Sociology
ગુજરાત (ઇતિહાસ)
ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…
વધુ વાંચો >ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)
ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…
વધુ વાંચો >ગુહા નિયોગી, શંકર
ગુહા નિયોગી, શંકર (જ. 14 ફેબ્રુઆરી 1943; અ. 28 સપ્ટેમ્બર 1991) : મજૂર-પ્રવૃત્તિઓના અગ્રણી. છત્તીસગઢ મુક્તિ મોરચા નામના કામદાર યુનિયનના સ્થાપક અને ભારતીય કામદાર નેતા તરીકે તેઓ ખૂબ જાણીતા બન્યા. ભિલાઈના શ્રમિક સંઘના કાર્યાલયમાં જ આ ક્રાંતિવીરની ગોળીબાર કરીને ક્રૂર હત્યા કરાયેલી. ‘ધાન કા કટોરા’ તરીકે ઓળખાતા છત્તીસગઢ પ્રદેશમાં ખનીજ…
વધુ વાંચો >ગૂડી પડવો
ગૂડી પડવો : પુરાણની અનુશ્રુતિ અનુસાર, ચૈત્ર શુક્લ પ્રતિપદાએ બ્રહ્માએ સૃષ્ટિનો આરંભ કર્યો. જડચેતન સર્વ ભૂતો આ દિવસના સૂર્યોદયથી આરંભી કાર્યરત થયાં. કાલગણનાનો આરંભ આ દિવસથી થયો. નૂતન વર્ષનો આરંભ, ઉત્તરાયન અને વસંત ઋતુ, ચૈત્ર માસ, શુક્લ પક્ષ એ સર્વનો આરંભ આ દિવસે થયો. આ દિવસ કલ્પનો આદિ દિન ગણાય…
વધુ વાંચો >ગેઝેટિયર
ગેઝેટિયર : પ્રદેશની સર્વાંગી માહિતી આપતો સરકારી સર્વસંગ્રહ. ગુજરાતના કવિ નર્મદાશંકરે ‘ગુજરાત સર્વસંગ્રહ’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. તેવો જ ‘ચરોતર સર્વસંગ્રહ’ પ્રયોગ પણ છે. ગ્રીક ભાષામાં ‘ગાઝા’નો અર્થ ‘સમાચારનો ભંડાર’ થાય છે. 1566માં વેનિસની સરકાર દ્વારા પ્રસિદ્ધ થતું અને એક ગેઝેટા સિક્કાની કિંમતમાં વેચાતું વર્તમાનપત્ર ‘ગેઝેટા’ તરીકે જાણીતું હતું. આ…
વધુ વાંચો >ગ્રામદાન
ગ્રામદાન : 1951–52માં વિનોબાજીએ શરૂ કરેલા ભૂદાનયજ્ઞમાં સ્વાભાવિક ક્રમે વિકસેલો દાનનો પ્રકાર. સર્વોદય સમાજનું ત્રીજું સંમેલન વર્ધાથી 482 કિમી.ને અંતરે આવેલા આંધ્રપ્રદેશના શિવરાપલ્લીમાં ભરાવાનું હતું. કૉંગ્રેસના અગ્રણી નેતા શંકરરાવ દેવની વિનંતીથી વિનોબા એ સંમેલનમાં જવા પગપાળા નીકળ્યા. 15મી એપ્રિલે સંમેલનની પૂર્ણાહુતિ પછી વિનોબાએ ફરી પદયાત્રા આંરભી. ત્રીજે દિવસે (તા. 18મી…
વધુ વાંચો >ગ્રામદેવતા
ગ્રામદેવતા : ગ્રામના દેવ કે દેવી એ અર્થ ઉપરાંત ગ્રામ શબ્દનો અર્થ સમૂહ થતો હોઈ તેમાં જુદા જુદા સમૂહો કે સમાજોના દેવતાનો અર્થ પણ સમાયેલો હોવાથી ગ્રામદેવતા એ સ્થાનદેવતા તથા કુળ-દેવતાનું પણ સૂચન કરે છે. ભારતના દરેક ગામને દેવ-દેવીઓ હોય છે. સામાન્ય રીતે ગામને પાદરે તેમનાં સ્થાનો હોય છે. ત્યાં…
વધુ વાંચો >ગ્રામપંચાયત
ગ્રામપંચાયત : પંચાયતીરાજનો પાયાનો એકમ. પંચવર્ષીય યોજનાના ભાગ રૂપે ગ્રામવિસ્તારના વિકાસ માટે સામૂહિક વિકાસ યોજના શરૂ કરવામાં આવી. ગામડાંના લોકોનો સહકાર મળી રહે તે માટે ઑક્ટોબર 1952થી સમગ્ર દેશમાં આ યોજના શરૂ કરવામાં આવી; પરંતુ સામૂહિક વિકાસયોજના ધાર્યાં પરિણામ લાવી શકી નહિ. તેનું મૂલ્યાંકન કરવા માટે એક પેટાસમિતિ ‘કમિટી ઑન…
વધુ વાંચો >ગ્રામવીજળીકરણ
ગ્રામવીજળીકરણ : ગ્રામવિકાસ માટે વીજશક્તિ પૂરી પાડવાનું આયોજન. ભારત પરાપૂર્વથી ખેતીપ્રધાન દેશ રહેલો છે. તેથી દેશની મોટા ભાગની વસ્તી ખેતી અને તેને સંલગ્ન વ્યવસાયોમાં રોકાયેલી છે. ખેતીની પ્રગતિ પર લોકોના જીવનધોરણનો આધાર રહેલો હોઈ, આઝાદી બાદ ભારતે વિકાસશીલ અર્થતંત્રની નીતિ અપનાવી અને આયોજન દ્વારા દેશનાં ખેતી, સિંચાઈ, ઉદ્યોગ, માર્ગો અને…
વધુ વાંચો >ગ્રામીણ વિકાસ
ગ્રામીણ વિકાસ : દેશના ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટેની વ્યૂહરચના તથા તેનો અમલ. ગ્રામીણ પ્રજાનાં આવક અને ઉત્પાદન વધે, તેમને સંતુલિત આહાર મળે, તે સુશિક્ષિત અને તંદુરસ્ત બને, જીવનની જરૂરિયાતો પર્યાપ્ત પ્રમાણમાં સંતોષી શકે અને સાથે સાથે તેના જીવનમાં ગુણાત્મક સુધારણા આવે એ માટેના પ્રયત્નોનો ગ્રામીણ વિકાસમાં સમાવેશ થાય છે.…
વધુ વાંચો >