Geography

મંડલા

મંડલા : સ્થાન-સીમા-વિસ્તાર : મધ્યપ્રદેશના જબલપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 45´ ઉ. અ. અને 80° 45´ પૂ. રે.ની આજુબાજુનો 13,269 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં શાહડોલ જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ બિલાસપુર અને રાજનંદગાંવ જિલ્લા,…

વધુ વાંચો >

મંડી

મંડી : હિમાચલ પ્રદેશની લગભગ મધ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 31° 13´ 50´´થી 32° 04´ 30´´ ઉ. અ. અને 76° 37´ 20´´થી 77° 23´ 15´´ પૂ. રે. વચ્ચેનો 3,950 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં કાંગરા જિલ્લો, પૂર્વમાં…

વધુ વાંચો >

મંદસૌર

મંદસૌર : મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગમાં ઇન્દોર વિભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 24° 04´ ઉ. અ. અને 75° 04´ પૂ. રે.ની આજુબાજુનો 9,791 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ તરફ રાજસ્થાનના ચિતોડગઢ, ભીલવાડા, કોટા અને ઝાલાવાડ જિલ્લા તથા દક્ષિણ તરફ…

વધુ વાંચો >

માકવારી ટાપુ

માકવારી ટાપુ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં, ટાઝમાનિયાથી અગ્નિકોણમાં આશરે 1,500 કિમી. અંતરે તથા દ. ન્યૂઝીલૅન્ડ ટાપુ અને ઑકલૅન્ડ ટાપુથી નૈર્ઋત્યકોણમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 54° 30´ દ. અ. અને 158° 56´ પૂ. રે. પર આવેલો આ ટાપુ આશરે 170 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની લંબાઈ 34 કિમી.…

વધુ વાંચો >

માક્વારી સરોવર

માક્વારી સરોવર : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં સિડનીથી ઈશાનમાં 97 કિમી.ને અંતરે ન્યૂકૅસલથી દક્ષિણે આશરે 15 કિમી. અંતરે તથા પૅસિફિક મહાસાગરના કાંઠા પર આવેલું ખાડી સરોવર. તેની લંબાઈ 24 કિમી., પહોળાઈ 8 કિમી., ક્ષેત્રફળ 117 ચોકિમી. અને કિનારારેખાની લંબાઈ 172 કિમી. જેટલી છે. આ સરોવર પૅસિફિક મહાસાગરને મળતી હન્ટર નદીનાં…

વધુ વાંચો >

માચુ પિક્ચુ

માચુ પિક્ચુ : પેરૂના કસ્કોથી વાયવ્યમાં આશરે 80 કિમી.ને અંતરે ઍન્ડીઝ પર્વતમાળામાં ઉરુમ્બાબા નજીક આવેલું પ્રાચીન ઐતિહાસિક ઇન્કા સંસ્કૃતિ ધરાવતું કિલ્લેબંધીવાળું સ્થળ. તે બે ઊંચાં શિખરો વચ્ચેની સાંકડી ખીણમાં વસેલું. ભૌગોલિક સ્થાન : 13° 30´ દ. અ. અને 73° 30´ નજીકનો ભાગ. માચુ પિક્ચુનાં તે વખતનાં મકાનોનાં આજે જોવા મળતાં…

વધુ વાંચો >

માડાગાસ્કર

માડાગાસ્કર : આફ્રિકા ખંડનો એક દેશ. આફ્રિકા ખંડના પૂર્વ કિનારા નજીક મોઝામ્બિકની ખાડીથી અલગ પડતો હિન્દી મહાસાગરમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે લગભગ 12°થી 26° દ. અ. અને 43° થી 50° 30´ પૂ. રે. વચ્ચેના 5,87,041 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે એક વિશાળ ટાપુથી તેમજ નજીક આવેલા…

વધુ વાંચો >

માણસા

માણસા : ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 23° 20´ ઉ.અ. અને 72° 40´ પૂ. રે. તે તાલુકામથક વિજાપુરથી નૈર્ઋત્યમાં 22 કિમી.ને અંતરે આવેલું છે. માણસા દરિયાથી દૂર, કર્કવૃત્તની નજીક આવેલું હોઈ પ્રમાણમાં વિષમ આબોહવા ધરાવે છે. ઉનાળામાં મે માસમાં તેનું મહત્તમ અને લઘુતમ સરેરાશ…

વધુ વાંચો >

માણાવદર

માણાવદર : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 30´ ઉ. અ. અને 70° 08´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 592 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં કુતિયાણા તાલુકો અને રાજકોટ જિલ્લો, પૂર્વમાં વંથળી, દક્ષિણમાં કેશોદ અને માંગરોળ તથા પશ્ચિમમાં…

વધુ વાંચો >

માથેરાન

માથેરાન : મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ નજીક આવેલું ગિરિમથક. તે રાયગડ જિલ્લાના કરજત તાલુકામાં આવેલું છે. ભૌગોલિક સ્થાન : આશરે 19° 10´ ઉ. અ. અને 73° 10´ પૂ. રે. આ ગિરિમથક મુંબઈથી પૂર્વમાં મુંબઈ-પુણે માર્ગ પર આશરે 50 કિમી.ને અંતરે નેરળ નજીક આવેલું છે. નેરળથી તે 21 કિમી. દૂર છે. સમુદ્રસપાટીથી…

વધુ વાંચો >