Geography
મેક્સિકો
મેક્સિકો યુ.એસ. દેશની દક્ષિણે આવેલો દેશ. તેનાં સંશોધનો કરવામાં તથા તેના પર સૌપ્રથમ આધિપત્ય સ્થાપવામાં સ્પૅનિશોએ સફળતા મેળવી હતી. આમ આ પ્રદેશ સ્પૅનિશ રહેણીકરણી કે લૅટિન સંસ્કૃતિની અસરથી રંગાયેલો હોવાથી, સાંસ્કૃતિક વિભાજનની ર્દષ્ટિએ જોતાં તેને લૅટિન અમેરિકાના દેશોના જૂથમાં સમાવવામાં આવે છે. આ દેશ ઉત્તરમાં પહોળા અને દક્ષિણ તરફ જતાં…
વધુ વાંચો >મેક્સિકોનો અખાત
મેક્સિકોનો અખાત : ઉત્તર અમેરિકાના અગ્નિકોણ પર આવેલો ઍટલાંટિક મહાસાગરનો સમુદ્રી ફાંટો. ભૌગોલિક સ્થાન : તે 25° 00´ ઉ. અ. અને 90° 00´ પ. રે.ની આજુબાજુનો, અંડાકારે પથરાયેલો, આશરે 13 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને ઈશાનમાં યુનાઇટેડ સ્ટેટ્સ; પશ્ચિમ, દક્ષિણ અને અગ્નિ તરફ મેક્સિકો…
વધુ વાંચો >મેગેલનની સામુદ્રધુની
મેગેલનની સામુદ્રધુની : દક્ષિણ અમેરિકા ખંડની મુખ્ય ભૂમિના દક્ષિણ છેડાને ટિયેરા ડેલ ફ્યુએગો ટાપુઓથી જુદો પાડતો સાંકડો દરિયાઈ માર્ગ. ભૌગોલિક સ્થાન : 54° 00´ દ. અ. અને 71° 00´ પ. રે.ની આજુબાજુ તે પહોળા V આકારનો દરિયાઈ માર્ગ બનાવે છે. તે 595 કિમી. લાંબી અને સ્થાનભેદે 3થી 32 કિમી. પહોળી…
વધુ વાંચો >મેઘના (નદી)
મેઘના (નદી) : બાંગલાદેશમાં આવેલો ગંગા-બ્રહ્મપુત્ર નદીઓથી રચાતા ત્રિકોણપ્રદેશનો જળપ્રવાહ. આ નામ સુરમા (બરાક) નદીનાં જળ તેમાં ભળ્યાં પછીના બ્રહ્મપુત્ર નદીના હેઠવાસ(ભૈરવ બજાર પછીના હેઠવાસ)ના પ્રવાહ માટે યોગ્ય રીતે અપાયેલું છે. પદ્મા (ગંગા) અને જુમના(બ્રહ્મપુત્ર)નાં જળ ચાંદપુર પાસે જ્યાં ભેગાં થાય છે, ત્યાંથી તે દક્ષિણ તરફ વહે છે અને ઢાકા…
વધુ વાંચો >મેઘરજ
મેઘરજ : ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મોડાસા વિભાગનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 30´ ઉ. અ. અને 73° 30´ પૂ. રે.ની આજુબાજુનો 545.3 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકામાં મેઘરજ નગર અને 127 જેટલાં ગામડાં આવેલાં છે. તેની ઉત્તરે રાજસ્થાનની સરહદ, પૂર્વમાં પંચમહાલ જિલ્લો, દક્ષિણ તરફ…
વધુ વાંચો >મેઘાલય
મેઘાલય : ભારતના ઈશાન ભાગમાં બ્રહ્મપુત્ર નદીખીણથી દક્ષિણમાં આવેલું કુદરતી સૌંદર્યથી ભરપૂર પહાડી રાજ્ય. તે આશરે 25° 1´થી 26° 6´ ઉ. અક્ષાંશવૃત્તો તેમજ 89° 50´થી 92° 49´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચે વિસ્તરેલું છે. તેની ઉત્તર અને પૂર્વમાં આસામ રાજ્યની તેમજ પશ્ચિમમાં અને દક્ષિણમાં બાંગ્લાદેશની સીમાઓ આવેલી છે. મેઘાલયનો શબ્દશ: અર્થ ‘વાદળોનું…
વધુ વાંચો >મેડક
મેડક : સ્થાન-સીમા-વિસ્તાર : તેલંગણાનો પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 17° 27´થી 18° 19´ ઉ. અ. અને 77° 28´થી 79° 10´ પૂ. રે. વચ્ચેનો 9,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નિઝામાબાદ જિલ્લો, ઉત્તર અને ઈશાન તરફ કરીમનગર જિલ્લો, પૂર્વમાં વારંગલ જિલ્લો, અગ્નિ તરફ નાલગોંડા…
વધુ વાંચો >મેડેરા (નદી)
મેડેરા (નદી) : ઍમેઝોન નદીની મુખ્ય સહાયક નદીઓ પૈકીની એક. તેનું પૉર્ટુગીઝ નામ રિયો મેડેરા છે. બ્રાઝિલ-બોલિવિયાની સરહદે આવેલા વિલા બેલા ખાતે ભેગી થતી મામોરી અને બેની નદીઓમાંથી આ નદી બને છે. આ સંગમ પછીથી તે ઉત્તર તરફ આશરે 100 કિમી. સુધી વહે છે, અહીં તે બ્રાઝિલ-બોલિવિયાની સરહદ રચે છે.…
વધુ વાંચો >મેડેરા ટાપુઓ
મેડેરા ટાપુઓ (Madeira Islands) : આફ્રિકાના વાયવ્ય કિનારાથી દૂર આટલાંટિક મહાસાગરમાં આવેલા જ્વાળામુખીજન્ય ટાપુઓનો સમૂહ. ભૌગોલિક સ્થાન : તે 32° 44´ ઉ. અ. અને 17° 00´ પ. રે.ની આજુબાજુનો આશરે 796 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે કેનેરી ટાપુઓથી ઉત્તર તરફ 420 કિમી.ને અંતરે તથા જિબ્રાલ્ટરની સામુદ્રધુનીથી નૈર્ઋત્યમાં આવેલા…
વધુ વાંચો >મેડેલિન
મેડેલિન (medellin) : દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશમાં, મધ્ય કૉર્ડિલેરામાં, બોગોટા પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર અને ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 6° 15´ ઉ. અ. અને 75° 35´ પ. રે. તે દેશના વાયવ્ય ભાગમાં સમુદ્ર-સપાટીથી આશરે 1,538 મીટરની ઊંચાઈ પર કાઉકા (Cauca) નદીથી પૂર્વમાં આવેલી રમણીય ખીણમાં આવેલું છે.…
વધુ વાંચો >