Sociology
ગ્રાહક સહકારી મંડળી
ગ્રાહક સહકારી મંડળી : વેપારીઓ દ્વારા થતું ગ્રાહકોનું શોષણ અટકાવવા રચવામાં આવતા સહકારી પદ્ધતિના વેચાણ-એકમો. સમાજની દરેક વ્યક્તિ ગ્રાહકોપયોગી ચીજવસ્તુઓની વપરાશ કરે છે. ભારતમાં વસ્તીવિસ્ફોટના કારણે વસ્તુઓની માગ વધતી જતી હોય છે. તેથી ચીજવસ્તુઓના ઉત્પાદકો તેમજ બજાર – મધ્યસ્થીઓ ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરતા હોય છે. ગ્રાહકોની સર્વોપરીતા હોય તેવું…
વધુ વાંચો >ગ્રાહક-સુરક્ષા
ગ્રાહક-સુરક્ષા : ઉત્પાદકો, વિતરકો અને વેપારીઓની રીતિનીતિ સામે વસ્તુઓ અને સેવાના ઉપભોક્તાઓનાં હિતોનું રક્ષણ કરવાની પ્રવૃત્તિ. મૂડીવાદી અર્થતંત્રમાં મજૂરોનાં હિતોનું રક્ષણ કરવા માટે જેમ ઓગણીસમી સદીના આરંભમાં મજૂરપ્રવૃત્તિની શરૂઆત થઈ તેમ વીસમી સદીના ઉત્તરાર્ધમાં ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિનો મુક્ત બજારમાંના એક દબાવ-જૂથ તરીકે આરંભ થયો. સંપૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ છે.…
વધુ વાંચો >ઘુર્યે, જી. એસ.
ઘુર્યે, જી. એસ. (જ. 12 ડિસેમ્બર 1893, માલવણ, રત્નાગિરિ જિલ્લો; અ. 28 ડિસેમ્બર 1983, મુંબઈ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતીય સમાજશાસ્ત્રી. તેમનું આખું નામ ગોવિંદ સદાશિવ ઘુર્યે હતું. શરૂઆતનું શિક્ષણ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના માલવણ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ મુંબઈ અને જૂનાગઢમાં લીધું. મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરી…
વધુ વાંચો >ચંદાવરકર, સર નારાયણ ગણેશ
ચંદાવરકર, સર નારાયણ ગણેશ (જ. 2 ડિસેમ્બર 1855, હોનાવર, કર્ણાટક; અ. 14 મે 1923, બૅંગાલુરુ) : અગ્રણી સમાજસુધારક, ધારાશાસ્ત્રી તથા રાજનીતિજ્ઞ. 1871માં મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિક તથા 1876માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા પાસ કરી. તે જ કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. 1881માં સરકારી લૉ કૉલેજમાંથી એલએલ.બી. થયા અને વકીલાત શરૂ કરી.…
વધુ વાંચો >છૂટાછેડા
છૂટાછેડા : લગ્નવિચ્છેદ. ધાર્મિક પ્રથા મુજબ અગર કાયદેસર લગ્નગ્રંથિથી રચાયેલ દાંપત્યજીવનનો વિચ્છેદ. તે અંગેની પરિસ્થિતિનું નિર્માણ દાંપત્યજીવનમાં તિરાડ, અન્યત્ર જાતીય સંબંધ, શારીરિક અગર માનસિક કજોડાં હોવા અંગેની ગ્રંથિ, અહંકારી સ્વમાનભાવના વગેરે દ્વારા થતું હોય છે. તેને કારણે લગ્નજીવનમાં દુ:ખ, કલહ-કંકાસ-કટુતા ઉત્પન્ન થાય છે. આ કારણો સિવાય ખોટી રજૂઆત કે હકીકતો…
વધુ વાંચો >જત
જત : કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વસતી એક વિશિષ્ટ જાતિ. જત લોકો ઑક્સસ નદી ઉપર વસતા હતા. તેમનો જર્ત્રિકો તરીકે ઉલ્લેખ થયો છે. કચ્છનો જર્ત્રદેશ તરીકે ઉલ્લેખ થયો છે. તે તેમના કચ્છના વસવાટને કારણે હશે. ઈ. પૂ. 150થી 100 દરમિયાન તેઓ કુશાણો સાથે આવ્યા હતા. તેઓ પ્રથમ બલૂચિસ્તાનમાં બોલનઘાટ…
વધુ વાંચો >જન્મદર
જન્મદર : એક વર્ષના ગાળા દરમિયાન એક હજાર વ્યક્તિ દીઠ જન્મેલાં બાળકોની સરેરાશ સંખ્યા દર્શાવતો દર. દા. ત., જ્યારે એમ કહેવામાં આવે છે કે 1992માં વિશ્વમાં જન્મદર 27 હતો ત્યારે વિશ્વની તે વર્ષની એક હજાર વસ્તી દીઠ નવાં જન્મેલાં બાળકોની સંખ્યા 27 હતી. જન્મદર તથા મૃત્યુદરની સંયુક્ત વિચારણા દ્વારા કોઈ…
વધુ વાંચો >જયપ્રકાશ નારાયણ
જયપ્રકાશ નારાયણ (જ. 11 ઑક્ટોબર 1902, સિતાબદિયારા, બિહાર; અ. 8 ઑક્ટોબર 1979, મુંબઈ) : અગ્રણી સ્વતંત્રતા સેનાની, વરિષ્ઠ સમાજવાદી નેતા તથા સંપૂર્ણ ક્રાંતિને વરેલા સન્નિષ્ઠ સર્વોદય કાર્યકર. મધ્યમવર્ગી કાયસ્થ કુટુંબમાં હરસુદયાલને ત્યાં જન્મેલા જયપ્રકાશે મહાત્મા ગાંધીની અસહકારની હાકલે કૉલેજ છોડી લડતમાં ઝુકાવ્યું. આંદોલન ઓસરતાં અભ્યાસ માટે 1922માં અમેરિકા ગયા અને…
વધુ વાંચો >જાટ
જાટ : ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન વગેરે રાજ્યોમાં વસતી કૃષિકાર જાતિ. અનુશ્રુતિ પ્રમાણે દક્ષના યજ્ઞનો નાશ કરવા માટે શિવે પોતાની જટામાંથી ઉત્પન્ન કરેલા બે ગણો તેમના આદિપુરુષો હતા. શિવની જટામાંથી ઉત્પન્ન થયા તેથી તેમના વંશજો જાટ તરીકે ઓળખાય છે. પણ ઇતિહાસ પ્રમાણે ઈ. પૂ. 150-100 દરમિયાન આ…
વધુ વાંચો >