Architecture
પિરામિડ
પિરામિડ : એ નામની ભૌમિતિક આકૃતિ ધરાવતાં પ્રાચીન ઇજિપ્ત અને પ્રાચીન અમેરિકાનાં વિશાળ સ્થાપત્યો. પ્રાચીન ઇજિપ્ત : પ્રાચીન ઇજિપ્તમાં ચોરસ પ્લાન ઉપર પિરામિડની બાંધણી થતી. ચોરસ પ્લાનને કારણે ઊભી થતી ચાર ત્રિકોણાકાર બાજુઓ ઊંચી આવીને પ્લાનના કેન્દ્રબિંદુની સ્તંભરેખામાં એકબીજીને એક બિંદુએ મળી જઈ ટોચની રચના કરતી. ‘પિરામિડ’ શબ્દ સંભવત: ગ્રીક…
વધુ વાંચો >પિલૅસ્ટર (pilaster)
પિલૅસ્ટર (pilaster) : ખાસ કરીને ભીંતમાં બેસાડેલો લંબચોરસ થાંભલો. સ્તંભના સ્વરૂપમાં જ લંબચોરસ અને વિશિષ્ટતા-લાક્ષણિકતા ધરાવતું દીવાલના બહારના ભાગમાં આગળ નીકળતું હોય તેવું દર્શન માટેનું એક અંગ. આ બહાર નીકળતો ભાગ (projection) તેની પહોળાઈ કરતાં છઠ્ઠા ભાગનો હોય છે. પિલૅસ્ટર બાકીના મકાન માટે વપરાયેલા સ્થાપત્યક્રમ (order architectural) અનુસાર હોય છે.…
વધુ વાંચો >પીઠ
પીઠ : મંદિરના ઊર્ધ્વમાનનો સૌથી નીચેનો ભાગ જેની ઉપર મંદિર સ્થિત છે. પીઠની બહારની ત્રણે બાજુઓને વિવિધ આડા થરો વડે અલંકૃત કરવામાં આવે છે. મંદિરની ઊંચાઈને ધ્યાનમાં રાખીને આડા થરોના ચોક્કસ માપ નક્કી કરેલાં છે. સૌથી નીચે ભીટ્ટનો થર હોય છે. ભીટ્ટની સંખ્યા એક, બે કે ત્રણ હોઈ શકે. તે…
વધુ વાંચો >પીસાનો મિનારો
પીસાનો મિનારો : ઇટાલીના પીસાનગર (43o 43’ ઉ. અ. અને 10o 23’ પૂ.રે.)માં આવેલો સાત મજલા ધરાવતો રોમનસ્ક (Romanesque) સ્થાપત્યશૈલીમાં બાંધેલો ઢળતો મિનારો. આ મિનારો તેના સાતમા મજલાની ટોચના કેન્દ્રથી ભોંયતળિયા તરફની ઊર્ધ્વ ગુરુત્વરેખાના સંદર્ભમાં 4.4 મીટર ઢળેલો હોવાથી દુનિયાભરમાં જાણીતો બનેલો છે. પ્રમાણમાં નરમ અને અસ્થાયી ભૂમિતળ પર તેનો…
વધુ વાંચો >પુષ્કરણી
પુષ્કરણી : મંદિરો સાથે સંકળાયેલ કુંડ. મંદિરોના સંકુલમાં તેની પવિત્રતાને કારણે તેનું સ્થાન ઘણું જ અગત્યનું છે. ઉત્તર અને દક્ષિણ તેમજ મધ્ય ભારતીય સ્થાપત્યમાં ખાસ કરીને મંદિરોનાં સંકુલોમાં દરેક સ્થળે મુખ્ય મંદિરની સાથે કુંડની વ્યવસ્થા સંકળાયેલી હોય છે. ગુજરાતમાં પણ મોઢેરા, વડનગર, સિદ્ધપુર વગેરે સ્થળે આવેલા કુંડોની રચના પ્રસિદ્ધ છે.…
