નૉર્વેજિયન સમુદ્ર : ઉત્તર આટલાન્ટિક મહાસાગરનો એક ભાગ. તેના વાયવ્યમાં ગ્રીનલૅન્ડ, ઈશાનમાં બેરન્ટ સમુદ્ર, પૂર્વમાં નૉર્વે, દક્ષિણમાં ઉત્તર સમુદ્ર, શેટલૅન્ડ અને ફેરો ટાપુઓ તથા આટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમે આઇસલૅન્ડ તથા જાન માયેન ટાપુઓ આવેલા છે. ગ્રીનલૅન્ડ, આઇસલૅન્ડ, ફેરો ટાપુઓ તથા ઉત્તર સ્કૉટલૅન્ડને જોડતી અધોદરિયાઈ ડુંગરધાર નૉર્વેજિયન સમુદ્રને આટલાન્ટિક મહાસાગરથી અલગ પાડે છે. ઉત્તર ધ્રુવવૃત્ત તેના…

વધુ વાંચો >

નોલકોલ (Knolkol) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા બ્રેસીકેસી (રાજિકાદિ/રાઈ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea var. gongylodes Linn. (હિ. ગંઠ ગોબી; બં. ઓલ્કાપી; મ.નાવલ કોલ; ગુ. નોલકોલ; ક. કોસુગડ્ડે, નવિલાકોસુ; તા. નૂલખોલ; તે ગડ્ડાગોબી, નૂલખોલ; ઉ. ગંઠીકોબી; અં. નોલ-ખોલ, કોહલ્રાબી) છે. વિતરણ : ઉત્તર યુરોપના દરિયાકિનારાના દેશોની મૂલનિવાસી છે. ભારતમાં ઘણાં વર્ષો પૂર્વે…

વધુ વાંચો >

નૉલ્ડ, એમિલ (જ. 1867, નૉલ્ડ, જર્મની; અ. 1956, જર્મની) : આધુનિક અભિવ્યક્તિવાદી, ચિત્રકાર તથા પ્રિન્ટમૅકર. ઍમિલ હૅન્સન તેમનું ખરું નામ. અત્યંત મહત્વના એક્સ્પ્રેશનિસ્ટ ચિત્રકાર તરીકે તેમની નામના છે. ટૂંક સમય માટે ’ડી બ્રુક નામના એક્સ્પ્રેશનિસ્ટ કલાજૂથમાં જોડાયેલા. શોણિતભીની ધરતી(blood and soil)ના વિષયો નિરૂપવાની તેમને વિશેષ ફાવટ હતી. નૉલ્ડનાં નિસર્ગચિત્રોમાંથી ભેંકાર અને બિહામણા મનોભાવો જાગ્રત થાય…

વધુ વાંચો >

નોલ્સ, વિલિયમ સ્ટૅન્ડિશ (Knowles, William Standish) (જ. 1 જૂન 1917, ટૉનટન(Taunton), મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 13 જૂન 2012, ચેસ્ટરફિલ્ડ, મિસૌરી, યુ.એસ.) : અમેરિકન રસાયણવિદ અને 2001ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. શરૂઆતમાં શાળાકીય શિક્ષણ માટે શેફિલ્ડ, મૅસચૂસેટ્સની બર્કશાયર સ્કૂલ(Berkshire School)માં દાખલ થયેલા. ત્યાં તેમણે સારી પ્રગતિ કરી હતી અને કૉલેજ બોર્ડ એક્ઝામિનેશનનું શિક્ષણ પૂર્ણ કરીને આગળ…

વધુ વાંચો >

નોવા : વિસ્ફોટ દરમિયાન અવકાશમાં વાયુ અને રજનો પ્રચંડ જથ્થો ફેંકતો સ્ફોટક તારક. સ્ફોટ દરમિયાન નોવાની દ્યુતિ, સૂર્યની દ્યુતિ કરતાં 10,000થી 10,00,000 ગણી વધારે થતી હોય છે. આટલી દ્યુતિ સાથે નોવા, મહિનો કે થોડોક વધુ સમય ચમકતો રહે છે. ત્યારબાદ દ્યુતિ ક્રમશ: ઘટતી જાય છે અને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. આ પ્રકારના નોવાને પહેલાં…

