Film
રાગિણી
રાગિણી (જ. 16 ઑક્ટોબર 1955, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિ, ફિલ્મો અને ટી.વી. સીરિયલોની પ્રસિદ્ધ અભિનેત્રી. સંગીતકાર પિતા સુરેશ શાહ (સુરેશતલવાર સંગીતકાર જોડીમાંના એક) અને અભિનેત્રી માતા પુષ્પા શાહની પુત્રી અને રંગભૂમિ, ટી.વી.ની અભિનેત્રી ચિત્રા વ્યાસની બહેન રાગિણીએ ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ મુંબઈની મીઠીબાઈ અને નૅશનલ કૉલેજમાં કરેલો. કૉલેજના દિવસોમાં સંગીત…
વધુ વાંચો >રાજ કપૂર
રાજ કપૂર (જ. 14 ડિસેમ્બર 1924, પેશાવર, હાલ પાકિસ્તાનમાં; અ. 2 જૂન 1988, દિલ્હી) : જાણીતા અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક. પૂરું નામ રણવીરરાજ કપૂર. પિતા : ખ્યાતનામ અભિનેતા પૃથ્વીરાજ કપૂર. અભિનય વારસામાં મેળવનાર રાજ કપૂર માત્ર એક અભિનેતા બની રહેવાને બદલે સમય જતાં નિર્માતા દિગ્દર્શક પણ બન્યા અને એવાં કથાનકોને પડદા…
વધુ વાંચો >રાજકમલ કલામંદિર
રાજકમલ કલામંદિર : ભારતની અગ્રણી બહુભાષિક ચિત્રપટનિર્માણ-સંસ્થા. સ્થાપના : 1 નવેમ્બર 1942. સંસ્થાપક : વી. શાંતારામ. આ ચલચિત્ર-નિર્માણ-સંસ્થાએ તેની ચાર દાયકા ઉપરાંત- (1942–83)ની કારકિર્દી દરમિયાન આશરે પચાસ ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું, જેમાંથી 33 ચલચિત્રો હિંદી ભાષામાં (5 લઘુપટ), 10 ચલચિત્રો મરાઠી ભાષામાં, 1 અંગ્રેજી ભાષામાં, 1 તેલુગુ ભાષામાં અને 1…
વધુ વાંચો >રાજકુમાર (1)
રાજકુમાર (1) (જ. 8 ઑક્ટોબર 1927, સિયાલકોટ, અત્યારે પાકિસ્તાનમાં; અ. 2 જુલાઈ 1996, મુંબઈ) : હિંદી ચલચિત્રોના અભિનેતા. જન્મ કાશ્મીરી બ્રાહ્મણ પરિવારમાં. પિતા જાગેશ્વરનાથ ધનરાજ પંડિત સેનામાં અધિકારી હતા. રાજકુમારનું જન્મનું નામ કુલભૂષણ હતું. ક્વેટા અને રાવલપિંડીમાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં કર્યો. મુંબઈમાં માહિમ ઉપનગરમાં પોલીસ અધિકારી…
વધુ વાંચો >રાજકુમાર (2)
રાજકુમાર (2) (જ. 1929, ગામ ગજનૂર, જિ. કૉઇમ્બતુર, કર્ણાટક) : કન્નડ ચિત્રોના અભિનેતા. મૂળ નામ : મુથુરાજ. કન્નડ ચિત્રોના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ 1995માં દાદાસાહેબ ફાળકે પારિતોષિક મેળવનાર ડૉ. રાજકુમારે અભિનય-કારકિર્દીનો પ્રારંભ રંગમંચથી કર્યો હતો. ચિત્રોમાં તેમણે 1954માં પ્રવેશ કર્યો હતો. તેમને નાટકોમાં કામ આપનાર નિર્માતા-દિગ્દર્શક ગુબ્બી વીરણ્ણાએ જ્યારે…
