Geography

તેહરાન

તેહરાન : ઈરાનનું પાટનગર અને દેશના મધ્ય પ્રાંતનું વહીવટી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 35° 40’ ઉ. અ. અને 51° 26’ પૂ. રે.. અલ્બુર્ઝ પર્વતમાળાના દક્ષિણ ઢોળાવ પર તે આવેલું છે, જે તેને કાસ્પિયન સમુદ્રથી જુદું પાડે છે. તે સમુદ્રસપાટીથી આશરે 1200 મી. ઊંચાઈ પર જારુદ અને કરાજ નદીની વચ્ચે આવેલું…

વધુ વાંચો >

તેહરી ગઢવાલ

તેહરી ગઢવાલ : ભારતના ઉત્તરાખંડ રાજ્યના 13 જિલ્લા પૈકીનો જિલ્લો તથા ન્યૂ તહેરી નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 30 38´ ઉ. અ. અને 78 48´ પૂ. રે.ની  આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની પૂર્વે રુદ્રપ્રયાગ જિલ્લો, પશ્ચિમે દેહરાદૂન જિલ્લો, ઉત્તરે ઉત્તરકાશી જિલ્લો અને દક્ષિણે પૌરી ગઢવાલ જિલ્લા સીમા રૂપે આવેલા…

વધુ વાંચો >

તોરીનો

તોરીનો (તુરિન) : ઇટાલીનો પ્રાન્ત તથા તેનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 45° 08’ ઉ. અ. અને 7° 22’ પૂ. રે.. આ ઔદ્યોગિક શહેર આલ્પ્સ પર્વતની પૂર્વ બાજુએ આવેલાં પહોળાં અને ફળદ્રૂપ મેદાનોની વચ્ચે પાયમોન્ટ પ્રદેશમાં ‘પો’ નદીના કિનારે વસેલું છે. વિસ્તાર 130 ચોકિમી. મૂળ વસાહત તુરિનીએ વસાવી હતી. ઈ. સ.…

વધુ વાંચો >

ત્બિલિસિ

ત્બિલિસિ (Tbilisi) : એશિયાના કૉકેસસ પર્વતમાળાના પ્રદેશમાં આવેલ જ્યૉર્જિયા ગણરાજ્યનું પાટનગર તથા ઐતિહાસિક શહેર. રશિયન ભાષામાં તેનું નામ ‘તિફિલસ’ છે. સ્થાનિક જ્યૉર્જિયન ભાષામાં ‘ત્બિલિસિ’ એટલે ગરમ પાણીનાં ઝરણાં. તેની આજુબાજુના વિસ્તારમાં ગરમ પાણીનાં ઘણાં ઝરણાં હોવાથી શહેરને આ નામ મળ્યું છે. તે 41° 43’ ઉ. અ. તથા 44° 49’ પૂ.…

વધુ વાંચો >

ત્રિચુર

ત્રિચુર (ત્રિશુર) : ભારતના કેરળ રાજ્યના 14 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ : તે 10 52´ ઉ. અ. અને 76 21´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે પલક્કડ (Palakkad) અને મલ્લાપ્પુરમ્, દક્ષિણે અર્નાકુલમ્ અને ઈડુક્કી, પૂર્વે કોઈમ્બતુર જ્યારે પશ્ચિમે અરબસાગર અને પશ્ચિમ…

વધુ વાંચો >

ત્રિપુરા

ત્રિપુરા : ઈશાન ભારતનું પર્વતીય રાજ્ય. ભૌગોલિક સ્થાન : 24° ઉ. અ. અને 95° પૂ. રે.. ઈશાન ખૂણે આસામ અને મિઝોરમને બાદ કરતાં સમગ્ર રાજ્ય બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 10,492 ચોકિમી. છે. રાજ્યના ઈશાન ખૂણે પ્રાચીન ખડકો અને ચૂનાના પથ્થરોની રચના ધરાવતી લુસાઈ ટેકરીઓ છે. ઉત્તરમાં નદીની…

વધુ વાંચો >

ત્રિપોલી (લિબિયા)

ત્રિપોલી (લિબિયા) : લિબિયાનું પાટનગર અને દેશનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 24’ ઉ. અ. અને 13° 11’ પૂ. રે.. તે દેશના ઉત્તર-પશ્ચિમ કિનારે ટ્યૂનિશિયાની સરહદથી 200 કિમી. દૂર ભૂમધ્ય સાગર પર આવેલ છે. વસ્તી 11,75,830 (2023) છે. લિબિયાનું મહત્ત્વનું બંદર હોવા ઉપરાંત ખેતપેદાશોના વ્યાપાર માટે તે મુખ્ય…

વધુ વાંચો >

ત્રિપોલી (લેબેનૉન)

ત્રિપોલી (લેબેનૉન) : લેબેનૉનનું બેરુત પછીનું બીજા નંબરનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 34° 26’ ઉ.અ. અને 35° 51’ પૂ.રે. તે દેશના વાયવ્ય ખૂણે પૂર્વ ભૂમધ્ય સમુદ્ર ઉપર આવેલું ધીખતું બંદર વેપારી અને ઔદ્યોગિક કેન્દ્ર છે. વસ્તી આશરે 7,30,300 (2023) છે. ઇરાકથી આવતી તેલની પાઇપલાઇન માટે તે અંતિમ સ્થાન છે.…

વધુ વાંચો >

ત્રિરશ્મિ પર્વત

ત્રિરશ્મિ પર્વત : બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર. નાસિક અને કાર્લાની ગુફાઓમાં ઈ. સ. 119-149 દરમિયાનના લગભગ પાંચ શિલાલેખોમાં આ પર્વતનો ઉલ્લેખ મળી આવ્યો છે. નાસિક પાસે ગોવર્ધનાહાર (પ્રદેશનું પ્રાચીન નામ)માં ત્રિરશ્મિ પર્વતના શિખર પર ગૌતમીએ બૌદ્ધિભિક્ષુઓ માટે સ્વખર્ચે આવાસ બંધાવીને તે તેમને અર્પણ કર્યા. ત્રિરશ્મિ પર્વત કૈલાસપર્વત જેવા ઊંચા શિખર…

વધુ વાંચો >

ત્રિંકોમાલી

ત્રિંકોમાલી : શ્રીલંકાનું પૂર્વ પ્રાંતનું જિલ્લામથક અને મહત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : 8° 34’ ઉ. અ. અને 81° 14’ પૂ. રે.. વિસ્તાર : 2727 ચોકિમી. વસ્તી : 1,26,902 જેટલી (2022) છે. તે કોલંબોથી ઈશાન ખૂણે 230 કિમી. દૂર આવેલું છે. તેનું પ્રાચીન નામ ગોકન્ના છે. તેનું બારું ત્રિંકોમાલીના ઉપસાગર ઉપર…

વધુ વાંચો >