Sociology

ક્લબ ઑવ્ રોમ

ક્લબ ઑવ્ રોમ : એપ્રિલ, 1968માં શરૂ કરવામાં આવેલું આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક મંડળ. તેના સભ્યોમાં વૈજ્ઞાનિકો, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરતા જાણીતા સનદી અમલદારો તથા ઔદ્યોગિક અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા અગ્રણીઓનો સમાવેશ થયેલો છે. તેનું મુખ્ય કાર્યાલય જિનીવામાં રાખવામાં આવ્યું છે, પરંતુ તેના મુખ્ય પ્રણેતા ડૉ. ઓરેલિયો પેસી ઇટાલીના હોવાથી તેને…

વધુ વાંચો >

ક્લર્ક, એફ. ડબ્લ્યૂ. દ

ક્લર્ક, એફ. ડબ્લ્યૂ. દ (જ. 18 માર્ચ 1936, જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા; અ. 11 નવેમ્બર 2021 કેપટાઉન, રીપબ્લીક ઑફ સાઉથ આફ્રિકા) : 1993નો શાંતિનો નોબેલ પુરસ્કાર મેળવનાર દક્ષિણ આફ્રિકાના પ્રમુખ (1989-94) અને વડાપ્રધાન. આ પુરસ્કાર તેમને તે જ દેશના હબસી નેતા નેલ્સન મન્ડેલાની સાથે સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો હતો. ક્લર્કની…

વધુ વાંચો >

ક્ષત્રિયસભા

ક્ષત્રિયસભા : કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજપૂતોનું આઝાદી બાદ સ્થપાયેલું સંગઠન. ભારતમાં આઝાદી સાથે રાજકીય પરિવર્તનનાં એંધાણ દેખાતાં હતાં ત્યારે કેટલાક રાજપૂત આગેવાનોને લાગ્યું કે નવી રાજકીય પરિસ્થિતિમાં જો એમને રાજકીય તખ્તા પર ટકવું હોય તો એમણે સંગઠિત થઈ સંખ્યાનો વ્યાપ વધારવો જોઈએ. આવા કેટલાક આગેવાનોએ ભેગા થઈ 15 નવેમ્બર…

વધુ વાંચો >

ખાસી લોકો

ખાસી લોકો : આસામની ખાસી ટેકરીઓના વિસ્તારમાં વસતી માતૃમૂલક જનજાતિ. મ્યાનમારમાંથી આવેલા આ લોકો માગોલૉઇડ જનજાતિ પ્રકારના છે. તેમની ચામડીનો રંગ કાળા સાથે પીળો છે. તેમની ગરદન ટૂંકી, નાક બેઠેલું, ચપટું, આંખ ઝીણી અને ગાલનાં હાડકાં ઊપસેલાં હોય છે. તેમનાં શરીર હૃષ્ટપુષ્ટ પણ ઠીંગણાં હોય છે. સ્ત્રી અને પુરુષો બંને…

વધુ વાંચો >

ખુદાઈ ખિદમતગાર

ખુદાઈ ખિદમતગાર : વાયવ્ય સરહદ પ્રાંતમાં ભારતની આઝાદી પૂર્વે રચવામાં આવેલું પઠાણોનું સ્વયંસેવક સંગઠન. સ્થાપના 1929. ભારતની સ્વતંત્રતાની ચળવળના અગ્રણી ખાન અબ્દુલ ગફારખાન તેના સ્થાપક હતા. પ્રાણીમાત્રની સેવા એટલે ઈશ્વરની સેવા એ મૂળભૂત સિદ્ધાંતના પાયા પર આ સંગઠન રચવામાં આવ્યું હતું. ‘ખુદાઈ ખિદમતગાર’ એટલે ખુદાનો બંદો, ઈશ્વરનો સેવક. પઠાણ કોમ…

