ન્યૂઝવીક : અમેરિકન વૃત્ત-સાપ્તાહિક. ‘ટાઇમ’ના વિદેશી સમાચારોના પ્રથમ સંપાદક ટૉમસ જે. સી. માર્ટિને ‘ટાઇમ’ સાથેની સ્પર્ધામાં 1933માં ‘ન્યૂઝ-વીક’ની સ્થાપના કરી. પહેલાં એ ‘ન્યૂઝ-વીક’ નામે પ્રગટ થયું પછી તેમાં થોડોક ફેરફાર કરી ‘ન્યૂઝવીક’ રખાયું (‘ન્યૂઝ’ અને ‘વીક’ બે શબ્દો ભેગા કરી દેવાયા.) ‘ટાઇમ’થી સ્વતંત્ર દેખાવા માટે ‘ન્યૂઝવીકે’ પ્રમાણમાં વધુ ધીરગંભીર સૂર અપનાવ્યો. સમાચારો તથા અભિપ્રાયો બંનેને…

વધુ વાંચો >

ન્યૂઝીલૅન્ડ : દક્ષિણ ગોળાર્ધમાં પૅસિફિક મહાસાગરના નૈર્ઋત્ય ભાગમાં આવેલો દેશ. તે ઑસ્ટ્રેલિયાથી આશરે 1,600 કિમી. અગ્નિકોણમાં  અને યુ.એસ.ના કૅલિફૉર્નિયાથી આશરે 10,500 કિમી. નૈર્ઋત્યકોણમાં આવેલો છે. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ તે 34° 25´ થી 47° 17´ દ. અ. અને 166° 26´ થી 178° 33´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ દેશ પૉલિનેશિયા નામે ઓળખાતા વિશાળ ટાપુસમૂહનો એક…

વધુ વાંચો >

ન્યૂટન, સર આઇઝેક (જ. 25 ડિસેમ્બર 1642; અ. 20 માર્ચ 1727, વુલ્સથૉર્પ, લૅંકેશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી. તેમનો જન્મ ખેડૂત કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું મૃત્યુ થયા બાદ દાદીમાએ ઉછેરેલ. ગામમાં શાળા ન હોવાથી ગામથી દશ કિલોમીટર દૂર ગ્રૅથમની ગ્રામરસ્કૂલમાં ભણવા મોકલવામાં આવ્યા. 19 વર્ષની વયે કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં દાખલ થયા. કૉલેજમાં તેમણે…

વધુ વાંચો >

ન્યૂટનનાં વલયો (Newton’s Rings) : પ્રકાશના વ્યતિકરણ(interference)ના સિદ્ધાંતને આધારે ઉદ્ભવતાં એકકેન્દ્રીય (concentric) વલયો. ચોમાસામાં ડામરની ભીની સડક ઉપર મોટરનું તેલ પથરાયેલું હોય ત્યારે ત્યાં સૂર્યપ્રકાશને કારણે ઉદ્ભવતાં એક-કેન્દ્રીય રંગીન વલયો જોવા મળે છે. કોઈ બિંદુ આગળ પ્રકાશના બે (કે તેથી વધુ) તરંગોનો એકબીજા પર સંપાત થતાં, નીપજતી સંગઠિત અસરને વ્યતિકરણ કહે છે. વ્યતિકરણની ઘટના પ્રકાશના…

વધુ વાંચો >

ન્યૂટ્રા, રિચાર્ડ જૉસેફ (જ. 8 એપ્રિલ 1892, વિયેના; અ. 16 એપ્રિલ 1970, જર્મની) : અર્વાચીન અમેરિકન સ્થાપત્યના પ્રારંભિક તબક્કાના ઉલ્લેખનીય સ્થપતિ. તેમણે મકાનને સંઘટિત પૂર્ણ ગણી મકાનનાં નાનાં અંગોને પણ મહત્ત્વ આપ્યું.  જન્મથી ઑસ્ટ્રિયન હોવાથી પ્રારંભિક શિક્ષણ વિયેનામાં મેળવી જર્મનીમાં 1912-14 સુધી લૂઝના તથા 1921-23 સુધી મેન્ડેલસૉમના માર્ગદર્શન હેઠળ કામ કર્યું. ત્યારબાદ 1923માં અમેરિકા થઈ…

વધુ વાંચો >

ન્યૂટ્રિનો : મંદ પ્રક્રિયામાં ભાગ લેતો 1 પ્રચક્રણ (spin) ધરાવતો સ્થાયી, મૂળભૂત કણ. તે શૂન્ય વિદ્યુતભાર અને નહિવત્ દળ ધરાવે છે. તેનું દળ 0થી 0.3me વચ્ચે હોય છે, જ્યાં me, ઇલેક્ટ્રૉનનું દળ છે. ન્યૂટ્રિનો શૂન્યવત્ દળ ધરાવતો હોઈ, સાપેક્ષવાદ મુજબ, તે પ્રકાશની ઝડપે ગતિ કરે છે. રેડિયોઍક્ટિવ ન્યૂક્લિયસનું વિભંજન થતાં, તે આલ્ફા અને બીટા જેવા…

વધુ વાંચો >

ન્યૂટ્રૉન : શૂન્ય વિદ્યુતભાર અને 1.67492 × 10–27 કિલોગ્રામ સ્થિર દળ ધરાવતો મૂળભૂત કણ. આવો ન્યૂટ્રૉન ન્યૂક્લિયસનો અને પરિણામે દ્રવ્યનો ઘટક કણ છે. તે વિદ્યુતભારરહિત હોઈ તેના ઉપર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર થતી નથી. આથી જ તો તે પરમાણુની સંરચના વચ્ચેના ખાલી અવકાશમાં થઈને વિના વિરોધે પસાર થઈ જાય છે ને તેમ છતાં…

વધુ વાંચો >

ન્યૂટ્રૉન તારક (neutron star) : ન્યૂક્લિયર ઊર્જાનો સ્રોત ખલાસ થઈ જતાં, પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળને કારણે ઇલેક્ટ્રૉન-અપભ્રષ્ટતા(electron degeneracy)ની હદ સુધી સંકોચન પામતો તારક. ન્યૂટ્રૉન તારકનું દળ અને તેનું દ્રવ્ય પાણીની ઘનતા કરતાં 1014થી 1015 ગણી ઘનતા ધરાવે છે. અહીં સૂર્યનું દળ છે. તારાની અંદર દહન પામતું દ્રવ્ય ખલાસ થઈ જતાં, તારાનો વિસ્ફોટ થાય છે. વિસ્ફોટ પામતા…

વધુ વાંચો >

ન્યૂટ્રૉન પ્રકાશિકી (neutron optics) : ન્યૂટ્રૉનની તરંગ-પ્રકૃતિની સ્પષ્ટતા અને અભ્યાસ માટે, વ્યાપક પ્રયોગોને લગતી, ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાનની શાખા. આ પ્રયોગોમાં ન્યૂટ્રૉનની તરંગ-પ્રકૃતિનાં લક્ષણો જાણવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. ઇલેક્ટ્રૉન જેવા સૂક્ષ્મ કણોની જેમ ન્યૂટ્રૉન પણ અમુક સંજોગોમાં તરંગની જેમ વર્તે છે. તેથી ન્યૂટ્રૉન કણ ઉપરાંત તરંગ-પ્રકૃતિ ધરાવે છે. પ્રકાશ અથવા બીજા કોઈ પણ તરંગની જેમ…

વધુ વાંચો >