વધુ વાંચો >રાજશ્રી પ્રોડક્શન્સ
રાજશ્રી પ્રોડક્શન્સ : ચલચિત્રનું નિર્માણ, વિતરણ અને પ્રદર્શન કરતી સંસ્થા. સ્થાપના રાજશ્રી પિક્ચર્સ પ્રા. લિ. તરીકે 15 ઑગસ્ટ 1947ના દિવસે. સ્થાપક : તારાચંદ બડજાત્યા. 1933માં ચિત્ર-ઉદ્યોગમાં આવીને ભારે સંઘર્ષ કર્યા બાદ પગ જમાવી શકેલા તારાચંદ બડજાત્યાએ ચિત્રના વિતરણ માટે ભારતભરમાં વિસ્તરી શકે એવા ઇરાદાથી રાજશ્રી પિક્ચર્સની સ્થાપના કરી હતી. 1950માં…
વધુ વાંચો >રાજા હરિશ્ચંદ્ર
રાજા હરિશ્ચંદ્ર : ભારતનું પ્રથમ કથાચિત્ર. નિર્માણ-વર્ષ : 1913. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : ફાળકે ફિલ્મ્સ. નિર્માતા-દિગ્દર્શક-પટકથા : દાદાસાહેબ ફાળકે. છબિકલા : ત્ર્યંબક બી. તેલંગ. મુખ્ય કલાકારો : ડી. ડી. દાબકે, પી. જી. સાને, ભાલચંદ્ર ફાળકે, જી. વી. સાને, એ. સાળુંકે, દત્તાત્રેય ક્ષીરસાગર, દત્તાત્રેય તેલંગ. ભારતનું પ્રથમ મૂક કથાચિત્ર બનાવવાનું…
વધુ વાંચો >રાજીવ
રાજીવ (જ. 1945, દિલ્હી; અ. 28 ડિસેમ્બર 1993, મુંબઈ) : ગુજરાતી ફિલ્મોના અભિનેતા. રાજીવનું મૂળ નામ જગદીશ ગઢિયા હતું. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધા પછી, અભિનય-શિક્ષણ માટે પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો. માતાપિતાની ઇચ્છાને કારણે સી. એન. ફાઇન આર્ટસ કૉલેજ અમદાવાદ ખાતે ચિત્રકલાનો અભ્યાસ પણ કર્યો. કારકિર્દીનો આરંભ કેન્દ્ર સરકારના માહિતીખાતાના…
વધુ વાંચો >રાજેન્દ્રકુમાર
રાજેન્દ્રકુમાર (જ. 20 જુલાઈ 1929, સિયાલકોટ, પશ્ચિમ પંજાબ, હાલ પાકિસ્તાન; અ. 12 જુલાઈ 1999) : અભિનેતા. મૂળ નામ : રાજેન્દ્રકુમાર તુલી. હિંદી ચિત્રોના વ્યાવસાયિક રીતે સફળ અભિનેતાઓમાંના એક રાજેન્દ્રકુમારનાં એટલાં બધાં ચિત્રોએ રજત-જયંતી ઊજવી હતી કે તેઓ ‘જ્યૂબિલીકુમાર’ તરીકે જાણીતા બન્યા હતા. દેશના ભાગલા પછી નિરાશ્રિત થઈને પરિવાર સાથે મુંબઈ…
વધુ વાંચો >રાઠોડ, અરવિંદ
રાઠોડ, અરવિંદ (જ. 14 ફેબ્રુઆરી 1941) : ગુજરાતી રંગભૂમિ અને ચિત્રપટના અભિનેતા. પિતા દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ પિતાનો વ્યવસાય સ્વીકારવાના બદલે શાળા-કૉલેજમાં અભિનય અને અન્ય પ્રવૃત્તિ કરી અનેક ઇનામો મેળવી ચૂકેલા અરવિંદ રાઠોડે ચૂપચાપ નાટકોમાં કામ કરવું શરૂ કરી દીધું હતું. અરુણા ઈરાનીના પિતા એફ. આર. ઈરાનીના નાટક…
વધુ વાંચો >