Geography

બૉન

બૉન (Bonn) : જર્મનીનાં મહત્વનાં શહેરો પૈકીનું એક. 1990 પહેલાંના પશ્ચિમ જર્મની(જર્મન ફેડરલ રિપબ્લિક)નું પાટનગર. 1991માં પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થતાં અને બર્લિન પાટનગર તરીકે સ્વીકારાતાં, બૉન એક વહીવટી કેન્દ્ર તરીકે હવે જાણીતું બન્યું છે. ભૌગોલિક સ્થાન : તે 30o 52’ ઉ. અ. અને 7o 02’ પૂ. રે. પર…

વધુ વાંચો >

બોબીલી

બોબીલી : આંધ્રપ્રદેશ રાજ્યના ઈશાન કોણમાં વિઝિયાનાગ્રામ જિલ્લામાં ઓવેલું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 18° 32´ ઉ. અ. અને 83° 29´ પૂ. રે. પર ઓરિસા રાજ્યની દક્ષિણ સરહદની નજીક આવેલું છે. આ તાલુકાનો વિસ્તાર 465 ચોકિમી. જેટલો છે. ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા : દક્ષિણ ભારતના પૂર્વભાગમાં આ પ્રદેશ પર્વતીય હારમાળામાં આવેલો છે. તેની…

વધુ વાંચો >

બોરસદ

બોરસદ : ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. તે 22° 25´ ઉ. અ. અને 72° 56´ પૂ. રે. આજુબાજુનો આશરે 494 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. બોરસદનું પ્રાચીન નામ બદરસિદ્ધિ હતું, જે વાલ્મીકિ ઋષિના શિષ્ય બદરમુનિના નામ પરથી પડેલું. 1991માં તેની વસ્તી 4,21,040 જેટલી હતી. આ તાલુકામાં…

વધુ વાંચો >

બૉર્ડોક્સ

બૉર્ડોક્સ : ફ્રાન્સના નૈર્ઋત્ય ભાગમાં આવેલું ઍક્વિટેનનું પાટનગર તથા જિરોન્ડ પ્રદેશનું વહીવટી મથક. ઍક્વિટોન થાળાના વિસ્તાર માટે તે વેપારવણજના કેન્દ્ર તરીકે ખ્યાતિ પામેલું છે. ભૌગોલિક સ્થાન : 44° 50´ ઉ. અ. અને 0° 34´ પૂ. રે.  ગેરોન નદીના કાંઠા પર વસેલું આ શહેર ઍક્વિટોન થાળામાંની દ્રાક્ષની વાડીઓ માટે ફ્રાન્સમાં જાણીતું…

વધુ વાંચો >

બૉર્નિયો

બૉર્નિયો : પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં આવેલા સુંદા ટાપુઓ પૈકીનો એક ટાપુ. મુખ્યત્વે ત્રણ રાજ્યોમાં વહેંચાયેલ ટાપુ તરીકે પણ તે અદ્વિતીય છે. ભૌગોલિક સ્થાન : તે 00° 30´ (વિષુવવૃત્ત) અને 114° 00´ પૂ. રે.ની આજુબાજુનો સબાહ, સારાવાક, બ્રુનેઈ અને કાલીમાન્તાન(બૉર્નિયો)ના મોટાભાગનો સમાવેશ કરતો આશરે 7,54,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.…

વધુ વાંચો >

બોલન ઘાટ

બોલન ઘાટ : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી બ્રાહુઇ (Brāhui) હારમાળાના મધ્યભાગમાંથી પસાર થતો નીચાણવાળો ભૂમિમાર્ગ. ભૌગોલિક સ્થાન : 30° ઉ. અ. અને 66° પૂ. રે. તે સમુદ્રસપાટીથી 1,793 મીટરની ઊંચાઈ ધરાવે છે અને તેની કુલ લંબાઈ 89 કિમી. જેટલી છે. આ ઘાટ અહીં શિયાળા અને ઉનાળાની ઋતુઓ દરમિયાન પ્રવર્તતા…

વધુ વાંચો >

બોલિવિયન ઉચ્ચપ્રદેશ

બોલિવિયન ઉચ્ચપ્રદેશ : દક્ષિણ અમેરિકા ભૂમિખંડની પશ્ચિમ દિશામાં ઉત્તર-દક્ષિણ પથરાયેલી ઍન્ડીઝ ગિરિમાળામાં આવેલો આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ. તેને ‘ઑલ્ટિપ્લેનો’ (altiplano) – ઊંચાઈએ આવેલાં મેદાનો –પણ કહે છે. પેરુમાં લંબાયેલા આ ઉચ્ચપ્રદેશના થોડાક ભાગને બાદ કરતાં તેનો મોટાભાગનો વિસ્તાર બોલિવિયામાં આવેલો હોવાથી તેને બોલિવિયન ઉચ્ચપ્રદેશ નામ અપાયેલું છે. તેની ઉત્પત્તિ અને ઉત્થાન તૃતીય…

વધુ વાંચો >

બોલિવિયા

બોલિવિયા : દક્ષિણ અમેરિકાની મધ્યમાં ઍન્ડીઝ ગિરિમાળામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 9° 40´થી 22° 40´ દ. અ. અને 57° 30´થી 69° 40´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર 10,98,581 ચોકિમી. જેટલો છે. તેનું ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 1,448 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 1,287 કિમી. છે.…

વધુ વાંચો >

બોલોના

બોલોના : ઉત્તર ઇટાલીમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન :  44° 29´ ઉ. અ. અને 11° 20´ પૂ. રે. તે ખુશનુમા આબોહવા ધરાવે છે અને ફળદ્રૂપ જમીન-વિસ્તારમાં વસેલું છે. ઉત્તર ઇટાલીનું તે મહત્વનું ઔદ્યોગિક મથક છે. તેની ઉત્પાદકીય પેદાશોમાં કૃષિયંત્રસામગ્રી, મોટરગાડીઓ, રેશમ, મખમલ અને ચટણી(Bologna sausage)નો સમાવેશ થાય છે. બોલોના ઇટાલીના…

વધુ વાંચો >

બૉસ્ટન (1)

બૉસ્ટન (1) : યુ.એસ.ના મૅસેચુસેટ્સ રાજ્યનું પાટનગર, ન્યૂ ઇંગ્લૅન્ડ વિસ્તારનું મોટામાં મોટું શહેર, યુ.એસ.ના ઈશાન વિભાગનું મહત્વનું ઔદ્યોગિક મથક તથા બંદર. ભૌગોલિક સ્થાન ; તે 42° 20´ ઉ. અ. અને 71° 20´ પૂ. રે. પર, મૅસેચુસેટ્સ ઉપસાગરને મથાળે ચાર્લ્સ અને મિસ્ટિક નદીઓના મુખભાગ પર આવેલું છે. તે ન્યૂ ઇંગ્લૅન્ડ વિસ્તારનું…

વધુ વાંચો >