Sociology
જ્યોતિસંઘ
જ્યોતિસંઘ : સ્ત્રીઓના સર્વાંગી વિકાસની ભાવનાથી સ્થપાયેલી સંસ્થા. સ્થાપના 1934. 1930ની સ્વાતંત્ર્ય-લડતમાં ગાંધીજીએ ભારતીય નારીને સામેલ કરી. અમદાવાદના ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈનાં મોટાં દીકરી મૃદુલા લડતમાં જોડાયાં. 1933માં લડત સમેટાઈ ત્યાં સુધી બહેનોમાં ઉત્સાહનો જુવાળ ચાલુ રહ્યો. તત્કાલીન સમાજ રૂઢિચુસ્ત, અજ્ઞાન અને વહેમથી પીડાતો હતો. સ્ત્રીઓની સ્થિતિ દયનીય હતી. લડત સમેટાતાં…
વધુ વાંચો >ઝિમેલ, જ્યોર્જ
ઝિમેલ, જ્યોર્જ (જ. 1 માર્ચ 1858, બર્લિન; અ. 28 સપ્ટેમ્બર 1918) : સમાજશાસ્ત્રના જર્મન સ્થાપક. તેમણે સમાજશાસ્ત્રના અભ્યાસને સંરચનાવાદ (structuralism) નામનું નવું પરિમાણ આપ્યું. માનવસમાજનો અભ્યાસ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. પણ, છેક ઓગણીસમી સદીના પ્રારંભ સુધી તેને શાસ્ત્ર કે વિજ્ઞાન ગણવામાં આવતું નહોતું. આ સમયે ફ્રેન્ચ ચિંતક ઑગુસ્ત કૉમ્તે…
વધુ વાંચો >ઝૂંપડપટ્ટી
ઝૂંપડપટ્ટી : આર્થિક કંગાલિયતની કાયમી પરિસ્થિતિમાં જીવતા લોકોના વસવાટોનો સમૂહ. વિશ્વમાં માનવજીવનના પ્રારંભથી આશ્રયસ્થાન, રહેઠાણ કે આવાસ વ્યક્તિ અને કુટુંબના કેન્દ્રમાં રહેલ છે. સામંતશાહીનો અસ્ત, વિશ્વભરના મૂડીવાદી દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ અને ત્રીજા વિશ્વના દેશોમાં શહેરીકરણને કારણેઝૂંપડપટ્ટીનો ઉદભવ એક અનિવાર્ય ઘટના બની. તેણે અનેક સમસ્યાઓ સર્જી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની વ્યાખ્યા પ્રમાણે…
વધુ વાંચો >ટિળક, બાળ ગંગાધર
ટિળક, બાળ ગંગાધર (જ. 23 જુલાઈ 1856, રત્નાગિરિ; અ. 1 ઑગસ્ટ 1920, મુંબઈ) : જહાલ રાષ્ટ્રવાદી નેતા અને પ્રાચ્યવિદ્યાના વિદ્વાન. મધ્યમવર્ગના રૂઢિપૂજક ચિત્પાવન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. મૂળ નામ કેશવ, પરંતુ ‘બાળ’ નામથી તેઓ વધારે જાણીતા થયા. વડવા નાના જાગીરદાર હતા. અંગ્રેજ સરકાર આવતાં જ ટિળકના પરદાદા કેશવરાવે પેશ્વા સરકારના ઉચ્ચ…
વધુ વાંચો >ટોડા
ટોડા : કર્ણાટક રાજ્યની નીલગિરિની પહાડીઓમાં વસતી આદિવાસી જાતિ. તે અંશત: નિગ્રિટો લક્ષણો ધરાવે છે. તે દ્રવિડભાષી છે. અલ્પ વસ્તી ધરાવતી આ આદિવાસી જાતિનો પશુપાલન મુખ્ય વ્યવસાય છે. દંતકથા અનુસાર દેવી તિથાર્કિજીએ વિશ્વની અને સાથોસાથ ભેંસ તથા તેના પૂછડે લટકતા માણસની રચના કરી છે. આ માણસ ટોડા હતો. ત્યાંના પુરુષો…
