Telugu literature
નૌકાચરિતમ્ (અઢારમી સદી)
નૌકાચરિતમ્ (અઢારમી સદી) : તેલુગુ પદ્યરૂપક. સંત સંગીતકાર કવિ ત્યાગરાજમાં વિવિધ પ્રતિભાઓનો સંગમ થયો હતો. એમના પિતા પરમ રામભક્ત હતા તથા માતા ભક્ત રામદાસનાં ગીતો તન્મયતાથી ગાતાં હતાં. પરિણામે ત્યાગરાજમાં ભક્તિ અને સંગીતનો સુંદર યોગ થયો હતો. એમણે રામભક્તિનાં હજારો પદો રચ્યાં હતાં. તે ઉપરાંત એમણે રામકથાને આધારે જે કેટલાંક…
વધુ વાંચો >પંડિત પરમેશ્વર શાસ્ત્રી વિલુનામા (1963)
પંડિત પરમેશ્વર શાસ્ત્રી વિલુનામા (1963) : તેલુગુ લેખક ત્રિપુરાનેની ગોપીચંદ(1910-1962)ની નવલકથા. આ નવલકથાના લેખકને 1963નો સાહિત્ય અકાદમીનો મરણોત્તર ઍવૉર્ડ અપાયો હતો. આ નવલકથાનો નાયક કેશવમૂર્તિ ઉચ્ચ કક્ષાનો લેખક છે. આદર્શવાદી છે અને સાત્વિક જીવન જીવે છે. એ પરમેશ્વર શાસ્ત્રીની પુત્રી સત્યવતીની જોડે પ્રેમલગ્ન કરે છે. બંને ભિન્ન ભિન્ન જ્ઞાતિનાં હોવાથી…
વધુ વાંચો >પંતુલુ કાશીનાધુની નાગેશ્વર રાવ
પંતુલુ, કાશીનાધુની નાગેશ્વર રાવ (જ. 1 મે 1867, એલાકુરુ, ગુડિવાડા તાલુકો, કૃષ્ણા જિલ્લો; અ. 11 એપ્રિલ 1938, ચેન્નાઈ) : સ્વાતંત્ર્ય-સેનાની, પત્રકાર અને પ્રતિષ્ઠિત તેલુગુ સાહિત્યકાર. પ્રારંભિક શિક્ષણ વતન એલાકુરુમાં લીધા બાદ માધ્યમિક શિક્ષણ મછલીપટ્ટનમમાં મેળવ્યું. ક્રિશ્ચિયન કૉલેજ, ચેન્નાઈમાં ઉચ્ચશિક્ષણ મેળવ્યું. વીસમી સદીના આરંભે ભારતમાં સ્વદેશી આંદોલન શરૂ થયું. તેમણે સપ્ટેમ્બર,…
વધુ વાંચો >પાલ્લુરિ સોમનાથ (તેરમી શતાબ્દીનો અંત)
પાલ્લુરિ સોમનાથ (તેરમી શતાબ્દીનો અંત) : કન્નડ લેખક. વીરશૈવ સંપ્રદાયના કવિ. એમનો જન્મ કર્ણાટકના ગોદાવરી જિલ્લાના પાલ્લુરિ ગામમાં. પિતાનું નામ બસવેશ. ગુરુનું નામ ગુરુકિંગાર્ય. એમણે શાસ્ત્રાર્થમાં ઘણા પંડિતોને પરાજય આપ્યો હતો. ગણપુરના રાજા જગદેવમલ્લે એમનું સન્માન કર્યું હતું. સોમનાથે તેલુગુ અને સંસ્કૃતમાં પણ કાવ્યરચનાઓ કરી છે. તેલુગુના પ્રાચીન કવિઓમાં એમનું…
વધુ વાંચો >પી. નારાયણચંદ્ર (જ. 1914 પેનુગોન્ડા આંધ્રપ્રદેશ)
પી. નારાયણચંદ્ર (જ. 1914, પેનુગોન્ડા, આંધ્રપ્રદેશ) : નામાંકિત તેલુગુ કવિ. તેમને તેમની કૃતિ ‘જનપ્રિય રામાયણમ્’ (મહાકાવ્ય) માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે ઑરિયેન્ટલ કૉલેજ તથા તિરુપતિ અને મદ્રાસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને તેલુગુ વિદ્વાનની પદવી મેળવેલી. ત્યારબાદ વિવિધ શાળા-કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. થોડો વખત સાહિત્ય અકાદમીના લાઇબ્રેરિયન…
