પિયાત્ઝા [Piazza] : ખાસ કરીને ઇટાલીના શહેરમાંનો જાહેર ચોક અથવા બજાર. ઇમારતોની ફરતી ગોઠવણીથી આવા સ્થળની રચના થાય છે. તેની રૂપરેખા જાહેર હેતુ પ્રમાણે વિવિધતા ધરાવતી હોય છે. રોમન શહેરોમાં આવેલા આવા ચોક તેમની ઇમારતોની ફરતી ગોઠવણીથી વિશિષ્ટ બન્યા છે. દા. ત., પિયાત્ઝા સેંટ પીટર્સ – રોમ; પિયાત્ઝા દે પયોલો – રોમ; પિયાઝા દે ઇટાલિયા – ન્યૂ ઑર્લિયન્સ.

રૂપલ ચૌહાણ