Geography
શિવરૉય ટેકરીઓ (Shevroy Hills)
શિવરૉય ટેકરીઓ (Shevroy Hills) : ભારતીય દ્વીપકલ્પના પૂર્વ કાંઠાથી અંદર તરફ આવેલી હારમાળા. પૂર્વઘાટની ટેકરીઓથી બનેલી આ હારમાળા તામિલનાડુ રાજ્યના સેલમ જિલ્લામાં આવેલી છે. તે અહીંનો આશરે 390 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. હારમાળાના નૈર્ઋત્યભાગમાં ઊંચાં શિખરો આવેલાં છે. યેરકૉડ ઉચ્ચપ્રદેશ ખાતે સન્યાસીમલાઈ અથવા ડફ ટેકરીની ઊંચાઈ 1,594 મીટર…
વધુ વાંચો >શિવસાગર
શિવસાગર : આસામના પૂર્વભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 59´ ઉ. અ. અને 94° 39´ પૂ. રે.ની આજુબાજુનો 2,668 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે દિબ્રુગઢ જિલ્લો, પૂર્વ તરફ અરુણાચલ પ્રદેશ (રાજ્ય), દક્ષિણે નાગાલૅન્ડ તથા પશ્ચિમે જોરહટ જિલ્લો આવેલા છે.…
વધુ વાંચો >શિવહર (Sheohar)
શિવહર (Sheohar) : બિહાર રાજ્યના તિરહાટ વિભાગમાં ઉત્તર તરફ આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે આશરે 26° 40´થી 27° 30´ ઉ. અ. અને 85° 30´થી 86° 00´ પૂ. રે. વચ્ચેનો 443 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાની ઉ.-દ. લંબાઈ પૂ.-પ. પહોળાઈ કરતાં વધુ છે. તેની ઉત્તરે નેપાળ, પૂર્વમાં સીતામઢી…
વધુ વાંચો >શિહોર
શિહોર : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 42´ ઉ. અ. અને 71° 72´ પૂ. રે.ની આજુબાજુનો 721 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે જિલ્લામથક ભાવનગરથી પશ્ચિમ તરફ 21 કિમી.ને અંતરે તથા ખોડિયાર મંદિર અને રાજપરા ગામથી 5 કિમી.ને…
વધુ વાંચો >શિંગણાપુર-શનૈશ્ચર
શિંગણાપુર-શનૈશ્ચર : મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદથી આશરે 72 કિમી. જેટલા અંતરે અહમદનગર જિલ્લાના નેવાસા તાલુકામાં આવેલું નાનકડું ગામ. આ ગામ નાનું છે પરંતુ ભારતમાં તે શનિદેવની અસીમ કૃપાના ભંડાર સમું ચમત્કારપૂર્ણ બની રહેલું છે. અહીં મંદિરના આવરણ વિના માત્ર એક ચબૂતરા પર શનિદેવની પૂર્ણ કદની, 1.72 મીટર ઊંચી તથા 45 સેમી.…
વધુ વાંચો >શીરડી
શીરડી : મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના કોપરગાંવ તાલુકામાં આવેલું ધાર્મિક સ્થળ. ભૌગોલિક સ્થાન : 19° 53´ ઉ. અ. અને 74° 29´ પૂ. રે. તેની ઉત્તરે કોપરગાંવ, પૂર્વે પુનામ્બા અને નૈર્ઋત્યે તળેગાંવ શહેરો આવેલાં છે. શીરડીની પૂર્વે પસાર થતી ગોદાવરી નદીએ ફળદ્રૂપ મેદાની જમીનોની રચના કરી છે. ‘સંતોની ભૂમિ’ તરીકે જાણીતા…
વધુ વાંચો >શીરાઝ (Shiraz)
શીરાઝ (Shiraz) : દક્ષિણ ઈરાનનું શહેર. ભૌગોલિક સ્થાન : 29° 36´ ઉ. અ. અને 52° 32´ પૂ. રે.. તે ઈરાનના અખાત પરના બુશાયરથી ઈશાનમાં 274 કિમી.ને અંતરે તથા પર્સિપોલિસનાં ખંડિયેરોથી 48 કિમી.ને અંતરે આવેલું છે. આ શહેર 1,560 મીટરની ઊંચાઈએ આવેલું હોવાથી તેની આબોહવા ખુશનુમા અને ઠંડી રહે છે. શીરાઝ…
વધુ વાંચો >શુક્લતીર્થ
શુક્લતીર્થ : ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠે આવેલું યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 21° 42´ ઉ. અ. અને 73° 55´ પૂ. રે.. તે ભરૂચથી ઈશાન તરફ નર્મદા નદીના ઉપરવાસમાં 15 કિમી.ને અંતરે બેટ રૂપે આવેલું છે. અહીં આવવા-જવા માટે નજીકનું રેલમથક ભરૂચ છે. અહીંથી માત્ર 8 કિમી.ને અંતરે મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર…
વધુ વાંચો >શેખપુરા
શેખપુરા : બિહાર રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 25° 09´ ઉ.અ. અને 85° 51´ પૂ.રે.ની આજુબાજુનો 689 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નાલંદા, પટણા અને લખીસરાઈ જિલ્લાઓના ભાગો; પૂર્વમાં લખીસરાઈ જિલ્લો; દક્ષિણે જામુઈ અને નવદા જિલ્લા…
વધુ વાંચો >શેટલૅન્ડ
શેટલૅન્ડ : સ્કૉટલૅન્ડની મુખ્ય ભૂમિથી ઈશાનમાં આશરે 160 કિમી.ના અંતરે આવેલા એકસોથી વધુ ટાપુઓનો સમૂહ. ભૌગોલિક સ્થાન : આ ટાપુઓ 60° 30´ ઉ. અ. અને 1° 15´ પ. રે. વચ્ચેનો આશરે 1,438 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. શેટલૅન્ડના ટાપુઓ ઉત્તર-દક્ષિણ આશરે 115 કિમી. લંબાઈમાં અને પૂર્વ-પશ્ચિમ આશરે 60 કિમી.…
વધુ વાંચો >