Geography

શ્યોક (Shyok)

શ્યોક (Shyok) : જમ્મુ-કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં આવેલી નદી. સિયાચીન હિમનદીમાંથી નીકળતી નુબ્રા નદીના મેળાપ પછી તૈયાર થતી નદી. રીમો હિમનદીમાંથી તેમજ તેરિમ કાંગરી શિખર(ઊંચાઈ 7,500 મીટર)માંથી તેને જળપુરવઠો મળી રહે છે. તે કારાકોરમની દક્ષિણે ગિલગીટના ખીણ-વિસ્તારમાંથી શિગાર નદી સહિત પસાર થાય છે અને કાશ્મીરના વાયવ્ય ભાગમાં થઈને વહે છે. ટ્રાન્સ-હિમાલયન…

વધુ વાંચો >

શ્રીકંઠ દેશ

શ્રીકંઠ દેશ : ઉત્તર ભારતમાં, હર્ષવર્ધનના (ઈ. સ. 7મી સદી) પાટનગર થાણેશ્વરની આસપાસનો પ્રદેશ. કવિ બાણે ‘હર્ષચરિત’માં જણાવ્યા પ્રમાણે શ્રીકંઠ દેશમાં થાણેશ્વર શહેર અને જિલ્લો આવેલાં હતાં. બાણના જણાવ્યા મુજબ તે પ્રદેશમાં ઘઉં, ચોખા અને શેરડીનો પાક થતો હતો. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

શ્રીકાકુલમ્

શ્રીકાકુલમ્ : આંધ્રપ્રદેશના ઈશાન છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 18° 21´થી 19° 10´ ઉ.અ. અને 83° 30´ થી 84° 50´ પૂ.રે. વચ્ચેનો 5,837 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઓરિસા રાજ્યની સીમા, પૂર્વ અને દક્ષિણમાં  બંગાળનો ઉપસાગર, પશ્ચિમ અને વાયવ્યમાં…

વધુ વાંચો >

શ્રીનગર

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 34° 05´ ઉ. અ. અને 74° 49´ પૂ. રે. આજુબાજુનો 2,228 ચોકિમી. (રાજ્યનો આશરે 10 % વિસ્તાર) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તર તરફ બારામુલા, ઈશાનમાં કારગીલ, અગ્નિકોણમાં અનંતનાગ, દક્ષિણે પુલવામા તથા નૈર્ઋત્યમાં બડગામ…

વધુ વાંચો >

શ્રીપુર (શરભપુર)

શ્રીપુર (શરભપુર) : હાલના મધ્યપ્રદેશના રાયપુર જિલ્લામાં આવેલ પ્રાચીન નગર, જે પાછળથી શરભપુરિયા વંશના રાજાઓનું પાટનગર હતું. તે રાજાઓ પોતાને ‘પરમ ભાગવત’ કહેવડાવતા હતા. જુદા જુદા લેખકોએ તેને માટે સંબલપુર, સરનગઢ, સરપગઢ વગેરે નામ આપ્યાં છે. રાજા શરભ અને તેનો પુત્ર નરેન્દ્ર પાંચમી સદીનાં છેલ્લાં વરસોમાં થઈ ગયા. છઠ્ઠી સદીનાં…

વધુ વાંચો >

શ્રીરંગમ્

શ્રીરંગમ્ : ભારતના તામિલનાડુ રાજ્યના ત્રિચિનાપલ્લી જિલ્લાનું એક નગર. તે કાવેરી નદીની શાખાઓ અને કોલ્લિટમની વચ્ચે એક ટાપુ પર આવેલું છે. ચેન્નાઈ અને ત્રિચિનાપલ્લી નગરને જોડતો માર્ગ અહીંથી પસાર થાય છે. ત્યાં રેલવે-સ્ટેશન પણ છે. મુખ્યત્વે આ ધાર્મિક નગર છે. અહીંનું વિષ્ણુમંદિર તેની વિશાળતા, ભવ્યતા અને મૂર્તિકલાને માટે પ્રસિદ્ધ છે.…

વધુ વાંચો >

શ્રીલંકા

શ્રીલંકા ભારતની દક્ષિણે હિન્દી મહાસાગરની એક જ ખંડીય છાજલી પર આશરે 35 કિમી. દૂર આવેલો નાનો ટાપુમય દેશ. તે દ્વીપકલ્પીય ભારતનું એક અંગ હોવાનું ભૂસ્તરવેત્તાઓ દ્વારા સમર્થન મળે છે. વિશાળ ભારતીય ઉપખંડને અડીને આવેલો આ દેશ એક વિશિષ્ટ ભૌગોલિક પ્રતિભા ધરાવે છે અને આજે દુનિયામાં એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે તેણે…

વધુ વાંચો >

શ્વભ્ર

શ્વભ્ર : ઉત્તર ગુજરાતમાં આવેલ સાબરકાંઠાના પ્રદેશનું પ્રાચીન નામ. ક્ષત્રપોના સમયમાં કચ્છ, સુરાષ્ટ્ર અને આનર્ત ઉપરાંત શ્વભ્ર-(સાબરકાંઠા)નો પ્રદેશ પણ અલગ ગણાતો હતો. કાર્દમક મહાક્ષત્રપ રુદ્રદામાના સમયના ઈ. સ. 150ના જૂનાગઢ શૈલ-લેખમાં રુદ્રદામાની સત્તા નીચેના પ્રદેશોની યાદીમાં શ્વભ્રનો સમાવેશ કર્યો છે. પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણ-સૂત્રપાઠના પરિશિષ્ટ રૂપે સ્વીકારવામાં આવેલા ‘ગણપાઠ’માં દેશવાચક નામોમાં…

વધુ વાંચો >

સખાલીન

સખાલીન : સાઇબીરિયાના પૂર્વ કિનારાથી દૂર આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 51° ઉ. અ. અને 143° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 87,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉ. દ. 970 કિમી. લાંબો અને પૂ. પ. સ્થાનભેદે 26થી 160 કિમી. પહોળો છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ ઓખોટસ્કનો…

વધુ વાંચો >

સડબરી (Sudbury)

સડબરી (Sudbury) : કૅનેડાના ઑન્ટેરિયો રાજ્યના અગ્નિભાગમાં આવેલા સડબરી જિલ્લાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 46° 30´ ઉ. અ. અને 81° 01´ પ. રે.. તે હ્યુરોન સરોવરની જ્યૉર્જિયન પાંખથી ઉત્તરે 65 કિમી.ને અંતરે રામસે સરોવર પર આવેલું છે. ઇંગ્લૅન્ડના સડબરી પરથી તેનું નામ અપાયેલું છે. કૅનેડિયન પૅસિફિક રેલમાર્ગના નિર્માણકાર્ય દરમિયાન…

વધુ વાંચો >