શ્રીકંઠ દેશ : ઉત્તર ભારતમાં, હર્ષવર્ધનના (ઈ. સ. 7મી સદી) પાટનગર થાણેશ્વરની આસપાસનો પ્રદેશ. કવિ બાણે ‘હર્ષચરિત’માં જણાવ્યા પ્રમાણે શ્રીકંઠ દેશમાં થાણેશ્વર શહેર અને જિલ્લો આવેલાં હતાં. બાણના જણાવ્યા મુજબ તે પ્રદેશમાં ઘઉં, ચોખા અને શેરડીનો પાક થતો હતો.

જયકુમાર ર. શુક્લ