નૉસોસ : ક્રીટમાં આવેલો ભવ્ય રાજમહેલ. પ્રાગૈતિહાસિક ઇજિપ્તને સમાંતર મધ્યપૂર્વની સંસ્કૃતિઓની પણ આગવી સ્થાપત્ય-શૈલીઓ વિકસેલી હતી. ઈ. સ. પૂ. આશરે 3000 વર્ષના અરસામાં મેસોપોટેમિયાની પ્રજા ઈંટોની ભવ્ય ઇમારતો બાંધતી. આ સંસ્કૃતિની કળા નાઇલની સંસ્કૃતિઓ સાથે મળતી આવતી હતી. વળી તેની ધાર્મિક સ્થાપત્યો અને વસવાટોના બાંધકામની પ્રણાલીએ એક ભવ્યતાની સીમા સિદ્ધ કરી હતી. ઇજિપ્તના પિરામિડની જેમ…

વધુ વાંચો >

નોસ્ત્રડેમસ (માઇકલ દ નોત્રેડેમનું લૅટિન નામ) (જ. 14 ડિસેમ્બર  1503, સેંટ રેમી, ફ્રાન્સ; અ. 2 જુલાઈ 1566, સલોં, ફ્રાન્સ) : ફ્રાન્સનો ભવિષ્યવેત્તા અને તબીબ. 1529માં એજનમાં તબીબ વ્યવસાયનો પ્રારંભ કર્યો; 1544માં સલોંમાં વસવાટ કર્યો. 1546–47માં પ્લેગ ફાટી નીકળતાં તેમણે જે નવતર અને મૌલિક પ્રકારની દવા અને સારવાર આપી તેથી ત્યાં તેમને બહોળી ખ્યાતિ મળી. 1547થી…

વધુ વાંચો >

નોહ : બાઇબલમાં જણાવ્યા પ્રમાણે આદમનો 10મો વંશજ. નોહ (Noah) એના યુગનો એકમાત્ર સદગુણી અને ઈશ્વરથી ડરનારો માણસ હતો. ભવિષ્યમાં આવનાર મહાવિનાશક પૂર દરમિયાન ઈશ્વરે એને, એના કુટુંબને અને પશુપક્ષીઓની સૃષ્ટિને બચાવી લેવાનું નક્કી કર્યું હતું. તેથી તેને અગાઉથી ભવ્ય જહાજ બાંધવાની સૂચના આપી હતી. એ લોકોને ચેતવણી આપતો હતો કે ભવિષ્યમાં ભયંકર જળપ્રલય થવાનો…

વધુ વાંચો >

નોળવેલ (નાની) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના કુલ એરિસ્ટોલોકિયેસી (ઈશ્વરી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aristolochia indica Linn. (સં. સુનંદા, ઈશ્વરી, અહિગંધા, ગંધનાકુલી; બં. હિં. ઈસરમૂલ, અર્કમૂલ, ઇસરૉલ, રુદ્રજટા, ઈશ્વરમૂલ; મ. સાંપસંદ, સાપસણ; ગુ. સાપસન, નાની નોળવેલ, અર્કમૂલ; મલા. ઈશ્વરમૂલ્લ; તા. પેરૂમારિન્દુ, ગરુડા-કકોડી; તે. નાલ્લેશ્વરી, દુલાગવેલા; એ. ફા. જરવંદે; અં. ઇન્ડિયન બર્થવર્ટ) છે. તે બહુવર્ષાયુ વેલ…

વધુ વાંચો >

નોળિયો (mongoose) : સાપના દુશ્મન તરીકે જાણીતું માંસાહારી (carnivora) શ્રેણીનું સસ્તન પ્રાણી. ભારતમાં વસતા નોળિયા(અથવા નકુળ)નો સમાવેશ હર્પેટિસ કુળમાં થાય છે. ભારતમાં સૌથી વધુ પરિચિત નોળિયા તરીકે H. edwardsiની ગણના થાય છે. સાપને મારનાર તરીકે મશહૂર હોવા છતાં અન્ય પ્રાણીઓની જેમ સાપના ઝેરની અસર નોળિયા પર પણ થાય છે અને નોળિયો ઝેરથી બચવા કોઈ વિષપ્રતિકારક…

વધુ વાંચો >

નોંથોમ્બમ, વીરેનસિંહ (જ. 1945, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરના કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘મપાલ નાઇદબસિદા’ માટે તેમને સાહિત્ય અકાદમીનો 1993ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. 1965માં બી.એ. શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ. અત્યારે ડી.એમ. કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ, ઇમ્ફાલમાં મણિપુરી ભાષાના ટ્યૂટર. તેમણે 3 કાવ્યસંગ્રહો ઉપરાંત ટૂંકી વાર્તાનો સંગ્રહ તથા લઘુ નાટકોનો સંગ્રહ પ્રગટ કર્યા છે. તેઓ ‘વખાલ’,…

વધુ વાંચો >

નૌકચોટ (Nouakchott) : પશ્ચિમ આફ્રિકાના મૉરિટાનિયા પ્રજાસત્તાક દેશનું પાટનગર અને મોટામાં મોટું શહેર. દેશના પશ્ચિમ છેડે આટલાન્ટિક મહાસાગરના કિનારા નજીક 18° 06´ ઉ. અ. અને 15° 57´ પ. રે. પર તે આવેલું છે. દક્ષિણે આવેલા સેનેગલના પાટનગર ડાકરથી તે ઈશાનમાં 435 કિમી. અંતરે છે. તેની ઉત્તરે નૌમઘર બંદર, અગ્નિ તરફ બૌટિલિમિટ નગર, દક્ષિણે મેડેડ્રૉ નગર…

વધુ વાંચો >

નૌકાચરિતમ્ (અઢારમી સદી) : તેલુગુ પદ્યરૂપક. સંત સંગીતકાર કવિ ત્યાગરાજમાં વિવિધ પ્રતિભાઓનો સંગમ થયો હતો. એમના પિતા પરમ રામભક્ત હતા તથા માતા ભક્ત રામદાસનાં ગીતો તન્મયતાથી ગાતાં હતાં. પરિણામે ત્યાગરાજમાં ભક્તિ અને સંગીતનો સુંદર યોગ થયો હતો. એમણે રામભક્તિનાં હજારો પદો રચ્યાં હતાં. તે ઉપરાંત એમણે રામકથાને આધારે જે કેટલાંક સંગીતરૂપકો પણ રચ્યાં છે તેમાં…

વધુ વાંચો >

નૌકાદળ : યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતી સૈન્યયુક્ત નૌકાઓનો કાફલો. પ્રારંભમાં નૌકાદળમાં દેશના સમગ્ર વહાણના સમૂહને સામેલ કરવામાં આવતો. ભલે અન્યથા એ ચીજ-વસ્તુઓની હેરફેર માટે અથવા માછલી પકડવા માટે પણ હોય. આધુનિક સમયમાં નૌકાદળમાં યુદ્ધ માટે તૈયાર રાખવામાં આવતાં યુદ્ધજહાજો અને અનેક પ્રકારની લડાયક નૌકાઓ ઉપરાંત તેનાં પર કામ કરતા લશ્કરના કર્મચારીવર્ગનો પણ સમાવેશ કરવામાં આવે…

વધુ વાંચો >

નૌકામથક (Naval yard) : નૌકાસૈન્યના ઉપયોગ માટે બનાવાયેલ જરૂરી સવલતોથી સજ્જ બારું. નૌકામથક માટે આવશ્યક એવી પ્રાથમિક સવલતો અગત્યનાં વ્યાપારી બારાંઓમાં (commercial harbours) પણ સામાન્યત: ઉપલબ્ધ હોય છે. એથી ઘણી વખત નૌકામથક દેશનાં અગત્યનાં વ્યાપારી બંદરો સાથે સંલગ્ન હોય છે. ભારતમાં મુંબઈ તથા ગોવા બંદરે મુખ્ય નૌકામથકો પણ છે. ઓખા જેવાં અન્ય બંદરોએ પણ આવશ્યકતા…

વધુ વાંચો >