પુષ્કરણી : મંદિરો સાથે સંકળાયેલ કુંડ. મંદિરોના સંકુલમાં તેની પવિત્રતાને કારણે તેનું સ્થાન ઘણું જ અગત્યનું છે. ઉત્તર અને દક્ષિણ તેમજ મધ્ય ભારતીય સ્થાપત્યમાં ખાસ કરીને મંદિરોનાં સંકુલોમાં દરેક સ્થળે મુખ્ય મંદિરની સાથે કુંડની વ્યવસ્થા સંકળાયેલી હોય છે. ગુજરાતમાં પણ મોઢેરા, વડનગર, સિદ્ધપુર વગેરે સ્થળે આવેલા કુંડોની રચના પ્રસિદ્ધ છે. દક્ષિણ ભારતનાં મંદિરોના સ્થાપત્યમાં કર્મક્રિયાની અગત્ય જોતાં આવા કુંડનું સ્થાન ઘણું જ મહત્વ ધરાવે છે અને જરૂરિયાતને આધારે તેનો વિસ્તાર પણ ઘણો જ મોટો રહેલ છે. દક્ષિણનાં ધાર્મિક નગરોમાં શ્રીરંગમ્, મદુરાઈ વગેરે આનાં લાક્ષણિક દૃષ્ટાંતો છે.

રવીન્દ્ર વસાવડા