Posts by Jyotiben
ન્યૂટ્રૉન પ્રગ્રહણ (neutron capture)
ન્યૂટ્રૉન પ્રગ્રહણ (neutron capture) : લક્ષ્ય (target) ન્યૂક્લિયસ ઉપર ન્યૂટ્રૉનનું પ્રતાડન (bombardment) કરતાં, ન્યૂટ્રૉન શોષાઈ જવાની પ્રક્રિયા. વિદ્યુતભારિત કણ પરમાણુ સાથે અથડાય ત્યારે તે પરમાણુમાં સૌથી બહારની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રૉન સાથે આંતરક્રિયા કરીને, તેને પરમાણુની બહાર ધકેલી દે છે. પરિણામે વિદ્યુત-તટસ્થ પરમાણુ ધન આયન બને છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન લક્ષ્ય-કણ અને અથડાતા કણ વચ્ચે…
વધુ વાંચો >ન્યૂટ્રૉન બૉમ્બ
ન્યૂટ્રૉન બૉમ્બ : એક પ્રકારનું સ્ફોટક શસ્ત્ર. મોટેભાગે જોરદાર પ્રહાર કરાય ત્યારે ધડાકા સાથે તે ફાટી ઊઠે એવી તેની રચના હોય છે. બૉમ્બ અને તોપગોળામાં એટલો તફાવત છે કે બૉમ્બમાં કેવળ ભારે ધડાકા સાથે ફાટી ઊઠે તેવી સામગ્રી ધરબેલી હોય છે અને કેટલીક વાર તેમાં આગ ફેલાવનારી સામગ્રી પણ હોય છે; જ્યારે તોપગોળામાં વેગપ્રેરક દારૂગોળો…
વધુ વાંચો >ન્યૂટ્રૉન વિવર્તન (neutron diffraction)
ન્યૂટ્રૉન વિવર્તન (neutron diffraction) : ઘન, પ્રવાહી અને વાયુ રૂપ પદાર્થોમાં રહેલા પરમાણુઓ દ્વારા ન્યૂટ્રૉન પુંજ(beam)ના પ્રકીર્ણન(વિખેરણ)(scattering)ને કારણે ઉદ્ભવતા વ્યતિકરણ (interference) સાથે સંકળાયેલી ઘટના. જેમ બહુલકો (polymers) અથવા બૃહદણુઓ(macromolecules)નાં દ્રાવણો દ્વારા થતા પ્રકાશના પ્રકીર્ણન વડે આવા અણુઓના આકાર સંબંધી માહિતી મળે છે, તેમ સ્ફટિકમાંથી X-કિરણો પસાર કરવામાં આવે ત્યારે થતા તેમના પ્રકીર્ણન અને વિવર્તન-ભાત (pattern)…
વધુ વાંચો >ન્યૂ ડીલ (અમેરિકાની નવી આર્થિક નીતિ)
ન્યૂ ડીલ (અમેરિકાની નવી આર્થિક નીતિ) : 1929ની મહામંદીમાં સપડાયેલા અમેરિકાના અર્થતંત્રને ઉગારવાને માટે અમલમાં મૂકવામાં આવેલ આર્થિક નીતિ. ફ્રૅન્કલિન ડી. રૂઝવેલ્ટે પ્રમુખપદ માટેની પોતાની પ્રથમ ચૂંટણી (1933) પ્રસંગે કેટલાંક પગલાં લેવાનું વચન આપ્યું તે પછીનાં સત્તાનાં તેમનાં બે સત્ર (1933-40) દરમિયાન તેમણે આ નીતિને કાર્યાન્વિત કરી. આ સમગ્ર નીતિને ‘ન્યૂ ડીલ’ નામે ઓળખવામાં આવે…
વધુ વાંચો >ન્યૂ થિયેટર્સ
ન્યૂ થિયેટર્સ : ભારતીય ચલચિત્ર ઉદ્યોગનાં પ્રારંભિક વર્ષોની યશસ્વી નિર્માણસંસ્થા. કૉલકાતામાં ટૉલીગંજ ખાતે બીરેન્દ્રનાથ સરકારે (1901-80) 1931માં ધ્વનિ-અંકન સ્ટુડિયો રૂપે શરૂઆત કરી. આગલા વર્ષે સરકારે ચારુ રાય તથા પ્રફુલ્લ રાયના સહયોગમાં ઇન્ટરનેશનલ ફિલ્મક્રાફ્ટ નામે મૂકચિત્ર નિર્માણસંસ્થા શરૂ કરેલી, પણ ધ્વનિ-અંકનની શોધ સુલભ થતાં તરત તેનો લાભ લેવાનું ઉપયોગી જણાયું. ‘આલમઆરા’વાળા અરદેશર ઈરાનીએ હોલિવૂડથી ધ્વનિ-અંકન માટે…
