Geography

ન્યૂ કેસલ (ઑસ્ટ્રેલિયા)

ન્યૂ કેસલ (ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાનું ત્રીજા ક્રમે આવતું અને ન્યૂ સાઉથ વેલ્સનું બીજા ક્રમે આવતું બંદર તથા ઔદ્યોગિક શહેર. ભૌગોલિક સ્થાન : 32° 56´ દ. અ. અને 151° 46´ પૂ. રે.. તે અગ્નિ ઑસ્ટ્રેલિયામાં હન્ટર નદીના મુખ પર વસેલું છે અને સિડની બંદરથી ઉત્તરે 173 કિમી. અંતરે આવેલું છે. આ…

વધુ વાંચો >

ન્યૂ કેસલ (કૅનેડા)

ન્યૂ કેસલ (કૅનેડા) : કૅનેડાના ન્યૂ બ્રુન્સવિકમાં આવેલું નગર અને બંદર. ભૌગોલિક સ્થાન : 47° 0´ ઉ. અ. અને 65° 34´ પ. રે.. તે પ્રાંતીય ધોરી માર્ગ નં. 11 પર તેમજ કૅનેડિયન નૅશનલ રેલમાર્ગ પર સેન્ટ જૉનની ઉત્તરે 193 કિમી. અંતરે મીરામિચિ નદીકાંઠે વસેલું છે. 1899માં તેને નગર તરીકેનો દરજ્જો…

વધુ વાંચો >

ન્યૂ કેસલ (યુ.એસ., ઇન્ડિયાના)

ન્યૂ કેસલ (યુ.એસ., ઇન્ડિયાના) : યુ.એસ.ના ઇન્ડિયાના રાજ્યના હેન્રી પરગણાનું વહીવટી મથક તથા ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન : 39° 55´ ઉ. અ. અને 85° 22´ પ. રે. રાજ્યના પાટનગર ઇન્ડિયાનાપૉલિસથી ઈશાન તરફ 74 કિમી. અંતરે બ્લૂ નદીના કિનારે તે વસેલું છે. રાજ્યના ફળદ્રૂપ વિસ્તારમાં આવેલા આ નગરની આજુબાજુમાં ઘઉં, અન્ય…

વધુ વાંચો >

ન્યૂ કેસલ (યુ.એસ., ડેલવેર)

ન્યૂ કેસલ (યુ.એસ., ડેલવેર) : યુ.એસ.ના ઈશાન ભાગમાં આવેલા ડેલવેર રાજ્યમાં ઉત્તરે ન્યૂ કેસલ પરગણામાં ડેલવેર નદી પર વસેલું નગર. તે વિલમિંગટનથી દક્ષિણે 11 કિમી. અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 39° 39´ ઉ. અ. અને 75° 34´ પ. રે.. આ નગરમાં પ્લાસ્ટિકની બનાવટો, લોખંડ-પોલાદની ચીજવસ્તુઓ, રેયૉન, પગરખાં, દવાઓ, યંત્રો…

વધુ વાંચો >

ન્યૂ કેસલ (યુ.એસ., પેન્સિલવેનિયા)

ન્યૂ કેસલ (યુ.એસ., પેન્સિલવેનિયા) : યુ.એસ.ના પેન્સિલવેનિયા રાજ્યના લૉરેન્સ પરગણાનું વહીવટી મથક, ઔદ્યોગિક નગર અને કૃષિપેદાશોનું વ્યાપારનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન 41° 0´ ઉ. અ. અને 80° 20´ પ. રે.. તે શેનાન્ગો અને નેશૉનૉક નદીઓના સંગમસ્થાને વસેલું છે. ઓહાયો રાજ્યના યંગ્ઝટાઉનથી અગ્નિકોણમાં 32 કિમી. તથા પિટ્સબર્ગથી વાયવ્યમાં 71 કિમી. અંતરે તે…