વધુ વાંચો >પ્રસન્નવ્યંકટેશ્વરવિલાસમ્ (અઢારમી સદીનો આરંભકાળ)
પ્રસન્નવ્યંકટેશ્વરવિલાસમ્ (અઢારમી સદીનો આરંભકાળ) : તંજાવર રાજ્યના રાજકવિ દર્ભગિરિ-રચિત યક્ષગાન. એ તેલુગુનો ર્દશ્યશ્રાવ્ય કાવ્યપ્રકાર છે. એ મંદિરોમાં અને રાજદરબારોમાં ભજવાય છે. તેમાં વર્ણનાત્મક તથા સંવાદપ્રધાન ગીતોની રચના હોય છે. એના અનેક પ્રકારો પૈકી એક પ્રકાર ઇષ્ટદેવની સ્તુતિ તથા એનાં મહિમાગીતોનો હોય છે. વ્યંકટેશ્વર તિરુપતિ એ દક્ષિણના આરાધ્ય દેવ છે, જેમનો…
વધુ વાંચો >પ્રહલાદચરિતમુ
પ્રહલાદચરિતમુ : તેલુગુ સંત કવિ ત્યાગરાજની રચના. તેલુગુ તથા તમિળ બંને ભાષાઓમાં જેમણે એમની રચનાઓ દ્વારા અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને જેમનામાં સંત, સંગીતકાર તથા કવિનો સુમેળ સધાયો હતો તે ત્યાગરાજે (1767–1847) અનેક સંગીતરૂપકો રચેલાં અને ગાયેલાં. તેમાં ‘પ્રહલાદચરિતમુ’ મુખ્ય છે અને આજે પણ આંધ્રપ્રદેશમાં, લોકોમાં તે ગવાતું રહે…
વધુ વાંચો >બલીપીઠમ્
બલીપીઠમ્ (1959) : તેલુગુ કૃતિ. સ્વાતંત્ર્યોત્તર કાળનાં તેલુગુ લેખિકા રંગનાથમ્માની સ્ત્રીઓની સમસ્યા અને પુરુષો સામેના વિદ્રોહનું એલાન કરતી આ નવલકથાને આંધ્રપ્રદેશની સરકાર તરફથી 1966માં પારિતોષિક માટે પસંદ કરવામાં આવી હતી. રંગનાથમ્મા પુરુષો સામે બંડ કરવા પ્રેરતી લેખિકા તરીકે જાણીતાં છે. એમની આ નવલકથામાં એક કન્યા આંતરજાતીય લગ્ન કરવા ઇચ્છે છે.…
વધુ વાંચો >બસવપુરાણ
બસવપુરાણ : તેલુગુ કૃતિ. સમય તેરમી-ચૌદમી સદી. પાલ્કુરિકી સોમનાથડુએ રચેલા આ કાવ્યને વીરશૈવ સંપ્રદાયનો વેદ મનાય છે. વીરશૈવ સંપ્રદાયના પ્રવર્તક બસવેશ્વેરના પૂર્વજન્મના સંસ્કારોને કારણે એ બાલ્યવયમાં જ ભક્તિ તરફ વળ્યા. યજ્ઞોપવીત વગેરે વૈદિક કર્મકાંડ તથા વર્ણવ્યવસ્થાનો પરિત્યાગ, એકમાત્ર ભક્તિપ્રધાન, વર્ણવ્યવસ્થાહીન તથા સર્વજનસુલભ વીરશૈવ સંપ્રદાયની સ્થાપના, તપશ્ચર્યા, શિવનો સાક્ષાત્કાર, એમનો સંદેશ…
વધુ વાંચો >બાલનપ્રભુ વ્યંકટેશ્વર
બાલનપ્રભુ વ્યંકટેશ્વર (જ. 1880; અ. 1971) – વેલોટી વ્યંકટેશ્વરન્ (જ. 1882; અ. 1951) : તેલુગુ લેખકો. આ બંને લેખકોનો જન્મ કાકીનાડા(આંધ્રપ્રદેશ)માં થયો અને શાળામાં સાથે ભણતા હતા ત્યારની મૈત્રી હતી અને તે અંત સુધી ટકી રહી. એટલું જ નહિ, પણ બંનેએ સહિયારું સાહિત્યસર્જન કર્યું. કાકીનાડા દેશી રાજ્ય હતું અને રાજાએ…
વધુ વાંચો >