વધુ વાંચો >ન્યૂનતમ ગતિના નિયમો
ન્યૂનતમ ગતિના નિયમો : આઇઝેક ન્યૂટન (1642-1727) નામના વૈજ્ઞાનિકે પદાર્થકણની ગતિ, તેનાં કારણો અને તેની અસરોનો અભ્યાસ કરીને તારવેલા ત્રણ સ્વયંસિદ્ધ (empirical) નિયમો. આ નિયમો યંત્રશાસ્ત્રના પાયાના સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે. તેમની સૈદ્ધાંતિક સાબિતી સીધી રીતે મળતી નથી, પરંતુ પ્રશિષ્ટ તંત્રમાં પ્રાયોગિક પરિણામો પરથી તેમની યથાર્થતા સાબિત થાય છે. પહેલો નિયમ – જડતાનો નિયમ :…
વધુ વાંચો >ન્યૂનતાજન્ય રોગો (deficiency diseases)
ન્યૂનતાજન્ય રોગો (deficiency diseases) આહાર અને પોષણના અગત્યના ઘટકોની ઊણપથી થતા રોગો. પોષક દ્રવ્યો(nutrients)ને બે મુખ્ય જૂથમાં વિભાજિત કરાય છે : (અ) અસૂક્ષ્મ પોષક દ્રવ્યો (macronutrients); જેવા કે, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી; પ્રોટીન તથા અસૂક્ષ્મ ખનીજ ક્ષારો (macrominerals); જેવાં કે, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને ફૉસ્ફરસ તથા (આ) સૂક્ષ્મપોષક દ્રવ્યો (micronutrients); જેવાં કે, પ્રજીવકો (vitamins) અને સ્વલ્પ ધાતુઓ (trace…
વધુ વાંચો >ન્યૂફાઉન્ડલૅન્ડ
ન્યૂફાઉન્ડલૅન્ડ : કૅનેડાના પૂર્વ કિનારે આવેલા દરિયાકાંઠાના ચાર પ્રાંતો પૈકીનો એક. ન્યૂફાઉન્ડલૅન્ડ નામ હેઠળ લૅબ્રાડોરનો પણ સમાવેશ થાય છે. લૅબ્રાડોર કૅનેડાની તળભૂમિના યુગાવા દ્વીપકલ્પના પૂર્વ છેડાનો ભાગ છે, જ્યારે ન્યૂફાઉન્ડલૅન્ડ તેનાથી દક્ષિણે જોડાજોડ આવેલો અલગ ટાપુ છે. બંને બેલી ટાપુની સામુદ્રધુનીથી અલગ પડે છે. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ ન્યૂફાઉન્ડલૅન્ડ આશરે 46° 36´ થી 51° 39´ ઉ.…
વધુ વાંચો >ન્યૂ બ્રુન્સવિક
ન્યૂ બ્રુન્સવિક : ઉત્તર અમેરિકાના કૅનેડા રાજ્યનો આટલાન્ટિક મહાસાગરના પૂર્વ કિનારાના ચાર પ્રાંતો પૈકીનો એક પ્રાંત. ભૌગોલિક સ્થાન : 44° 35´ થી 48° 05´ ઉ. અ. અને 63° 45´થી 69° 05´ પ. રે. આ પ્રાંતનું નામ 1784માં બ્રુન્સવિકના નિવાસસ્થાન ઉપરથી પડ્યું છે. તેની પૂર્વ બાજુએ સેન્ટ લૉરેન્સનો અખાત અને નૉર્ધમ્બરલૅન્ડની સામુદ્રધુની, પશ્ચિમે યુ.એસ.નું મેઇન રાજ્ય,…
વધુ વાંચો >ન્યૂ મેક્સિકો
ન્યૂ મેક્સિકો : યુનાઇટેડ સ્ટેટ્સના નૈર્ઋત્ય ભાગમાં આવેલું પર્વતીય રાજ્ય. આ રાજ્ય તેના વિશિષ્ટ પ્રાકૃતિક સૌન્દર્ય અને સમૃદ્ધ ઇતિહાસને કારણે ‘મોહપાશની ભૂમિ’ – ‘Land of Enchantment’ તરીકે પણ ઓળખાય છે. દેશની પશ્ચિમ તરફ ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી રૉકીઝ પર્વતમાળાના દક્ષિણ છેડે 31° 22´ થી 37° 0´ ઉ. અ. અને 103° થી 109° પ. રે. વચ્ચે તે આવેલું…
વધુ વાંચો >