વધુ વાંચો >પુષ્પબંધ
પુષ્પબંધ : દ્રવિડ શૈલીના સ્થાપત્યમાં સ્તંભશીર્ષના ભાગરૂપ રચના. તેને પુષ્પબોધિકા પણ કહેવામાં આવે છે. આ રચનાનો ઘાટ ખાસ પુષ્પમાળાના રૂપમાં થતો હોય છે. આ ભાગ ખાસ કરીને સ્તંભશીર્ષથી આગળ રખાય છે, જેથી તે લટકતો દેખાય અને ઊઘડતા ફૂલનો આભાસ આપે. બાંધકામની દૃષ્ટિએ તેનું સ્વરૂપ ભરણી જેવું લાગે. તે ઉપરના પાટડાને…
વધુ વાંચો >પુંઅરાનો ગઢ
પુંઅરાનો ગઢ : કચ્છમાં ભુજની પશ્ચિમે 20 કિમી. દૂર મંજલ (તા. નખત્રાણા) ગામ પાસે આવેલો ગઢ, જેમાં ખંડિત ગઢની દીવાલો, પુંઅરેશ્વર શિવાલય, ગઢની અંદર વડી મેડી નામે ઓળખાતું સ્થાપત્ય જોઈ શકાય છે. લાખા ફૂલાણીના ભત્રીજા પુંઅની સત્તા પધર પ્રદેશમાં હતી. કેરાકોટનું નિર્માણ કરનાર સ્થપતિના પુત્રને રા’પુંઅ-એ પધરગઢમાં નિર્માણ-કામ સોંપ્યું. એ…
વધુ વાંચો >પૅક્સટન જોસેફ
પૅક્સટન, જોસેફ (જ. 3 ઑગસ્ટ 1803 બેડફૉર્ડશાયર, યુ. કે.; અ. 8 જૂન 1865, લંડન, યુ.કે.) : ખ્યાતનામ અંગ્રેજ સ્થપતિ. 1823માં તે ચૅટ્સવર્થ ખાતે ડ્યૂક ઑવ્ ડેવનશાયરના ઉદ્યાનમાં કામે જોડાયા હતા. એમની પ્રતિભા પારખી ડ્યૂકે ટૂંકસમયમાં જ એમને ઉદ્યાનના ઉપરી બનાવ્યા. ત્યાં એમણે છોડની જાળવણી માટે મુખ્યત્વે લોખંડ અને કાચનો ઉપયોગ…
વધુ વાંચો >પેડિમેન્ટ (2)
પેડિમેન્ટ (2) : ઇમારતના સ્થાપત્યના આગળના ભાગના શિખર પરની ત્રિકોણવાળી રચના. પાશ્ચાત્ય શૈલીના સ્થાપત્યમાં આનો ભાવાર્થ અલગ અલગ શૈલીઓમાં અલગ અલગ થાય છે. પ્રશિષ્ટ સ્થાપત્યમાં કાંગરીથી સંકળાયેલ સ્તંભશીર્ષ ઉપરની દીવાલનો ત્રિકોણાકાર ભાગ; રેનેસાં સ્થાપત્યશૈલીમાં કોઈ પણ છતના છેડાની બાજુઓ ત્રિકોણાકાર અથવા વર્તુળની ચાપના આકારનો ભાગ. ગૉથિક શૈલીના સ્થાપત્યમાં છતની બાજુનો…
વધુ વાંચો >પૅતિયો
પૅતિયો : મકાનની અંદર ચોતરફ થાંભલીઓની રચનાથી શોભતો ખુલ્લો ચૉક. પાશ્ચાત્ય સ્થાપત્યની પરિભાષા પ્રદેશાનુસાર જુદી જુદી હોય છે; પરંતુ તેના મૂળમાં લૅટિન ભાષાનો ઘણો ફાળો રહેલો છે. સમયાંતર અને વિકાસને લઈને ઐતિહાસિક સંકલનને પરિણામે પ્રાંતીય પરિભાષાઓ પણ તેટલી જ સમૃદ્ધ થઈ અને જુદા જુદા પ્રાંતોમાં સ્થાપત્યના વિકાસની સાથે સાથે આની…
વધુ વાંચો >