World history

સોલોન

સોલોન (જ. ઈ. પૂ. 630; અ. ઈ. પૂ. 560) : પ્રાચીન યુરોપના મધ્ય ગ્રીસમાં પૂર્વ દિશાએ આવેલા એટિકાના મુખ્ય નગર ઍથેન્સનો લોકશાહી નેતા અને સુધારક. ઍથેન્સના નગરરાજ્યના નવ મુખ્ય વહીવટદારો – નવ આર્કનો – માંનો એક. જન્મે એટિકાનો ઉમરાવ. આરંભની કારકિર્દી વેપારી તરીકે શરૂ કરેલી. વિદેશી વેપારમાં ઝંપલાવેલું અને પ્રજાજીવનનાં…

વધુ વાંચો >

સોલોમન

સોલોમન (ઈ. પૂ. 974થી ઈ. પૂ. 37) : પ્રાચીન કાળના ઇઝરાયલ દેશનો રાજા. પિતા ડૅવિડ અને માતા બાથશીબાનુ બીજું સંતાન. ખ્રિસ્તી ધર્મગ્રંથ ‘જૂનો કરાર’માં સોલોમનની કથા મળે છે. ‘સોલોમન’ એટલે શાંત. બાઇબલની કથા પ્રમાણે તેના પિતા ડૅવિડે દેવાધિદેવ ‘યાહવે’ની પ્રેરણાથી પુત્રમાં શાંતિ અને ધૈર્યના ગુણો જાણીને ‘સોલોમન’ નામ રાખેલું, જ્યારે…

વધુ વાંચો >

સોલોમન ટાપુઓ

સોલોમન ટાપુઓ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : તે 8° 00´ દ. અ. અને 159° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 27,600 ચોકિમી. જેટલો ભૂમિવિસ્તાર આવરી લે છે; પરંતુ મહાસાગરના આશરે 6,00,000 ચોકિમી.ના વિસ્તારમાં તે પથરાયેલા છે. તે ઑસ્ટ્રેલિયાથી ઈશાનમાં 1,600 કિમી. અંતરે પાપુઆ તથા ન્યૂ ગિનીથી પૂર્વ…

વધુ વાંચો >

સ્ટેઇન એરૂલ (Stein Sir Aurel)

સ્ટેઇન, એરૂલ (Stein, Sir Aurel) (જ. 26 નવેમ્બર 1862, બુડાપેસ્ટ; અ. 26 ઑક્ટોબર 1943, કાબુલ, અફઘાનિસ્તાન) : હંગેરિયન બ્રિટિશ પુરાતત્વવિદ અને ભૂગોળવિદ. મધ્ય એશિયાના ખાસ કરીને ચીન અને તુર્કસ્તાનનાં તેમનાં પ્રવાસો અને સંશોધનોએ ઇતિહાસમાં ઘણો પ્રકાશ પાડ્યો છે. તેઓ 1888–99 દરમિયાન ઑરિયેન્ટલ કૉલેજ, લાહોર(હાલ પાકિસ્તાનમાં)ના આચાર્ય હતા. 1892માં તેમણે કલ્હણકૃત…

વધુ વાંચો >

સ્ટૉકહોમ (Stockholm)

સ્ટૉકહોમ (Stockholm) : સ્વીડનનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 59° 20´ ઉ. અ. અને 18° 03´ પૂ. રે.. આ શહેર માલેરન સરોવર અને બાલ્ટિક સમુદ્ર વચ્ચેના સ્વીડનના પૂર્વ કાંઠે વસેલું છે. તે સ્વીડનનું વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. સ્ટૉકહોમ આશરે 50 પુલોથી સંકળાયેલા 14 જેટલા ટાપુઓ પર…

વધુ વાંચો >

સ્પાર્ટા

સ્પાર્ટા : પ્રાચીન ગ્રીસનું એક વખતનું ખૂબ જ શક્તિશાળી રાજ્ય અને શહેર. ભૌગોલિક સ્થાન : 37° 05´ ઉ. અ. અને 22° 27´ પૂ. રે.. લૅકોનિયાનું પાટનગર. તે લૅસેડીમૉન નામથી પણ ઓળખાતું હતું. તે તેના લશ્કરી સત્તા-સામર્થ્ય તેમજ તેના વફાદાર સૈનિકો માટે ખ્યાતિ ધરાવતું હતું. દેશના રક્ષણ કાજે મરી ફીટવા તૈયાર…

વધુ વાંચો >

સ્પેન

સ્પેન પશ્ચિમ યુરોપમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 36o 00´થી 43o 30´ ઉ. અ. અને 4o 00´ પૂ. રે. થી 9o 30´ પ. રે. વચ્ચેનો 5,04,750 ચોકિમી. જેટલો (ભૂમધ્ય સમુદ્રમાં આવેલા બેલારિક ટાપુઓ તથા ઍટલૅંટિક મહાસાગરમાં આવેલા કૅનેરી ટાપુઓ સહિત) વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર–દક્ષિણ મહત્તમ લંબાઈ…

વધુ વાંચો >

સ્ફિન્ક્સ (sphinx)

સ્ફિન્ક્સ (sphinx) : મિસર અને ગ્રીસની પ્રાચીન દંતકથાઓનું કાલ્પનિક પ્રાણીસ્વરૂપ. મિસર, ગ્રીસ કે નજીકના પૂર્વના દેશોના લોકો આવી દંતકથાઓ કર્ણોપકર્ણ કહેતા રહેતા. જુદી જુદી લોકવાયકાઓ અનુસાર પ્રાચીન ગ્રીસનાં આવાં સ્ફિન્ક્સનું શરીર સિંહનું અને મસ્તક તથા વક્ષ:સ્થળ માનવ-સ્ત્રીનું કે ઘેટાનું કે બાજપક્ષીનું હતું; કેટલાંકને પાંખો અને સાપ જેવી પૂંછડી પણ હતી.…

વધુ વાંચો >

હકનો ખરડો

હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી…

વધુ વાંચો >

હકોની અરજી

હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે…

વધુ વાંચો >