વધુ વાંચો >

ગરાસિયા

ગરાસિયા : ગુજરાતમાં ભીલ જાતિના પેટાજૂથ તરીકે અને રાજસ્થાનમાં એક સ્વતંત્ર જાતિજૂથ તરીકે ઓળખાતા લોકો. તેઓ પોતાને મૂળે ચિતોડના પતન પછી જંગલમાં નાસી ગયેલા અને ભીલો સાથે સ્થાયી થયેલા પણ મૂળ રજપૂત વંશના ગણાવે છે. તેમના આગેવાનોએ રાજા પાસેથી ખેતી માટે જે જમીન ભેટમાં મેળવેલી તે ગરાસ – ગ્રાસ તરીકે…

વધુ વાંચો >

ગાડગે મહારાજ, સંત

ગાડગે મહારાજ, સંત (જ. 23 ફેબ્રુઆરી 1876, શેણગાંવ, જિ. અમરાવતી, મહારાષ્ટ્ર; અ. 2૦ ડિસેમ્બર 1956, પ્રવાસ દરમિયાન) : મહારાષ્ટ્રના અગ્રણી સંતપુરુષ અને સમાજસુધારક. ધોબી જ્ઞાતિમાં જન્મ. પિતાનું નામ ઝિંગરાજી અને માતાનું નામ સખુબાઈ. અટક જાણોરકર. મૂળ નામ ડેબુજી. તદ્દન નિરક્ષર, છતાં મરાઠી ભાષા સુબોધ અને પ્રભાવી. ખભા પર લટકાવેલો ફાટેલો…

વધુ વાંચો >

ગામીત

ગામીત : માત્ર ગુજરાત રાજ્યમાં જોવા મળતી જાતિ. તે ગાવીંત, ગામતડા કે માવચી વગેરે નામે ઓળખાય છે. તેમની વસ્તી ગુજરાતમાં સૂરત, વડોદરા, ભરૂચ, વલસાડ અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે. દંતકથાઓ પ્રમાણે મૌર્યકાળના સૈનિકો ગામને છેવાડે જંગલમાં ભાગી ગયેલા તેથી ગામ-તડે-માંથી ગામતડા થયું હશે. ક્યાંક મહેસૂલ ઉઘરાવનાર ગાવીંત કહેવાતો હોઈ…

વધુ વાંચો >

ગારડી, દીપચંદ

ગારડી, દીપચંદ (જ. 25 એપ્રિલ 1915, પડધરી, સૌરાષ્ટ્ર; અ. 6 જાન્યુઆરી 2014, મુંબઈ) : પ્રસિદ્ધ દાનવીર, અગ્રણી સમાજસેવક અને માનવતાપ્રેમી વ્યક્તિત્વના ધની. એમના પિતાનું નામ સવરાજભાઈ, માતાનું નામ કપૂરબહેન. માત્ર ચાર વર્ષ અને બે મહિનાની વયે દીપચંદભાઈએ પિતાની છત્રછાયા ગુમાવતાં ઊંડો આઘાત લાગ્યો. એ સમયે માતા કપૂરબહેનની ઉંમર માત્ર વીસ …

વધુ વાંચો >

ગારો

ગારો : ઈશાન ભારતમાં આસામની ગારો પર્વતમાળાઓમાં વસતી આદિવાસી જાતિ. મૉંગોલૉઇડ જાતિની આ પ્રજા તિબેટન-બર્મીઝ બોલી બોલે છે. તેઓ પોતાને ગારોને બદલે અચીક કે મન્ડે તરીકે પણ ઓળખાવે છે. તેમનામાં અવે, ચિસાક, મીચીદુઅલ, અમ્બેન્ગ, ગારો-ગન્ચીગ, અદેન્ગ, મેગામ જેવાં પેટાજૂથો છે પણ તેમની વચ્ચે ઊંચનીચના ભેદ નથી. તેઓ માતૃવંશી કુટુંબવ્યવસ્થા ધરાવે…

વધુ વાંચો >