શિલોંગ ઉચ્ચપ્રદેશ

January, 2006

શિલોંગ ઉચ્ચપ્રદેશ : મેઘાલય રાજ્યના પૂર્વભાગમાં આવેલો ઉચ્ચપ્રદેશ. મથાળે મેજ આકારની સપાટ ભૂમિનું શ્ય રચતો આ પહાડી પ્રદેશ મેઘાલયના ઘણાખરા ભાગને આવરી લે છે. ઉચ્ચપ્રદેશના પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ વિભાગો અનુક્રમે ગારો, જેંતિયા અને ખાસી ટેકરીઓને નામે ઓળખાય છે. વાસ્તવમાં આ ઉચ્ચપ્રદેશ દ્વીપકલ્પીય ભારતના મુખ્ય ઉચ્ચપ્રદેશમાં નવવિવૃતિ (outlier) રૂપે રજૂ થાય છે. મુખ્યત્વે તે પ્રાચીન ખડકોથી બનેલો છે. તેના જુદા જુદા ભાગોમાંથી લોહઅયસ્ક, કોલસો અને ચૂનાખડક મેળવવામાં આવે છે. શિલોંગ શહેરથી દક્ષિણે આશરે 5 કિમી. જેટલા અંતરે ‘શિલોંગ શિખર’ તેનું સર્વોચ્ચ સ્થળ છે, તેની ઊંચાઈ 1960 મીટર જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા