નૌકાશ્રય (Harbour of refuge) : નૌકાઓને સુરક્ષા અને સગવડ આપતું દરિયાકિનારા પરનું આશ્રયસ્થાન. નૌકાશ્રય (બારું) એટલે સમુદ્રના કિનારા પર એવું સ્થળ કે જ્યાં નૌકાઓને સુરક્ષિત સગવડવાળો આશ્રય મળે. એ સમુદ્રના કાંઠા પર હોય (roadstead), ખાડી કે સમુદ્રને મળતી નદીના મુખમાં હોય અથવા કુદરતી કે કૃત્રિમ basinના પ્રકારનું હોય. ઉપયોગની દૃષ્ટિએ નીચે મુજબ વર્ગીકરણ થઈ શકે…

વધુ વાંચો >

નૌચાલન : માલસામાન અને પ્રવાસીઓની હેરફેર માટે જળમાર્ગો ઉપર વાહન ચલાવવાની પ્રવૃત્તિ. આવાં વાહન તરીકે હોડી, જહાજ, સ્ટીમર જેવાં સાધનોનો ઉપયોગ થાય છે. નૌચાલનની મૂળ શરૂઆત યુરોપની ફિનિશિયન અને મીનોશ પ્રજાએ સૌપ્રથમ વખત ઈ. સ. પૂ. 1200થી 600 ના સમયગાળા દરમિયાન ઉત્તર આટલાન્ટિકમાં કરી હતી એવો ઐતિહાસિક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. રિહોડોટસના જણાવ્યા પ્રમાણે આ…

વધુ વાંચો >

નૌતલ ઇટા (Eta Carinae) : દક્ષિણ તારકવૃંદ (constellaetion) નૌતલમાં ચાવીના છિદ્ર (key hole) આકારની નિહારિકા (nebula). તે લાલ તારા જેવી છે. તેનો કૅટલૉગ નંબર NGC 3372 છે. અંગ્રેજ ખગોળવેત્તા સર એડમંડ હેલીએ 1677માં તેની નોંધ કરી હતી. 4 માનાંક (magnitude) ધરાવતો તે તારો છે. 1843માં તેની મહત્તમ તેજસ્વિતા નોંધાઈ હતી. તે સમયે તેજસ્વિતાનું મૂલ્ય 1…

વધુ વાંચો >

નૌનયન (navigation) : નૌકાઓને સમુદ્રમાર્ગે એક સ્થળથી બીજા સ્થળે સલામતીપૂર્વક લઈ જવાની ક્રિયા/વિદ્યા. પૃથ્વીની સપાટીનો 75 % જેટલો વિસ્તાર મહાસાગરો તથા વિશાળ સરોવરોના પાણીથી ઢંકાયેલો છે. આ જળ-વિસ્તાર ભૂ-ખંડોને એકબીજાથી અલગ કરે છે. આથી ઘણા પ્રાચીન કાળથી, વિશાળ જળવિસ્તારો દ્વારા, પરસ્પરથી અલગ થયેલા પ્રદેશો વચ્ચે માલસામાન તથા ઉતારુઓની હેરફેર માટે માનવી નૌકાઓ દ્વારા સમુદ્રનો જળમાર્ગ…

વધુ વાંચો >

નૌનયન-નકશા (navigation charts) : સમુદ્રની સપાટીની નીચેનું ભૂતળ દર્શાવતો નકશો જે નૌચાલકને સમુદ્રના તળ વિશે જરૂરી માહિતી આપે. માણસ દ્વારા નૌનયનની શરૂઆત થઈ એ કાળથી જ, સમદ્રમાં જુદાં જુદાં સ્થળે પાણીની ઊંડાઈ જાણવાનું ઘણું અગત્યનું થયું; કારણ કે સમુદ્રની સપાટી નીચે રહેલા ખડકો, છીછરાં સ્થાનો વગેરેની પૂરી જાણકારીથી જ માર્ગમાં આવેલાં જોખમોથી નૌકાને બચાવીને તેનું…