વધુ વાંચો >ટ્રસ્ટીશિપ
ટ્રસ્ટીશિપ : ટ્રસ્ટીશિપ એટલે વાલીપણું. ટ્રસ્ટ એટલે વિશ્વાસ. મનુષ્ય મનુષ્ય વચ્ચેના સામાજિક, ધાર્મિક, રાજકીય, આર્થિક વગેરે સર્વસામાન્ય વ્યવહારો વિશ્વાસના પાયા પર ગોઠવાય છે. વિનોબાજીના કથન અનુસાર જીવનમાં જે સ્થાન શ્વાસનું છે તે સ્થાન સમાજમાં વિશ્વાસનું છે. એટલે વિનોબાજીએ ટ્રસ્ટીશિપને ‘વિશ્વસ્ત વૃત્તિ’ નામ આપ્યું અને એને શિક્ષણથી પરિપુષ્ટ કરવાની વાત કરી.…
વધુ વાંચો >ઠક્કર, અનુબહેન
ઠક્કર, અનુબહેન (જ. 6 સપ્ટેમ્બર 1944, અંજાર, કચ્છ; અ. 18 ડિસેમ્બર 2001, ? વલસાડ જિલ્લો) : સેવાની ધખના ધરાવતી અને જીવતરનો ઊજળો હિસાબ દેનારી એકલપંડ મહિલા-સમાજસેવિકા. પિતા ગોવિંદજી અને માતા ભગવતી – બંને ધાર્મિક વૃત્તિ ધરાવતાં હતાં અને સેવાપરાયણ રહેવા ઉત્સુક રહેતાં હતાં. કસ્ટમ-અધિકારી પિતાની બદલી સાણંદ ખાતે થતાં, મોસાળના…
વધુ વાંચો >ઠક્કર, અમૃતલાલ વિઠ્ઠલદાસ
ઠક્કર, અમૃતલાલ વિઠ્ઠલદાસ (ઠક્કરબાપા) (જ. 29 નવેમ્બર 1869, ભાવનગર; અ. 19 જાન્યુઆરી 1951, ગોધરા) : ‘ઠક્કરબાપા’નું વહાલસોયું બિરુદ ધરાવનાર તથા દલિતો અને સમાજથી તિરસ્કૃત લોકોની મૂકસેવા કરનાર લોકસેવક. જન્મ સંસ્કારી લોહાણા કુટુંબમાં. માતા મૂળીબાઈ સેવાપરાયણ હતાં. વિઠ્ઠલદાસનાં છ પુત્રો અને એક પુત્રી પૈકી અમૃતલાલ બીજું સંતાન હતા. પ્રાથમિક શિક્ષણ ભાવનગર…
વધુ વાંચો >ઠાકરશી, પ્રેમલીલા (લેડી)
ઠાકરશી, પ્રેમલીલા (લેડી) (જ. 1894; અ. 1977) : તન-મન અને ધનથી મહિલા-કેળવણી જેવાં સમાજસેવાનાં ક્ષેત્રોમાં મોટું પ્રદાન કરનાર જાજરમાન મહિલા. કાપડ-ઉદ્યોગપતિ વિઠ્ઠલદાસ દામોદરદાસ ઠાકરશીનાં પત્ની. પતિ વિઠ્ઠલદાસ મુંબઈમાં ચાર કાપડમિલોના માલિક હતા. વેપારઉદ્યોગના ક્ષેત્રે તેમની ભારે પ્રતિષ્ઠા હતી; એટલું જ નહિ, મુંબઈ વિધાન પરિષદના સભાસદ રૂપે રાજકાજ તથા સાર્વજનિક ક્ષેત્રોમાં…
વધુ વાંચો >ડાહરેનડોર્ફ, રાલ્ફ
ડાહરેનડોર્ફ, રાલ્ફ (જ. 1 મે, 1929, હેમ્બર્ગ, જર્મની; અ. 17 જૂન 2009, કોલોજન, જર્મની) : જાણીતા જર્મન સમાજશાસ્ત્રી. કિશોરાવસ્થા દરમિયાન રાલ્ફે રાજકારણમાં પગરણ માંડ્યાં હતાં. નાઝીઓના રાજકીય વિરોધી હોવાને નાતે કિશોર ડાહરેનડોર્ફને કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં મોકલી દેવાયા હતા. રાજકારણની આવી તાલીમ તેઓને સમગ્ર કારકિર્દી દરમિયાન ઉપયોગી બની. પાછળથી પશ્ચિમ જર્મનીની ધારાસભા…
વધુ વાંચો >