Geography
બહામા
બહામા : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો ટાપુસમૂહ, તથા ‘કૉમનવેલ્થ ઑવ્ બહામા’ના સત્તાવાર નામથી ઓળખાતો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : આ ટાપુસમૂહ આશરે 20° 55´થી 27° 0´ ઉ. અ. અને 72° 30´થી 79° 30´ પ. રે. વચ્ચે પથરાયેલો છે. બહામા ટાપુ 26° 40´ ઉ. અ. અને 78° 30´ પ. રે. પર આવેલો…
વધુ વાંચો >બહુચરાજી
બહુચરાજી : ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું પ્રસિદ્ધ તીર્થસ્થાન અને શક્તિપીઠ. બહુચરાજી ગુજરાતના ચુંવાળ પ્રદેશનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. ભૌગોલિક સ્થાન : 23° 30´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે. તે કડી–ચાણસ્મા રેલમાર્ગ પર આવેલું રેલમથક પણ છે. ઇતિહાસ : આજના યાત્રાધામ બહુચરાજીથી એક કિમી. દૂર બેચર…
વધુ વાંચો >બહેરામપુર
બહેરામપુર : પશ્ચિમ બંગાળ રાજ્યના ઈશાન ભાગમાં આવેલા મુર્શિદાબાદ જિલ્લાનું વહીવટી તથા વેપારી મથક. ભૌગોલિક સ્થાન : તે 24° 06´ ઉ. અ. અને 88° 15´ પૂ. રે. પર ભાગીરથી નદીના પૂર્વ ભાગમાં વસેલું છે. તે સમુદ્રથી દૂર આવેલું હોવાથી તેની આબોહવા વિષમ રહે છે, વરસાદનું પ્રમાણ 2,500 મિમી. જેટલું રહે…
વધુ વાંચો >બહેરિન
બહેરિન : અરબસ્તાન અને ઈરાન વચ્ચે ઈરાનના અખાતમાં આવેલો ટાપુ-દેશ. ભૌગોલિક સ્થાન : તે 26° ઉ. અ. અને 50° 30´ પૂ. રે.ની આજુબાજુનો ટાપુ-વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ તરફ ઈરાની અખાત તથા પશ્ચિમ તરફ બહેરિનનો અખાત આવેલા છે. આ આરબ ભૂમિ પરના 30થી વધુ ટાપુઓનો ઘણોખરો ભાગ ઉજ્જડ રણથી…
વધુ વાંચો >બહ્ર-અલ્-ગઝલ (નદી)
બહ્ર-અલ્-ગઝલ (નદી) : આફ્રિકાના સુદાન દેશમાં આવેલી નદી. પશ્ચિમ તરફથી નીકળીને આવતી આ નદી આશરે 716 કિમી.ની લંબાઈમાં વહીને નાઇલને મલે છે. બહ્ર-અલ-ગઝલની શાખાનદીઓમાં જર, ટોન્જ અને બહ્ર-અલ-અરબ નદીઓનો સમાવેશ થાય છે. મધ્ય આફ્રિકી પ્રજાસત્તાકની ચારી નદીના જળવિભાજક સુધી વિસ્તરેલું તેનું જલગ્રહણ-ક્ષેત્ર (catchment area) 8,51,459 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે…
વધુ વાંચો >બંગાળ
બંગાળ : જુઓ પશ્ચિમ બંગાળ ; બાંગ્લાદેશ
વધુ વાંચો >બંગાળનો ઉપસાગર
બંગાળનો ઉપસાગર : હિન્દી મહાસાગરનું પૂર્વ તરફનું વિસ્તરણ. ભારતીય દ્વીપકલ્પના પૂર્વ ભાગમાં આવેલો ઉપસાગર. ભૌગોલિક સ્થાન : આ ઉપસાગર આશરે 5° ઉ. અ.થી 22° ઉ. અ. અને 80° પૂ. રે.થી 90° પૂ. રે. વચ્ચે પથરાયેલો છે. તેનો કુલ વિસ્તાર આશરે 21,73,000 ચોકિમી. જેટલો છે તથા તેની પહોળાઈ આશરે 1,600 કિમી.…
વધુ વાંચો >બંદરો
બંદરો (ports) નાનાંમોટાં વહાણો, જહાજો માટે દરિયાકાંઠે કુદરતી રીતે કે ખાસ તૈયાર કરેલ ટર્મિનલ; જ્યાં માલસામાનની આપ-લે કે મુસાફરોની અવર-જવર માટે સગવડ ઊભી કરવામાં આવી હોય. બંદરની જરૂરિયાતો આ પ્રમાણે છે : તે રેલ અને રસ્તાથી જોડાયેલું હોવું જોઈએ. તેના બારામાં જહાજોને લાંગરવા માટેની અનુકૂળતા હોવી જોઈએ. જહાજોને સહેલાઈથી ઉતરાણસ્થાન(berth)…
વધુ વાંચો >બાઉન્ટી ટાપુઓ
બાઉન્ટી ટાપુઓ : દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુથી અગ્નિકોણ તરફ 668 કિમી.ને અંતરે આવેલા 13 ટાપુઓનો સમૂહ. ભૌગોલક સ્થાન : 47° 41´ દ. અ. અને 179° 03´ પૂ. રે. ટાપુઓનો કુલ વિસ્તાર માત્ર 0.6 ચોકિમી. જેટલો જ છે. ટાપુઓનું ભૂપૃષ્ઠ પ્રપાતી ઢોળાવોવાળું, અસમતળ છે. બધા જ ટાપુઓ ઉજ્જડ તથા…
વધુ વાંચો >બાકુ
બાકુ : રશિયાના અઝરબૈજાનનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 40° 25´ ઉ. અ. અને 49° 45´ પૂ. રે. તે કાસ્પિયન સમુદ્રને પશ્ચિમકાંઠે તથા બાકુના ઉપસાગરના પહોળા વળાંક પરના અપશેરૉન દ્વીપકલ્પની દક્ષિણ બાજુ પર સમુદ્રસપાટીથી 12 મીટર જેટલી નીચી ભૂમિ પર આવેલું છે. નજીકના બાકુ ટાપુસમૂહને કારણે અહીં આરક્ષિત રહેતો ઉપસાગર કાસ્પિયન…
વધુ વાંચો >