વધુ વાંચો >

નૌબહાર : સિંધી ભાષાનાં બાળકાવ્યોનો સંગ્રહ. બાળસાહિત્યના આગવા પ્રકારનો પ્રારંભ કિશનચંદ ‘બેબસ’(1935)ની બાળકવિતાથી થયો ગણાય છે પણ તે પૂર્વે ભેરૂમલ મહેરચંદે (1875–1950) બાળકાવ્યોની રચના કરી હતી. ‘નૌબહાર’ નામે તે બાળોપયોગી ગીતસંગ્રહની ભાષા એટલી સરળ અને મધુર હતી કે પાઠ્યપુસ્તકો ઉપરાંત તે ગીતો જનસામાન્યમાં પ્રચલિત બની ગયાં હતાં. ગમ્મત સાથે જ્ઞાન મળે તેવાં આ ગીતો વડીલો…

વધુ વાંચો >

નૌમી (Noumea, Numea) : પૅસિફિક મહાસાગરના નૈર્ઋત્ય ભાગમાં આવેલા ટેરીટરી ઑવ્ ન્યૂ કેલિડોનિયાનું પાટનગર, બંદર તથા મોટામાં મોટું શહેર. આ પ્રદેશ ફ્રેન્ચોની વિદેશી વસાહત છે. ભૌગોલિક સ્થાન : 22° 16´ દ. અ. અને 166° 27´ પૂ. રે. ઊંડું પાણી ધરાવતું આ બંદર ત્રણ બાજુએ ભૂમિથી ઘેરાયેલું છે, દક્ષિણ તરફ પૅસિફિક મહાસાગર છે. તેને નાઉ ટાપુનું…

વધુ વાંચો >

નૌશાદ (જ. 25 ડિસેમ્બર 1919, લખનૌ અ. 5 મે 2006) : હિન્દી ચલચિત્રોના સંગીતનિર્દેશક. લખનૌમાં હાર્મોનિયમ દુરસ્ત કરતાં કરતાં નૌશાદને સંગીતમાં રસ પડ્યો. પિતા વાહીદ અલી સંગીતના ભારે વિરોધી. આ સંજોગોમાં 14 વર્ષની વયે નૌશાદે ઘર છોડ્યું. તેમણે સંગીત મંડળી બનાવી નાટકોમાં સંગીત આપવા માંડ્યું. ફરતાં ફરતાં વીરમગામ પણ આવેલા. પણ, ત્યારે ભારે ભીડમાં મુકાઈ…

વધુ વાંચો >

નૌસ્થાપત્ય (naval architecture) : ઇજનેરી વિદ્યાની એક શાખા. તેનો સંબંધ વિવિધ કદનાં જહાજોની ડિઝાઇન અને બાંધકામ સાથે છે. નાની હોડી કે લૉંચથી માંડીને મોટું પ્રવાસી જહાજ, વિરાટકાય તેલજહાજ (tanker) કે જથ્થાબંધ માલવાહક જહાજ હોય – આ બધાં સાથે આ વિદ્યાશાખાને સંબંધ છે. પોલાદ અને વરાળયંત્રના આગમન પૂર્વે હલેસાં અને સઢ સંચાલિત જહાજો બાંધવા માટે લાકડાનો…

વધુ વાંચો >

ન્યાય : કોઈ પણ ખરાખોટાની તપાસ તથા પરીક્ષા કરી વાજબીપણાને આધારે નિર્ણય કરવાની પ્રક્રિયા. કાયદાનું એક કાર્ય સમાજમાં ન્યાયની પ્રસ્થાપના અને જાળવણી કરવાનું છે. સમાજમાં શાસન માટે કાયદારૂપી નિયમો જરૂરી મનાયા છે, પણ તેવા નિયમો હોય તેટલું જ પૂરતું નથી, આવા નિયમો વાજબી, ઉચિત, યોગ્ય અને ન્યાયસંગત હોવા જોઈએ. નિયમના બાહ્ય માળખા કે ખોખામાં ન્યાયપદાર્થ…

વધુ વાંચો >