વધુ વાંચો >

નોવા ઇગ્વાઝુ : બ્રાઝિલનું પરગણું અને તે જ નામ ધરાવતું ઔદ્યોગિક નગર. તે રિયો-દ-જાનેરો શહેરની ઉત્તર પશ્ચિમે 22° 45´ દ. અ. અને 43° 27´ પ. રે. પર આવેલું છે. તેનું જૂનું નામ મૅક્ષામબામ્બા હતું. તે સારાપુઈ નદીની ખીણમાં સમુદ્રની સપાટીથી 26 મી.ની ઊંચાઈ પર આવેલું છે. તેની પૂર્વે બેલફૉર્ડ રોક્સો તથા દક્ષિણ-પૂર્વે મેસ્કુઇટા અને નિલોપોલિસ…

વધુ વાંચો >

નોવા સ્કૉશિયા : કૅનેડાના પૂર્વ ભાગમાં આવેલા ચાર આટલાન્ટિક પ્રાંતો પૈકીનો એક દરિયાઈ પ્રાંત. નોવા સ્કૉશિયા એ તેનું લૅટિન નામ છે, જ્યારે સ્કૉટિશ હાઈલૅન્ડરોએ આપેલું તેનું અંગ્રેજી નામ ન્યૂ સ્કૉટલૅન્ડ છે. તેમાં કૅપ બ્રેટન ટાપુનો પણ સમાવેશ થઈ જાય છે. તે 43° 20´ થી 46° 50´ ઉ. અ. અને 60° 0´ થી 66° 08´ પ.…

વધુ વાંચો >

નોવોસી બિર્સ્ક (પ્રદેશ) : એશિયાઈ રશિયાનો દક્ષિણ-મધ્ય વિભાગીય પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 55° 02´ ઉ. અ. અને 82° 55´ પૂ. રે.. પશ્ચિમ સાઇબીરિયાનો પ્રાદેશિક વહીવટી એકમ. તેનો વિસ્તાર 1,78,000 ચોકિમી. છે. તેની ઉત્તરે ટોમ્સ્ક વિસ્તાર, પૂર્વમાં કેમેરોવો વિસ્તાર, દક્ષિણે કઝાખસ્તાનનો અલ્તાઈ તથા પાવલોદાર વિસ્તાર અને પશ્ચિમે ઓમ્સ્કનો વિસ્તાર આવેલો છે. ઓબ આ પ્રદેશની મુખ્ય નદી…

વધુ વાંચો >

નોવોસેલોવ, કૉન્સ્ટન્ટિન (Novoselov, Konstantin) (જ. 23 ઑગસ્ટ 1974, નિઝ્ની તાગિલ, રશિયા) : દ્વિપારિમાણિક પદાર્થ ગ્રૅફીન પર અભૂતપૂર્વ પ્રયોગો માટે 2010નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની અને આન્દ્રે ગિમ વચ્ચે વિભાજિત થયો હતો. 1997માં નોવોસેલોવે મૉસ્કો ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિક્સ ઍન્ડ ટૅકનૉલૉજીમાંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ પીએચ.ડી.ની પદવી માટે તેમણે નેધરલૅન્ડ્ઝની રેડબુક યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

નોસીઅન (નોસીલાઇટ) : સોડાલાઇટ સમૂહમાં ગણાતું ખનિજ. રાસા. બં. : Na8A16Si6O24SO4 સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો ડોડેકાહેડ્રલ  મોટેભાગે જથ્થામય કે દળદાર, દાણાદાર. યુગ્મતા (111) ફલક પર. પારદર્શકથી પારભાસક. સંભેદ : (110) ફલક પર અસ્પષ્ટ. ચળકાટ : કાચમય. રંગ : રંગવિહીન, સફેદ, રાખોડી, ભૂરાશ-પડતો, કથ્થાઈ, લાલાશ-પડતો, કાળો. કઠિનતા : 51. વિ. ઘ. :…

વધુ વાંચો >