Architecture

હોયસળેશ્વરનું મંદિર હલેબીડ

હોયસળેશ્વરનું મંદિર, હલેબીડ : ચાલુક્ય શૈલીની ઉત્તર ધારા કે હોયસળ મંદિર-શૈલીનું જાણીતું મંદિર. કર્ણાટકના હસન જિલ્લાના ‘હલેબીડ’ના સ્થળે હોયસળ વંશના રાજાઓની પ્રસિદ્ધ રાજધાની દ્વારસમુદ્ર હતી. ત્યાં ઈ. સ. 1118માં આ મંદિર બંધાવવું શરૂ થયું હતું; પરંતુ તે અધૂરું રહ્યું. અભિલેખ પ્રમાણે હોયસળ નરેશ નરસિંહ પહેલાના શાસન દરમિયાન સાર્વજનિક નિર્માણ વિભાગના…

વધુ વાંચો >

હોર્યુ જી નારા (જાપાન)

હોર્યુ જી, નારા (જાપાન) : જાપાનનું જાણીતું બૌદ્ધ મંદિર. સાતમી સદીનું વિશ્વનું સૌથી પ્રાચીન લાકડાકામમાં કરેલું હયાત બાંધકામ. ઉત્તર કોરિયાના કોગુર્યો રાજ્યના ચોન્ગામ્સાના હોકોજીના મંદિરને મળતું આવે છે. હોર્યુ જી, નારા (જાપાન) મૂળ હોર્યુ જી મંદિર 670માં આગમાં નાશ પામ્યું હતું. તેનો વર્તમાન કોન્ડો (મૂર્તિ-ખંડ) 18.5 મી.  15.2 મી. કદનો…

વધુ વાંચો >

હોશંગશાહનો મકબરો માંડુ

હોશંગશાહનો મકબરો, માંડુ : માળવા પ્રદેશની ભારતીય-ઇસ્લામી (Indo Islamic) સ્થાપત્યશૈલીનો એક મકબરો (કબર). માળવા પ્રદેશમાં મધ્યકાલ દરમિયાન ઇસ્લામી સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું. હોશંગશાહનો મકબરો, માંડુ તેમાં માંડુમાં આવેલો હોશંગશાહનો મકબરો ઉલ્લેખનીય છે. તેનું બાંધકામ હોશંગશાહે શરૂ કરાવ્યું હતું અને તેના અનુગામી સુલતાન મહમૂદે 1440માં તે પૂરું કરાવ્યું હતું. સમચોરસ ફરતી…

વધુ વાંચો >