વધુ વાંચો >

ન્યૂ જર્સી

ન્યૂ જર્સી : યુનાઇટેડ સ્ટેટ્સનું સંલગ્ન રાજ્ય અને ઔદ્યોગિક રીતે વિકસિત આર્થિક ઘટક. તે ઉત્તર મધ્ય ઍટલાન્ટિક મહાસાગરના કિનારે, યુ. એસ ના ઈશાન ભાગમાં આવેલાં બે મહત્ત્વનાં શહેરો ન્યૂયૉર્ક અને ફિલાડેલ્ફિયાની વચ્ચે, હડસન અને ડેલવેર નદીઓની વચ્ચે આવેલું છે. તેનું ભૌગોલિક સ્થાન 38° 55´ થી 44° 21´ ઉ. અ. અને…

વધુ વાંચો >

ન્યૂઝીલૅન્ડ

ન્યૂઝીલૅન્ડ : દક્ષિણ ગોળાર્ધમાં પૅસિફિક મહાસાગરના નૈર્ઋત્ય ભાગમાં આવેલો દેશ. તે ઑસ્ટ્રેલિયાથી આશરે 1,600 કિમી. અગ્નિકોણમાં  અને યુ.એસ.ના કૅલિફૉર્નિયાથી આશરે 10,500 કિમી. નૈર્ઋત્યકોણમાં આવેલો છે. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ તે 34° 25´ થી 47° 17´ દ. અ. અને 166° 26´ થી 178° 33´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ દેશ પૉલિનેશિયા…

વધુ વાંચો >

ન્યૂફાઉન્ડલૅન્ડ

ન્યૂફાઉન્ડલૅન્ડ : કૅનેડાના પૂર્વ કિનારે આવેલા દરિયાકાંઠાના ચાર પ્રાંતો પૈકીનો એક. ન્યૂફાઉન્ડલૅન્ડ નામ હેઠળ લૅબ્રાડોરનો પણ સમાવેશ થાય છે. લૅબ્રાડોર કૅનેડાની તળભૂમિના યુગાવા દ્વીપકલ્પના પૂર્વ છેડાનો ભાગ છે, જ્યારે ન્યૂફાઉન્ડલૅન્ડ તેનાથી દક્ષિણે જોડાજોડ આવેલો અલગ ટાપુ છે. બંને બેલી ટાપુની સામુદ્રધુનીથી અલગ પડે છે. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ ન્યૂફાઉન્ડલૅન્ડ આશરે 46°…

વધુ વાંચો >

ન્યૂ બ્રુન્સવિક

ન્યૂ બ્રુન્સવિક : ઉત્તર અમેરિકાના કૅનેડા રાજ્યનો આટલાન્ટિક મહાસાગરના પૂર્વ કિનારાના ચાર પ્રાંતો પૈકીનો એક પ્રાંત. ભૌગોલિક સ્થાન : 44° 35´ થી 48° 05´ ઉ. અ. અને 63° 45´થી 69° 05´ પ. રે. આ પ્રાંતનું નામ 1784માં બ્રુન્સવિકના નિવાસસ્થાન ઉપરથી પડ્યું છે. તેની પૂર્વ બાજુએ સેન્ટ લૉરેન્સનો અખાત અને નૉર્ધમ્બરલૅન્ડની…

વધુ વાંચો >

ન્યૂ મેક્સિકો

ન્યૂ મેક્સિકો : યુનાઇટેડ સ્ટેટ્સના નૈર્ઋત્ય ભાગમાં આવેલું પર્વતીય રાજ્ય. આ રાજ્ય તેના વિશિષ્ટ પ્રાકૃતિક સૌન્દર્ય અને સમૃદ્ધ ઇતિહાસને કારણે ‘મોહપાશની ભૂમિ’ – ‘Land of Enchantment’ તરીકે પણ ઓળખાય છે. દેશની પશ્ચિમ તરફ ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી રૉકીઝ પર્વતમાળાના દક્ષિણ છેડે 31° 22´ થી 37° 0´ ઉ. અ. અને 103° થી 109°…

વધુ વાંચો >