશથી માંડીને ધ્રુવ જેવા…

વધુ વાંચો >

પક્ષીતીર્થ : દક્ષિણ ભારતનું પ્રસિદ્ધ તીર્થસ્થાન. તે તમિળનાડુ રાજ્યના નવેસરથી સ્થપાયેલા (1996) ચેંગાઈ અન્ના જિલ્લામાં આવેલું છે. ચિંગલપુટ-મહાબલિપુરમ્ માર્ગ પર ચિંગલપુટની અગ્નિ દિશામાં ત્યાંથી આશરે 11 કિમી. અંતરે તે છે. ત્યાંની 152 મી. ઊંચી દેવગિરિ ટેકરી પરનું શિવમંદિર એ જ પક્ષીતીર્થ તરીકે જાણીતું છે. આ શિવમંદિરના પાછલા ભાગના ખડક પર રોજ બપોરના અગિયાર વાગ્યે મંદિરના…

વધુ વાંચો >

પક્ષીસંગીત : પક્ષીઓના કલરવસ્વરે પ્રતીત થતું સંગીત. બારેય માસ અને ખાસ કરીને સંવનન-કાળ દરમિયાન પંખીના કંઠમાંથી નીકળતી સ્વરરચનાથી માનવી આકર્ષાય છે. વૃક્ષોની વિવિધરંગી હરિયાળી આપણા મનને હરી લે છે, તેમ વૃક્ષોની ઘટામાંથી ખીલી ઊઠતો પંખીઓનો મધુર સ્વર કે ક્યારેક આકાશમાં ઉડ્ડયન કરતા પંખીનો કલરવ, ઘર-આંગણામાં છવાઈ જતો પંખીનો ટહુકાર, પર્યાવરણને શ્રવણરમ્ય બનાવવામાં નોંધપાત્ર ફાળો આપે…

વધુ વાંચો >

પક્ષ્મ (cilium) : કેટલાક કોષની સપાટી પર આવેલી વિશિષ્ટ સૂક્ષ્મ રચના. તે આશરે 5થી 10 માઇક્રોન લંબાઈ ધરાવે છે. તેની સંખ્યા કોષદીઠ થોડીકથી માંડી હજારો સુધીની હોય છે. પક્ષ્મલ સાધન (ciliary apparatus) ત્રણ ઘટકોનું બનેલું હોય છે : (1) પક્ષ્મ : તે પાતળો નલિકાકાર પ્રવર્ધ છે અને કોષની મુક્ત સપાટીએથી બહારની તરફ લંબાય છે; (2)…

વધુ વાંચો >

પગરખાં : પગનાં તળિયાંને ઢાંકતું રક્ષા માટેનું તથા પાનીની શોભા માટેનું આવરણ. પગરખાંના વર્ગમાં ચાખડી, પાદુકા, ઉપાનહ, જૂતું, જોડો, મોજડી, ચંપલ, સૅન્ડલ, બૂટ, સ્લિપર વગેરેનો પણ સમાવેશ થાય છે. પગરખાંની ઉત્પત્તિ ક્યારે કેવી રીતે થઈ તે અનુમાનનો વિષય છે. કપિમાનવ (pithecanthropus) થોડો સમય વૃક્ષ પર અને થોડો સમય ધરતી પર પસાર કરતો હતો. તેના પગ…

વધુ વાંચો >

પગલા પાન : દ્વિદળી વર્ગના સ્ટર્ક્યુલીએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sterculia diversifolia syn. (S. alata Roxb. var. diversifolia) છે. તેને ગાંડું વૃક્ષ (mad tree) અથવા (તેનું થડ બાટલી આકારનું હોવાથી) ‘બૉટલ ટ્રી’ કહે છે. તે ઑસ્ટ્રેલિયાનું મૂલનિવાસી ગણાય છે. આ વૃક્ષ મધ્યમસરની ઊંચાઈ ધરાવે છે. આ વૃક્ષનાં કોઈ બે પાન આકાર કે કદમાં સરખાં…

વધુ વાંચો >