ન્યૂ કેસલ (કૅનેડા) : કૅનેડાના ન્યૂ બ્રુન્સવિકમાં આવેલું નગર અને બંદર. ભૌગોલિક સ્થાન : 47° 0´ ઉ. અ. અને 65° 34´ પ. રે.. તે પ્રાંતીય ધોરી માર્ગ નં. 11 પર તેમજ કૅનેડિયન નૅશનલ રેલમાર્ગ પર સેન્ટ જૉનની ઉત્તરે 193 કિમી. અંતરે મીરામિચિ નદીકાંઠે વસેલું છે. 1899માં તેને નગર તરીકેનો દરજ્જો મળેલો છે. અહીં લાકડાં કાપવાનો, લાટીઓનો તેમજ સીસા, જસત અને તાંબાની ખાણોનો ઉદ્યોગ વિકસેલો છે.

ગિરીશભાઈ પંડ્યા